દુઃખ લઇ અને સુખ દીધું ગુજરાતી વાર્તા (Take sorrow and give happiness Gujarati Story)

By

નમસ્તે દોસ્તો, આપ સૌનું અમાંરા બ્લોગ in Gujarati માં ખુબ સ્વાગત છે. આજ અપને એક નવી ગુજરાતી વાર્તા વિષે જોવાના છીએ જેનું નામ છે દુઃખ લઈને સુખ દીધું. વઢવાણ શહેર પાસે લીંબડી ગામ છે લીંબડીમાં સમાધિનિષ્ઠ શ્રીજી મહારાજના પરમ કૃપા પાત્ર સાંખ્ય યોગી બા હરીબા નિવાસ કરીને રહેતા. બા શ્રી હરીબા શ્રીજી મહારાજના સમકાલીન મહામુક્ત હતા. ઘણી વખત તેઓ આઠ આઠ દિવસ સમાધિમાં રહેતાં, શ્રીજી મહારાજને પોતાના હાથે રાંધેલો થાળ જમાડ્યા ભાગ્યશાળી થયા હતા.

દુઃખ લઇ અને સુખ દીધું

કચ્છમાંથી જ્યારે સુરજબા પધારે ત્યારે હરીબાને ખબર પહોંચે અને તેમની સેવા કરવા પહોંચી જાય, પૂ. સુરજબા પાસે શ્રીજી મહારાજે વહુ કરાવેલ ત્યારની શીખા (ચોટલી) હતી જે આ મહામુક્તને રાજી થઈને તેઓએ આપેલ. પૂજય સુરજબા કોઈ સમયે બાશ્રી હરીબા ઉપર બહુ રાજી થયા ત્યારે એ શીખા પૂ. બા શ્રી હરીબા ને આપી. પૂ. હરીબા મારા પૂ. પિતાશ્રી ડૉક્ટર મણિલાલભાઈના નાની પૂ. વીરૂબા ઉપર ખૂબ રાજી થયા અને શ્રી હરિની પ્રેરણાથી તેમણે દેહત્યાગ કરતાં પહેલા ખૂબ જતન કરીને રાખેલ આ શીખા શ્રીજી મહારાજના આદર્શ પરમભક્ત પોતાના શિષ્ય ગણના અમારા આદેશરા કુટુંબમાં અજવાળા પાથરનાર પૂ. વીરૂબાને આપી.

આદેશરા કુટુંબના પુત્ર-પુત્રી પરિવારમાં શ્રીહરીની આ પ્રસાદીના થોડા થોડા કેશ (વાળ) જેમની પાસે છે તેમને આ દિવ્ય અલભ્ય અને અમુલ્ય સ્મૃતિ પૂ સુરજબા પાસેથી પૂ. હરીબા, પૂ. હરીબા પાસેથી પૂ. વીરૂબા અને પૂ. વીરૂબા પાસેથી આદેશરા કુટુંબ પરિવારનો જેને કોઈ ઉપમા ન આપી શકાય તેવો દિવ્ય વારસો મળ્યો છે. પૂ. બા શ્રી વીરૂબા લીંબડીના સોની ખોડીદાસ ઠાકરશી આદેશરાના ધર્મપનિ થાય.

આ પવિત્ર મુક્તોને ગૃહસ્થાશ્રમમાં બે પુત્રીઓ સાંકુબા અને ચંચળબા થયા તેમનો પુત્ર નહોતો સાંકુબા નો જન્મ સંવત ૧૯૨૭ માં લીંબડી ગામે થયો હતો. સાંકુબાનું લગ્ન તે જમાના પ્રમાણે અગીયાર વરસની નાની ઉંમરે વઢવાણ આવી વસેલા પરમ ભગવદી અંબાલાલ દેવચંદભાઈ રાણપુરા સાથે થયા પૂ. અંબાલાલભાઈ ખૂબ ભક્તિ પ્રધાન હતા. અને અંબારામ ભગત તરીકે ઓળખાતા આ દિવ્ય મુક્તોને ત્યાં સંવત ૧૯૪૪ માં અને ૧૯૪૬ માં બે પુત્રો થયા.

