ડ્રેગન ફળ વિશેની ઉપયોગી માહિતી અને 10 તથ્યો ગુજરાતી માં (Useful Information and Facts About Dragon Fruit in Gujarati)

By

નમસ્તે મિત્રો આશા રાખું છું તમે બધા ઠીક હશો. આજ અપણે ડ્રેગન ફળ (Dragon Fruit) વિષે કૈક રોચક માહિતી મેળવાના છીએ અને એ પણ ગુજરાતી માં. આશા રાખું ચુ કે તમને બધાને આ આર્ટિકલ ખુબ ગમશે. જો તમને આ માહિતી ઉપીયોગી અને રસપ્રદ લાગે તો તમે નીચે કોમેન્ટ કરી અને અમને જણાવી શકો છો.

ડ્રેગન ફળ વિશેની ઉપયોગી માહિતી ગુજરાતી માં (Useful Information about Dragon Fruit in Gujarati)

જો સામાન્ય રીતે વાત કરીએ તો ડ્રેગન ફળ એ આપણા દેશ નું ફળ નથી પણ હાલ માં તેની ખેતી ભારત માં ઘણી જગ્યા એ થઇ રહી છે. આ ફળ ને પિતાયા ફળ તરીકે પણ ઘણા લોકો ઓળખે છે. તમને આ ફળ જોવામાં ખુબ જ અલગ લાગશે પણ એમાં ભરપૂર શક્તિ અને વિટામિન છુપાયેલા છે.

આ ફળનો આકાર ડ્રેગન જેવો હોવાના કારણે આ ફળ નું નામ ડ્રેગન ફ્રુટ રાખવામાં આવેલું છે. આ ફળ નું વૈજ્ઞાનિક નામ હિલોકેરસ છે. મુખ્યત્વે આ ફળ દક્ષિણ અમેરિકા માં વધુ જોવા મળે છે. આ ફળ ના બે પ્રકાર જોવા મળે છે જેમાં આંતરિક ભાગ સફેદ અને લાલ એમ બે પ્રકાર નો હોય છે.

આ ફળ ના છોડ માં ફૂલ ખુબ જ સુગંધિત હોય છે જે રાત્રે જ ખીલે છે અને દિવસ ઉગતા ની સાથે ખરી જાય છે.આ ફળ નું સેવન તમે સીધું ખાઈ અથવા તો સલાડ કે શેક બનાવી ને પણ પણ કરી શકો છો. ડ્રેગન ફ્રુટ ની વિશેષતા અને તેમાં રહેલા તત્વો ને ધ્યાન માં રાખતા વિશ્વ માં ખુબ જ લોકપ્રિય બન્યું છે.

આ ફળ ના સ્વાદ ની વાત કરીએ તો તમને આ ફળ ખાવા માં મીઠું લાગશે અને સ્વાદ થોડો તરબૂચ જેવો લાગશે. આ ફળ નો દેખાવ ની વાત કરીએ તો તમને આછા લાલ કે ગુલાબી રંગ જેવું અને ખુબ જ આકર્ષક લાગશે. તમને આ ફળ નો ઉપર ફોટો દેખાતો હશે જેથી તમે અનુમાન લગાવી શકશો.

ડ્રેગન ફળ વિશેની ઉપયોગી માહિતી અને તથ્યો ગુજરાતી માં (Useful Information and Facts About Dragon Fruit in Gujarati) 2
ડ્રેગન ફળ વિશેની ઉપયોગી માહિતી અને તથ્યો ગુજરાતી માં (Useful Information and Facts About Dragon Fruit in Gujarati)

આ ફળ માં ઘણા વિટામિન હોય છે અને તમને ઘણા રોગો સામે લાડવા માં મદત પણ કરે છે. હેલ્થ ના બેનીફીટ ના કારણે પણ ઘણા લોકો આનું સેવન રેગ્યુલર કરે છે. ડાયાબિટીસ અને હૃદય ના રોગો સામે લાડવામાં ડ્રેગન ફળ તમને ઘણું મદતરૂપ થઇ શકે છે.

ડ્રેગન ફળ ના સેવન થી તમને વિટામિન C, ફાઇબર્સ, એન્ટી એક્સિડેન્ટ્સ જેવા તત્વો મળી શાકર છે જે શરીર માટે ખુબ જ લાભદાયી છે. વિશ્વ માં એક અધ્યન દરમિયાન જાણવા મળ્યું છે કે આ ફળ તમને ઘણા રોગો સામે લડવામાં મદત કરે છે. આ ફળ માં તમને ભરપૂર માત્રા માં વિટામિન C પ્રાપ્ત થાય છે જે કૅન્સર જેવા રોગો સામે લાડવામાં મદત્ત કરે છે અને મટાડી પણ શકે છે.

