લેખક નું નિવેદન ગુજરાતી વાર્તા (Author’s statement Gujarati Story)

By

લેખક નું નિવેદન ગુજરાતી વાર્તા ખુબ જ સરસ છે અને મને વિશ્વાશ છે કે તમને બધા ને વાંચવા ની જરૂર મજા આવશે. સૌ પ્રથમ કોઈ પણ કહાની લેખક વિચારે છે અને પછી તેને આપડી સામે પ્રસ્તુત કરવામાં આવે છે.

લેખક નું નિવેદન

એક ચાઈનીઝ પેઈન્ટરે એક નાના પંખીનું ચિત્ર દોરવાનું નક્કી કર્યું. તેણે એક ઝાડનું મોટું થડ ચિતર્યુ ઝાડની એક ડાળી ચિતરી એક ડાળ ઉપર એક નાનકડું પંખી ચિતર્યું. પશ્વાદ ભૂમિમાં સુંદર વિશાળ આકાશ ખૂબજ જહેમતથી રંગો પસંદ કરી દોર્યુ. કોઈ પ્રેક્ષકે પૂછ્યું “આવડા નાના પંખી માટે આવડું મોટું ચિત્ર, વિશાળ આકાશ વગેરે જહેમત કરી રચ્યું તેનું શું કારણ? પેઈન્ટરે કહ્યું પંખીને ઉડવા આજુ બાજુ ઉપર નીચે, જગા તો જોઈએ ને?”

આ પુસ્તક “ચંદનના બે ઝાડવામાં” સેંકડો પાત્રો આવે છે. સદા સ્મરણીય તપની મૂર્તિ જેવા પૂ. અ.મુ. સાંકુબા જેમને બાપાશ્રી “મા” કહેતા, જેમના પરિવારને બાપાશ્રી મારું કુટુંબ કહેતા. એવી અમારા કુટુંબની ભાગ્યશાળી દીપમાળામાં ઘણાં દીવડા પ્રભુના દિવ્ય વ્હેણમાં તરતા મૂક્યા.

કોઈ લાંબા અંતર સુધી તરતા ગયા અને કોઈ વહેલા બુઝાયા પણ શ્રીજી સંકલ્પ મૂર્તિ બાપાશ્રીએ સૌને પમાડ્યા, જોડાવ્યા અને યોગ કરાવ્યો શ્રી હરિ સાથે એક વખત શિક્ષણ ક્ષેત્રે પ્રેરણા આપનાર અને વઢવાણ શહેરની સેવા કરનાર અમુ ડૉ બાલકૃષ્ણ (બિપીનભાઈ) પુરૂષોત્તમદાસ સ્વદાસનું બહુમાન કરવા વઢવાણ મૈિત્ર મંડળે તેમને મુંબઈ પધારવા હેતથી આમંત્રણ મોકલ્યુ મુંબઈમાં અમારા કુટુંબ પરિવારનો સમુહ ઘણો મોટો છે. એટલે સૌ આ પ્રસંગે હાજર રહ્યા કદી ના આવે તેવા પ્રવૃત્તિ વાળા પણ આવ્યા આ સન્માન સમારંભ પતી ગયા પછી આદેશરા કુટુંબ પરિવારની સભા થઈ જેમાં ડૉ. બી.પી. સ્વદાસે અમારા કુટુંબના ઈતિહાસની વાતો કરી સૌ ખૂબજ રાજી થયા.

સૌ લેવા આવ્યા હતા તેથી વધારે લઈને પામવાની આશા હતી તેના કરતા વધારે પામીને, પોતાની જાતને વધારે સારી રીતે ઓળખીને વીખરાયા. આ વાત જાણ્યા પછી મારે અમુ બિપીનભાઈ સ્વદાસ સાથે વાત થઈ એટલે કહે કે મુંબઈમાં પ્રવૃત્તિનો અતિરેક છે એટલે પોતાનો આધ્યાત્મિક ખજાનો જોવાનો, સમજવાનો, તેનું મુલ્યાંકન કરવાનો કોઈને સમયજ નથી. આમાંથી મને વિચાર આવ્યો કે આ માહિતી પુસ્તકાકારે છપાય તો ધીરે ધીરે લખ્યું વંચાય, બાળપણથી ઘડપણ સુધીમાં ઘણી વખત એકલું લાગે છે જીવનમાં શુન્યાવકાશ સર્જાય છે.