મોટા પુ નાગરદાસ અને નાના પુત્ર મણિલાલ બંને પુત્રો તેજ તેજના અંબાર હતા. પૂ. અંબારામભાઈ એક પવિત્ર અને ધંધામાં જ સોની જેવી રતિભાર પણ ગરબડ ન થાય તેની કાળજીવાળા હતા. તેઓ એક સારા કારીગર કુટુંબના એક માત્ર રોળાગર (સારૂ કમાનાર) હતા. તે સમયે વઢવાણમાં રામ મંદિર પાસે પ.પૂ. બ્રહ્મચારી વાસુદેવનંદજીના સમયનું સમયનું સાદુ હરિમંદિર હતું પૂ. અમુ નિર્ગુણદાસજી સ્વામી વઢવાણ પધારે ત્યારે અંબારામભાઈ તેમની યથા શક્તિ સેવા ચાકરી અને સમાગમ કરતા રાત્રે ઘણી વાર બાર વાગે સ્વામીની રજા લઈને ઘરે આવે.

પૂ. અમુ નિર્ગુણદાસજી સ્વામીને વઢવાણની લાખુપોળ બહાર એક સાકરીયો કુવો છે તેનું પાણીજ માફક આવતુ આ કુવો આ મંદિરથી લગભગ એક માઈલ થાય. પૂ. સાંકુબા (મોટીબા) મારા પૂ. પિતા શ્રી મણિલાલને કેડમાં તેડી માથે બેડું ભરી એક માઈલ ચાલી આ મંદિર બહાર ગરણું બાધેલી ચોખ્ખી કોઠી હોય તેમાં પણ નાંખતા જાય અને આ રીતે એક મોટા સેવાયજ્ઞનો લાભ લઈ તે કોઠી ભરી દેતા.

કોઈ સમયે અગાઉ લખ્યા મુજબ લીંબડી સમાધિનિઇ સાંખ્યયોગી પૂ હરીબાને શ્રીજી મહારાજે દર્શન દઈ ચંદનના બે ઝાડવા સળગી રહ્યા છે તેને ઓલવી પૂ. સાંકબાના માતુશ્રી પૂ. વીરૂબાના ઘરમાં નાખ્યા ત્યાર પછી સાંકુબા ને નાગરદાસ અને મણિલાલ એમ બે પુત્રો થયા. પૂ સાંકુબાએ તેમના પતિ પૂ. અંબારામ ભગતને કહ્યુ કે તમે આ બન્ને પુત્રોને પૂ. સદ્ સ્વામી નિર્ગુણદાસજી સ્વામીના દર્શન કરાવવા લઈ જાવ સ્વામીએ ખૂબ રાજી થઈ અંતયાર્મી પણે કહ્યું “આવો ચંદનના ઝાડવા” શ્રી હરિની લીલાનો પાર નથી આવા પવિત્ર પરમ ભક્ત પૂ. અંબારામ ભગતનાં નાની ઉમરે અક્ષરવાસ થયો.

તેમના પિતા દેવચંદભાઈને સાંકુબા જેવા ભગવદી અને તેમના પિતા દેવચંદભાઈને સાકુંબા જેવા ભગવદી અને તળપદી ભાષામાં કહીએ તો દેવના ચક્કર જેવા બે પૌત્રોનો ભાર ઉપાડી શકે તેવી ઉમર કે શક્તિ ન હતા. આ સંજોગોમાં હૃદય ભાંગી જાય તેવા દુઃખનો એક માત્ર આધાર પોતાનું પિયર હતું. નાના પૂ ખોડીદાસ આદેશરાએ ધંધો બંધ કરેલ તે જડતરનો ધંધો શરૂ કર્યો. પૂ. વીરૂમાએ સાકુંબા અને તેમના બંને પુત્રોને સર્વાધાર શ્રી હરિના મોલેલા બાળકો ગણી ઉછેર્યા.

પૂ. વીરૂમાએ કહ્યું મહારાજે આ દીકરી અને બે દીકરા મોકલ્યા છે તેની જવાબદારી શ્રી હરિની છે તે વિશ્વાસ રાખી જરાયે અનીતિ કરશો નહિ. આપણે આ છોકરાઓને ભણાવી માસ્તર કરીશુ પણ સોનીનો ધંધો કરાવવો નથી. પૂ વીરૂબા તથા પૂ સાંકુબા ભગવાન ભજે, બાંધણી બાંધવાનું નાનું મોટું કામ કરે, સમય જતા થોડી રોકડ અને કાંઈક ઘરેણા વેચીને મોટા પુત્ર નાગરદાસને ડૉક્ટર બનાવ્યા.