ડ્રેગન ફળ ના રેગ્યુલર સેવન થી તમારા શરીર ની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે જેથી તમે ઘણા રોગો થી દવા વગર બચી શકો છો. ઉપર દાર્શવેલા તત્વો સિવાય જો તમારા શરીર માં આયરન ની ઉણપ હોય તો અર્પણ આ ફળ તમને તે ઉણપ દૂર કરવામાં મળત કરી શકે છે.

નવી નવી ટિપ્સ અને ટ્રિક્સ માટે અહીં ક્લિક કરો

ડ્રેગન ફળ વિશે તથ્યોઅને ફાયદા ગુજરાતી માં (Facts And Benefits About Dragon Fruit in Gujarati)

  • ડ્રેગન જેવા આકાર માં જોવા મળતું હોવાથી આ ફળ નું નામ ડ્રેગન ફ્રૂટ રાખવામાં આવ્યું છે.
  • સૌથી વધુ દક્ષિણ અમેરિકા માં આ ફળ જોવા મળે છે.
  • ડાયાબિટીસ જેવા રોગો માં લાડવામાં ખુબ મદદરૂપ થાય છે.
  • હૃદયરોગ એજવા ગંભીર રોગો માં ખુબ અસરદાર છે.
  • રેગ્યુલર સેવન થી કૅન્સર જેવા રોગો પણ મટાડી શકે છે.
  • આ ફળ માં જોવા મળતા કાલા રંગ ના બીજ ઓમેગા 9 અને 3 એસિડ થી ભરપૂર હોય છે.
  • આ ફળ તમારું વધતું કોલેસ્ટ્રોલ નું પ્રમાણ નિયંત્રિત કરી શકે છે.
  • આ ફળ ના છોડ ના ફૂલ ખાલી રાત્રેજ ખીલે છે.
  • આ ફળ માં પર 100 ગ્રામ માં 50 કેલેરી આસપાસ મળે છે.
  • પ્રેગ્નેન્ટ સ્ત્રીઓ માટે આ ફળ ખુબ લાભદાયી છે, જેમાં તેમને વિટામિન B અને આયરન મળે છે.

Also Read- “ઘરે આવ્યા” ગુજરાતી વાર્તા (“Came home” Gujarati Story)

ડ્રેગન ફ્રૂટની કિંમત (Price of dragon fruit)

ડ્રેગન ફ્રૂટની કિંમત ની વાત કરીયે તો તે તમને બધી જ જગ્યા એ થોડી અલગ અલગ જોવા મળે છે અને આ ફળ તમને બધી જગ્યા એ આસાની થી નથી મળતું. આ ફળ નો ભાવ 100 રૂપિયા કે તેથી વધુ પણ હોય શકે છે. આ ફળ ની કિંમત બીજા ફળ કરતા વધુ જોવા મળે છે.

ડ્રેગન ફળ મૂળ ક્યાંથી જોવા મળ્યું (Where the dragon fruit origin from)

ડ્રેગન ફળ મૂળ મધ્ય અને સાઉથ અમેરિકા માં મળતું ફળ છે. મુખ્યત્વે જોઈએ તો મેક્સિકો ની આસપાસ તમને આ ફળ ની ખેતી થતી વધુ જોવા મળે છે. અત્યારે તો આ ફળ ના હાયબ્રીડ બીજ બનાવી અને વિશ્વ માં અલગ અલગ અનુકૂળ સ્થળે આ ફળ ની ખેતી કરવામાં આવે છે

Summary

કદાચ તમે ડ્રેગન ફ્રૂટ જોયું હશે અને ખાધું પણ હશે પણ તમને આ આર્ટિકલ માં દર્શાવેલા આ ફળ સેવન ના ફાયદા અને વિશેષતા વિહસે નહિ ખબર હોય. તમને જો આર્ટિકલ ગમ્યો હોય તો તમે નીચે કોમેન્ટ કરી અને અમને જણાવી શકો છો. આવીજ અવનવી જાણકરી મેળવવા માટે અમારા બ્લોગ In Gujarati ની મુલાકાત લેતા રહો અને અમાંરા સોશ્યિલ મીડિયા એકાઉન્ટ ને ફોલો કરવાનું ના ભૂલતા જેથી તમને આવનારી માહિતી વિષે ના ઉપડેટ મળતા રહે.

Leave a Comment