ત્યારે આ માહિતીથી શાંતિ થાય, હદયમાં અજવાળા થાય અને પ્રવૃત્તિએ ઢાંકી રાખેલા પોતાના આધ્યાત્મિક ધન જોઈ અંતઃકરણમાં પ્રભુની આરતી ઉતરે, ઝલર વાગે, ધૂન થાય અને ધન્ય બનાય. કિશોર અવસ્થામાં પૂ અમુ નારાયણભાઈ પપૂ. અમુ મનસુખભાઈ સાથે ફરતા ધર્મનું તેજ હતું. મધુર વાણી હતી. વાણીમાં સચ્ચાઈ હતી. એક વખત આ બન્ને મુક્તો વિરમગામ પૂ. અમુ નાગરદાસ બાપુજીને ત્યાં ગયા.

ત્યાં ઘરના ચોકની દિવાલ પાસે થોડા છોડ હતા. જેમાં દાડમડી પણ હતી. પૂ. અમુ ભાઈ કહે આ દાડમડીના કેવા ભાગ્ય કે પૂ. અમુક ભાઈ નાગરદાસ બાપુજી જેવા મુક્તના ખપમાં આવે છે. આ રીતે આ બંને મુક્તો જોરાવરનગર ગયા ત્યારે અમુક ડૉ. શાંતુભાઈને ત્યાં જમતી વખતે પૂ અબુ ભાઈ પ.પૂ. અમુ મનસુખભાઈના ભાણામાંથી પ્રસાદ લેવાનો આગ્રહ રાખે. થોડી દિવ્ય અને મધુર રકઝક પણ થાય.

વઢવાણ તો પૂ, અમુ મનસુખભાઈના ઘર જેવું જ હતું. મારા પૂ. બાપૂજીને પ.પૂ અમુ મનસુખભાઈ ઘણો મહિમા અને દિવ્યાનુભવો થયેલા. આ મુક્ત ૫ અમુ નારાયણભાઈને મારા પૂ. બાપુજી સાથે પિતાતુલ્ય હેત કરાવ્યું અને તેમની ભલામણ કરી. પૂ અમુ નારાયણભાઈ આ કારણે કહેતા “હું તમારો મોટો ભાઈ છે.”

અને અસૌ. ઈન્દુબેનને કહ્યું “બ નો સાચો દીકરો હું છે.” અને પરાણે જમાડીને રૂા. ૧૦૧ આપ્યા. અબુ નારાયણભાઈ સાથે વઢવાણ શહેરની ખૂબજ જુની દાજીરાજ હાઈસ્કૂલમાં હું સને ૧૯૩૪માં પહેલી અંગ્રેજીમાં આવ્યો. પૂ.અમુ ભાઈ બીજી અંગ્રેજીમાં આવ્યા અને તે જ સાલમાં નાનપણમાં બે ધોરણ સાથે પાસ કરી. પંદર વરસની ઉંમરે પૂ. અમું લાભુભાઈ મેટ્રીક પાસ થયા. ૫ અબુ ભાઈ ૧૯૪૦ ની સાલમાં પ્રાંગધ્રા ગયા.

અમારે ૧૯૩૪ થી ૧૯૩૯ ના પાંચ વરસના ગાળામાં લગભગ મંદિર સાથે જવાનું રોજ બનતું અમારી સાથે અમુ ડૉ. કેશુભાઈ માંડલીયા જે હાલ અમેરિકા કે તેમના મોટાભાઈ અબુ વાડીલાલભાઈ પણ હંમેશા સાથે રહેતા. આ રીતે જુદા પડ્યા પછી પણ અમુ ભાઈને મારે કોઈને કોઈ નિમિત્તે અવારનવાર મળવાનું થતું. સને ૧૯૪૯માં બીજા વિશ્વ યુદ્ધમાં કેમીકલ્સના ઘણા કારખાનાઓનો નાશ થયેલો એટલે લેબોરેટરીમાં કેમીકલ્સની પણ ખોટ હતી. ફક્ત ગુજરાત કોલેજમાં જ વિજ્ઞાનના વિદ્યાર્થીઓની પ્રેકટીકલ્સ પરીક્ષા માટે પૂરતો જથ્થો હતો.