તેઓ As. (સબ. આસીસ્ટંટ સર્જન) જે સમય જતાં L.C.P.s. ની ડીગ્રી સમકક્ષ ડીગ્રી ગણાઈ તે ભણ્યા. ડોં. નાગરદાસ બાપુજીએ શરૂઆતમાં લીંબડી હોસ્પીટલમાં નોકરી લીધી અને પછી વઢવાણ આસીસટન્ટ મેડીકલ ઓફિસર બન્યા. મણિલાલભાઈ મેટ્રિક પાસ કરી કચ્છમાં અંજાર પોસ્ટ માસ્તર બન્યા તેમના પગમાં ખૂબ ઉંડી ઉદ્ધરખા હતી.

આ પોસ્ટ ઓફિસના એક ભાવસાર પોસ્ટમેન ની નજર પત્રોનું સોટીંગ (છૂટા પાડતા) કરતા આ ઉર્ધ્વરેખા ઉપર પડી. એટલે તેમણે કહ્યું “માસ્તર તમે અહિં લાંબુ નહિ રહે, તમે ખૂબ મોટા માણસ થશો” આ વાત થઈ ત્યાં થોડાજ દિવસોમાં કલકત્તા મારા પૂ. બાપુજીના મિત્રનો પત્ર આવ્યો કે તમે કલકત્તા આવો. અહિ સાંજથી રાત્રિ સુધી નેશનલ મેડીકલ કોલેજમાં L.C.Ps. થવાય છે. દિવસની નોકરી હું તરત જ અપાવીશ.

ખીસ્સામાં જતાનું જ ભાડુ લઈ પૂ. બાપુજી કલકત્તા પહોંચ્યા. તેમનાં મિત્ર પ્રભુદાસ ભાઈએ બીજા દિવસથી જ નોકરી અપાવી જેમાં મહિને રૂ. ૨૨, મળતા આટલા પગારમાં રહેવા જમવાનું ખર્ચ કાઢતા લ ના પૈસામાં તકલીફ પડતી. મેડીકલ કોલેજના હેડ ક્લાર્કની સાથે પૂ. બાપુજીને હેત થઈ ગયું. તે વખતે તે બંગાળી હેડ ક્લાર્કને ઘેર લાવી ચુરમાના લાડુ દાળ, ભાત, શાક વગેરેથી સ્વાગત કર્યુ એટલે સંબંધ હતાં તે વધારે ગાઢો થયો.

એક વર્ષ સુધી કોલેજની ફ્ર ભરી ન શક્યા પણ પરીક્ષામાં ઘણા વિષયોમાં પ્રથમ આવ્યા. આથી તે હેડક્લાર્કે કહ્યું કે હવે તમે પ્રિન્સીપાલ સુરેન્દ્રનાથ બેનરજીને મળો. પૂ. બાપુજી પ્રિન્સીપાલના બંગલે સાયકલ પર ગયા. ડૉ. સુરેન્દ્રનાથ બેનરજીને ખબર પડેલી કે આ વિદ્યાર્થી આખા વરસની રે ભરી નથી એટલે શરૂમાં તે ગુસ્સે થયા કે કલકત્તામાં ભણવા આવ્યા છો કે રખડવા? મારા બાપુજીએ હિંમતથી કહ્યું સાહેબ હું આશરે દોઢ હજર માઈલ દૂરથી આવું છું તે ભણવાની ધગશ હોય તો જ આવી શકુ ડૉ. સુરેન્દ્રનાથ બેનરજીએ પરીક્ષાના માર્કસ જયા અને ચમક્યા, ઓહ તમે કેટલા બધા વિષયમાં પહેલા આવ્યા છો?

પ્રિન્સિપાલે ઘણી લે માફ કરી અને નહીં જેવી ફ્ર ભરવા કહ્યું આ રીતે એક વરસ થયું. બીજા વરસથી L.ces સાથે હોમીયોપથીનો પોતે જે વિસ્તારમાં રહેતા તે ભવાની પુરામાં કોઈ ગુજરાતી ડૉક્ટર નહીં એટલે નોકરી સાથે થોડી પ્રેકટીસ અને ભણવાનું ચાલુ રાખ્યું પૂ. નાગરદાસ બાપુજી વઢવાણથી મુંબઈ અને છેવટે મુંબઈથી વિરમગામ સ્વતંત્ર પ્રેકટીસ કરવા સ્થિર થયા. મારા પૂ. બાપુજીનો અભ્યાસ પૂરો થયો ત્યાં સુધીમાં તે રહેતા તે વિસ્તારમાં કોઈ ગુજરાતી ડૉક્ટર નહિ એટલે સારી પ્રેકટીસ શરૂ થઈ. આ સમયે અમારા પૂ મોટી બા (સાંકુબા).

ઉત્તર હિંદુસ્તાનની યાત્રાએ આવેલા તે કલકત્તા આવેલા. દરમ્યાનમાં મારા પૂ માતુશ્રી ગોમતીબા પણ બે એક વરસથી કલકત્તા રહેતા. પૂ. મોટીબાને ખૂબ ખૂબ દુઃખ વેઠી અમને મોટા કર્યા છે, પૂ. મોટીબાની તીવ્ર ઈચ્છા હતી કે મારા પૂ. બાપુજી ગુજરાતમાં પાછા આવે. માની ઈચ્છા પૂરી કરવા કલકત્તાના ઘણા સ્નેહીઓની સલાહ સાદર માન્ય ન રાખી પૂ. બાપુજી ગુજરાત આવ્યા.

ગુજરાતમાં છે ગુજરાતમાં પાટણ આવીને રહ્યા જ્યાં ખૂબ સફળ ડૉક્ટર થયા તે સમયે ભયંકર ઈન્ફલુએન્ઝાનો રોગ ચાળો દુનિયાના ઘણા ભાગની જેમ પાટણમાં પણ ફેલાયો હતો ગામમાં તે વખતે મારા પૂ. બાપુજી, બીજા ડૉ. ભુજંગીલાલ અને ત્રીજા ડૉ. આચાર્ય એમ કુલ ત્રણ ડૉક્ટર હતા. આ અરસામાં મારા પૂ. મોટાભાઈનો જન્મ મારા પૂ. ગોમતીબાના પિયર વઢવાણમાં ૧૩-૯-૧૯૧૯ ના રોજ થયો. મારા પૂ. બાનું પિયર ઘણું સમૃધ્ધ હતું.

એટલે જ્યારે તેમના લગ્ન ગરીબ ઘરના મારા પૂ. બાપુજી સાથે થયુ ત્યારે બાપુજી ખૂબ ધર્મવાળા અને શરીરે ગોરા અને મોઢા ઉપર ધર્મનું ઘણું જ હતું. મારા પૂ. માતૃશ્રીના દાદા પૂ. ભુદરભાએ તેમનું હીર પારખી આ લગ્ન કર્યા હતા. તેમની પરખ પ્રભુએ ધાર્યા કરતા ઘણી વધારે સાચી પાડી. બીજી તરફ મારા પૂ મોટા બાપુજી ડોં. નાગરદાસ ના લગ્ન રોજકા ગામના બા શ્રી પાર્વતી બા સાથે થયેલ. પૂ. પાર્વતીબા ખૂબજ રૂપાળા હતા.

શરૂમાં પૂ. મોટા બાપુજી લીંબડી હતા. ત્યારે તેઓને સ્ટેટના ડૉક્ટરના કારણે રાજદરબારમાં સંબંધ હતો. ત્યાં કોઈ અંગ્રેજ બાઈ હતા તે પણ પૂ. પાર્વતીબાના રૂપ, રંગ, પ્રતિભાથી નવાઈ પામતા. પૂ. મોટાબાપુજી વઢવાણ સ્ટેટમાં આસીસ્ટંટ મેડીકલ ઓફિસર થયા તે અરસામાં મૂળી નજીક એટલે તેમને પૂ. અમુ ધર્મકિશોરદાસજી પુરાણી સાથે હેત થયેલું. આ સંત ખૂબ વિદ્વાન અને અણીશુદ્ધ વર્તન વાળા હતા.