આ કારણથી પ્રેકટીકલ્સ માટે સૌને અમદાવાદ ગુજરાત કોલેજમાં આવવું પડતું. પૂ. અબુ ભાઈ આ રીતે અમદાવાદ સને ૧૯૪૯ આવ્યા ત્યારે થીઅરીની આર્ટસ વગેરે પરીક્ષાઓ પતી ગયેલી એટલે પૂ. અમુભાઈ માટે હોસ્ટેલમાં ઘણી રૂમો ખાલી હતી તેમાં રહેવાનો તથા અમારા નોકર પાસે પાણી ગળવાનું તેમજ તેમનું કામ ચીવટથી પાસે રહીને કરાવ્યું. તે વખતે પૂ. અમુ બળદેવભાઈ શેઠની પ્રીતમનગર પાસે આવેલી ૧ જૈન સોસાયટીમાં જમવાની વ્યવસ્થા કરી હતી પૂ. અમુ શેઠ અને તેમના પત્નિ પૂ. અમુ હીરાબાને મારા પ્રત્યે ઘણું હતું અને મને મસ્તરામ કહેતા.

સત્સંગી પોતાના બંગલે જમે તેમાં તે ખૂબજ રાજી થતા. આથી પૂ. અમુભાઈને મારી સાથે જ જમવા લઈ જતો. અવરભાવ અને પરભાવના માટે પૂ. અમુભાઈ સાથે ઘણા સંભારણા છે. જેમાંથી મેં જાતે અનુભવેલા મારા ખાસ દિવ્ય સંસ્મરણો મે મારા નાના પુસ્તક “ધેયના ધ્યાની સૌના ભાઈ” માં લખ્યા છે. પૂ આ મુ ભાઈએ મને એક વખત કહ્યું “પૂ. બાપુજીનું જીવન ચરિત્ર લખો” અને આ મુક્તના લાક્ષણિક આંખોના ભાવ, હેત અને મહિમાથી કહ્યું “ખુબ પ્રેરણાદાયી થાય.’

અમારા કુટુંબમાં બન્ને બાપુજી અને તેમના પરિવારના અનુભવો જુદા પાડી એકલા પૂ. અ.મુ મણિલાલ બાપુજીનું જીવન ચરિત્ર લખવું શક્ય ન હોતું, યોગ્ય નહોતું અને પૂરી માહિતી આપી શકે તેવું નહોતું. મારા પૂ. બાપુજીના પોતાના હસ્તાક્ષરની નોંધ, અમુ ડૉ. જયંતિભાઈ નાગરદાસ પૂ. બાપુજી પાસે પૂ. અમુ મોટા બાપુજી ધામમાં ગયા પછી ઘણા વરસો સાથે રહ્યા ત્યારે તેમની પાસે લખાવેલી નોંધ, અમુ ડૉ. બિપીનભાઈ સ્વદાસ પૂ અમુ મોટા બાપુજીની પૂત્રી પૂ. અ મુ ગુણુવ્હેનના પૂત્ર તરીકે, અમારા વઢવાણના ઘેર રહી વાંચતા અને પૂ. અ.મુ. બાપુજી લખાવે તે નોંધ કરતા આ ઉપરાંત કુટુંબમાં પત્રો રૂપે, જાત માહિતી રૂપે જે કાંઈ માહિતી મળી તેનું સંકલન કરવા પૂ આ મુ લાભુભાઈએ મહત્વનું સંકલન કર્યું અને સાથે સાથે આ સંકલન વિસ્તારમાં વ્યવસ્થિત લખાય તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી.