પૂ. અ મુ ધર્મકિશોર દાસજી અવારનવાર પૂ મોટા બાપુજીને બાપાશ્રી તથા પ. પૂ. અ.મુ. સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીની વાતો કરતા આ સદ્દગુરુ બાપુજીના માથે હાથ મૂકી જેમણે આવો ચંદનના ઝાડવા કહ્યુ હતુ તે યોગેશ્વર સદગુરુ સ્વામી ગોપાળાનંદ સ્વામીના શિષ્ય પૂ. અમુ નિર્ગુણદાસજી સ્વામીના શિષ્ય અને બાપાશ્રીના જમણા હાથ જેવા સમર્થ હતા. શ્રીજી મહારાજની ઈચ્છા અકળ છે. બહારથી યોગાનુયોગ અને અકસ્માત લાગે પણ તેમની મરજી વિના તરણું પણ તુટતુ નથી.

એવી વિરલ ઘટના આ પ.પૂ. અમુક સદગુરુ ઈશ્વરચરણ દાસજીની એક દાઢ પાડી નાંખવી પડે તે નિમિત્ત બની. સંવત ૧૯૬૮ની સાલમાં આ સદગુરુ પૂ. મોટાબાપુજી પાસે આવ્યા. પુ મોટા બાપુજીએ વિનયપૂર્વક કહ્યું કે “આ દાઢ કાઢી નાંખવી પડે તેવું છે.” સદગુરુ કહે “તો કાઢી નાખો.” પૂ મોટા બાપુજી ઈથર સ્ટે લઈને આવ્યા છે છાંટવાથી દાઢ કાઢતા દુઃખાવો ઓછો થાય. સદગુએ આ છાંટવાની દવા વિશે પુછ્યું તો પૂ. નાગરદાસ બાપુજીએ તેના ગુણધર્મો સમજાવ્યા.

આ મહાન આત્મનિષ્ઠાવાળા સદગુરુ કહે “તેનું કાંઈ નહી એમને એમ ખેંચી કાઢો.” પૂ. મોટા બાપુજીએ આજ્ઞા માથે ચઢાવી શ્રી હરિની દિવ્ય સ્મૃતિએ સહિત દાઢ ખેંચી કાઢી. દાઢ સડી ગયેલી હતી મૂળ ઊંડા હતા પણ આ સંતે ઉંહકારો પણ ન કર્યો. આવી આત્મનિર્ધા જોઈ પૂ. મોટાબાપુજીનો જીવ આ સંત સાથે જોડાઈ ગયો.

બાપાશ્રીએ કહ્યુ છે કે લાખો કરોડો જન્મ ધરો અને સત્સંગ કરો તેનાં કરતાં આ એક મિનિટ નો જોગ અધિક છે. આ દાઢનું નિમિત્ત કરી આ સદ્દગુરૂએ આખા આદેશરા કુટુંબને ચૈતન્યની ઘણી ઉંચી ભૂમિકામાં મૂકી દીધુ દરમ્યાનમાં આ અગાઉ પૂ પાર્વતીબાને સંવત ૧૯૬૩ માં પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ જેમનું નામ શાંતિલાલ. પૂ પાર્વતીબેન ક્ષય થયો. તે વખતે ક્ષયનાં કોઈ સચોટ ઈલાજ નહિ. શાંતુભાઈ એક વરસના હતા ત્યારે તેમના દેહત્યાગ વખતે કોઈ બહેન શાંતુભાઈને લઈને આવ્યા. અને હેતથી કહ્યુ “પાર્વતી શાંતુભાઈની ચિંતા ન કરીશ.”

તે વખતે પાર્વતીબા આંખ તારવી ગયા અને દેહ પડી ગયો. આ કારણે અને હજી કુટુંબના થોડાક આધ્યાત્મિક વળાંકો બાકી હતા એટલે તેમની અવગતિ થઈ. પૂ મોટાબાપુજીનું બીજું લગ્ન સાયલાના પૂ. કાશીબા સાથે થયું. પૂ. કાશીબા આ લોકની રીતે સ્વ. પાર્વતી બા કરતા ઘણાં ઓછા હોશિયાર હતા. પૂ મોટા બાપૂજી હવે છેવટ વિરમગામ સ્થિર થયા. સ્વતંત્ર પ્રેકટીસ શરૂ કરી. આ અરસામાં કાંઈક ઓછી બુદ્ધિના કારણે પૂ કાશીબાના દેહમાં પાર્વતીબા પ્રવેશ કરે ત્યારે વધારે ધમાલ કરે છે તે તેમના બોલવા ઉપરથી ખ્યાલ આવ્યો.

કુટુંબ આખુ સત્સંગ ના રંગે રંગાયેલુ છતાં હજુ શ્રીજી મહારાજ આવી કોઈ ઘટના બનવા ન દે એટલા પગથીયા ચડવાના હતા. પ્રગટ હરિ મળે પછી કુટુંબ ફરતી સ્વામિનારાયણ રેખા દોરાઈ જાય જેમાં આવો કાંઈ ઉપદ્રવ ન થઈ શકે આ રેખા હજી દોરાઈ નહોતી. આ પૂ. કાશીબાને એક પુત્ર થયો જે દેહ મૂકી ગયો. ત્યાર પછી તેમને ગંભીર મંદવાડ થયો. આ વખતે પૂ મોટા બાપુજીએ કથા, વાર્તા, કીર્તનનો અખાડો ચાલુ રખાવ્યો.

થોડા સમય પછી “સર્વે સખી જીવન જોવાને ચાલો” તે કીર્તનની છેલ્લી કડી “હાથેવાળો હરિ સંગાથે કીધોરે ભૂમાનંદ કહે જન્મ સફળ કરી લીધાં રે” તે લીટી માં ત્યાં પૂ. કાશીબાનું મોટું મરક્યુ ને દેહ પડી ગયો. હવે કાંઈક શુભ પ્રસંગ આવે ત્યારે કોઈ વાર કોઈના શરીરમાં પાર્વતીબા આવે તો કોઈ વખત કાશીબાનું નામ બોલે. પૂ. મોટા બાપુજીએ પૂઅ.મુ પુરાણી ધર્મકિશોરદાસજી ને આ વાત કરી. ત્યારે તેઓએ કહ્યું કે “કચ્છથી અબજી બાપા આવવાના છે.

ત્યારે હું તમને સંદેશો કહેવરાવીશ. તમે આવજો અને બાપાશ્રી તમારું આ દુઃખ જરૂર ટાળશે.” સંવત ૧૯૭૨માં બાપા જ્યારે મૂળી પધાર્યા ત્યારે મૂળીમા લીંબડીના દિવાન ઝવેરભાઈ તથા કારભારી મેઘજીભાઈ આવ્યા. તે સમયે સંતો હરિકૃષ્ણ મહારાજનો મોટો હાર લઈને આવ્યા. મેઘજીભાઈને થયું કે લોકના વ્યવહાર આ હાર બાપા ઝવેરભાઈ દિવાન સાહેબને પહેરાવે પણ તે મને પહેરાવે તો અંતર્યામી મોટા પુરૂષ ખરા.

બાપાશ્રીએ હસતા હસતા હરિભક્તોને કહ્યું કે મેઘજીભાનો સંકલ્પ છે માટે આ હાર તેમને પહેરાવીએ. આ દિવસે જ પૂ. અ.મુ પુરાણી ધર્મકિશોરદાસજી સ્વામીનો સંદેશો મળેલ એટલે પૂ. મોટા બાપુજી મુળી આવી ગયા. ધર્મકિશોરદાસજી સ્વામીએ બાપાશ્રીને વાત કરી કે આ ડૉ. નાગરદાસભાઈ સારા સત્સંગી અને સેવાભાવી છે. તેમના કુટુંબમાં બે જીવની અવગતિ થઈ છે તો કૃપા કરી તેઓનો મોક્ષ કરો.

બાપાશ્રી મંદિરમાં હરિકૃષ્ણ મહારાજ રાધાકૃષ્ણ ની મૂર્તિ પાસે નાની સભા કરી બેઠા હતા. બાપાશ્રીએ આંખો મીંચી કહ્યું બીજા પત્ની તો ઘામમાં ગયા છે. એક પહેલા પત્નીને જ ધામમાં મોકલવાના છે. આમ કહી બાપાશ્રીએ યુન્ય શરૂ કરાવી હાથમાં પાણી લીધું ત્યાં તેમની આંગડી ઉપર એક માખી આવી બેઠી. બાપાશ્રી હસતા હસતા કહે “નાગરદાસભાઈ આ તમારા પહેલા પત્ની જુઓ હવે ધામમાં મોકલી દઈએ છીએ” આમ કહી પોતાની હથેળીમાં જળ હતુ તે માખીને છાંટયુ ત્યાં માખી અદૃશ્ય થઈ ગઈ.

બાપાશ્રી કહે કે નાગરદાસભાઈ “સ્વામિનારાયણના ઘેર આવા કામ થાય છે” કાલે મૂળી મંદિરમાં રસોઈ દઈને જજો. કાશીબા ધામમાં ગયા પછી પૂ. નાગરદાસબાપુજીનું ત્રીજુ લગ્ન વડનગરના ધોળકિયા કુટુંબના પૂ મોંઘીબા સાથે થયું. આ રીતે શ્રીજી મહારાજની ઈચ્છાથી આશરે દશ વરસના ગાળામાં ત્રણ લગ્ન થયા.

પૂ. મોંઘીબાને પ્રિયંકાંતભાઈ (પુત્ર), ગુણવંતીબેન (પુત્રી), પુષ્પાબેન (પુત્રી) એમ બે પુત્રી થયા. શાંતુભાઈનો જન્મ સંવત ૧૯૬૩ અને પ્રિયકાંતભાઈનો જન્મ સંવત ૧૯૭૩. આ ઘટના પછી બન્ને બાપુજીને વિરમગામ બહેનોને મંદિરના સાંખ્યયોગી બા પૂ નાથાબાએ બાપાશ્રીનો ખૂબજ મહિમા કહ્યો.

તેમણે કહ્યું કે શ્રીજી મહારાજે પોતાની ઈચ્છાથી આ પોતાના સંકલ્પ મૂર્તિને મોકલ્યા છે.” બંને બાપુજી અમદાવાદ પ.પૂ. સદગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી સ્વામી પાસે આવ્યા અને સાષ્ટાંગ દંડવત કરી આ વાત કરી. સદગુરુ કહે, “તે સાંખ્ય યોગી બા કહે છે તેમજ છે.” બંને બાપુજીને આ વાત સોસરી નીકળી ગઈ. પોતાની પ્રાપ્તિની વાતથી હૈડે હરખ ન માય મારી બેની જેવું થઈ ગયું દુઃખના દરવાજા બંધ થઈ ગયા, સુખના દરવાજા ઉઘડ્યા. હદ્યાકાશમાં અધોઉર્ધ્વ પ્રમાણે રહિત શ્રી હરિને પ્રકાશ છવાઈ ગયા.

Conclusion

આ ઘટના પછી આદેશરા કુટુંબમાં ગમે તે રીતે દેહ પડ્યા હોય તોય કોઈની અવગતિ થઈ નથી. કોઈ વાર કોઈ દૂરના કુટુંબી જનોને કાંઈ તકલીફ હોય અને અમારા તપની મૂર્તિ જેવા પૂ. સાંકુબા પાસે આવે ત્યાં તો બળુ છુ બળ છું. કરીને ભાગે. આ લોકના સુખ કે દુઃખથી પર બાપાશ્રીએ અમને બાપાશ્રી તથા તેમના સદગુરુ વગેરેએ અનંત સુખના અધિકારી બનાવ્યા. કસણી થઈ પણ ચૈતન્યની ભૂમિકા ઘણી ઉંચી થઈ ગઈ. સુખના સમુદ્રમાં અમે ઝીલતા થઈ ગયા.કાંઈ બાકી ન રહ્યું. અમારૂ અસ્તિત્વ શ્રી હરિમાં સમાઈ ગયું. એક શ્રી હરિ રહ્યા પ્રભુજીની મૂર્તિ સાથે યોગ થયો એટલે અષ્ટાંગ યોગ વગર સાથે સધાઈ ગયો.

Leave a Comment