કુટુંબમાં પૂ. બા બાપુજીની નિષ્કામ ભાવે સેવાનો લાભ મને અમદાવાદમાં રહેવાથી વિશેષ મળ્યો આ બધા રંગો ભેગા કરી બન્ને બાપુજીનું દિવ્ય વાંગમય સ્વરૂપ (વાણી રૂપે મૂર્તિ) રચવાનું ભાગ્ય મને સાંપડ્યુ શ્રીજી મહારાજની અકળ રીતે પૂઅ.મુ ભાઈ પૂ. અ.મુ. લીલાબહેન, પૂ આ મુ મનસુખભાઈના ભત્રીજાનો પરીખ પરિવાર, ગાંધી કુટુંબનો દિવ્ય પરિવાર જેની સાથે અનંતકાળથી ભેળા હોઈશું અને સહાય ભેળા રહેવાનું છે તેવા જીવના સગામાં પટેલ કુટુંબ પરિવાર પરદાતાની કુટુંબ પરિવાર વગેરેને ભેળા રહેવા મળ્યું. પૂ. અમુ ભાઈ સાથે મારે સને ૧૯૩૪ થી ૧૯૯૭ સુધીનો દિવ્ય સંબંધ તેમની ભાષામાં કહું તો તાણા-વાણાની જેમ રહ્યો છે.

પૂ. આ મુ ભાઈના દિવ્ય ચરિત્રો અને સંકલ્પ ન થાય તેવા અવરભાવના પ્રસંગો મેં લખ્યા છે પજ્ઞ આવા મુક્ત દ્વારા મહારાજ તમારી કસોટી પણ કરે છે તેમ સંકલ્પ થાય તેવા મનુષ્ય ચરિત્રોમાં મને કહી મોહ થયો નથી આથી ભાઈ મને કહેતા તમે નિર્વિકલ્પ છો, તમે મારી અતિ નિકટના છો. આ સિવાય મેં જે જે માગ્યું તે બાપાશ્રીએ આ મુક્ત દ્વારા મને આપ્યું છે.

કાંઈ અધુરુ નથી. એક સગપણે મારા પૂ. અ. મુ પુરીમાસીના પુત્ર અને બીજા સંબંધ મારા પૂ. અ. મુ મોટાભાઈ ડૉ. શાંતિલાલ નાગરદાસ આદેશરાના જમાઈ અમુ ડૉ. કેશવલાલ અમૃતલાલ માંડલીયા મારા પૂ. બાપુજીને એક સંત પુરુષ તરીકે જીવન ભર માનતા, તે મને કહેતા કે તમારો પગાર હજાર રૂપિયા વધે અને મારો પગાર પણ એટલો જ વધે તો પૂ આ મુ મણિલાલ બાપુજી સરખા રાજી થાય તેવા મહાત્મા હતા. તેમના શબ્દોમાં કહું તો, મનસિ એકમુ, વસિ એકમ કાર્યમેકં મહાત્માનામ. અમુ ડૉ. કેશુભાઈએ કુટુંબીજનો, સ્વજનો અને પૂ. અ.મુ. સોમચંદભાઈની જે સેવા કરી છે તેનો જોટો મળવો મુશ્કેલ છે એટલે તેમને હું કર્મયોગી ડૉ. કેશુભાઈ કહું છું.

આ પુસ્તકમાં સાલવાર અનુક્રમ સાચવ્યો નથી કારણકે એમ કરતા પ્રસંગનું સાતત્ય (Link) તૂટી જાય. કોઈ મહત્વના પ્રસંગો કદાચ રહી પણ ગયા હોય તો તે બદલ એવા મુક્તોની અને તેમની નિકટના કુટુંબીઓની શ્રી હરિજીની તિએ સહિત સવિનય ક્ષમા માંગુ છું. પુસ્તકનો વિસ્તાર મોટા ગ્રંથ જેવડો થાય તો આજે વાંચન ઘટતું જાય છે તે દૃષ્ટિથી શક્ય તેટલું સંક્ષિપ્ત રાખ્યું છે.

આ છે બે ચંદનના ઝાડવાની વાત….બાપાશ્રીના આશીર્વાદમાં દીકરા, દીકરી, જમાઈ, સગા,સગાના સગા સહુ આવી જાય છે. આ ચંદનના વનમાં આદેશરા, ચોકસી, સુવર્ણકાર, ભટ્ટ, કુકડીયા, સવાયા કુટુંબી અમુક રામકૃષ્ણભાઈ સામૈયા પરિવાર, વલ્લભ વિદ્યાનગરનું મુક્ત મંડળ, વગેરેનું મોટું વન છે, ચંદનમાં વનની સુગંધ છે.

આવા બન્યા પછી ધર્મ ભક્તિ અને ધર્મ ભક્તિના પુત્ર ઘનશ્યામ મહારાજને હૃદયમાં પધરાવવા ચોખ્ખું સિંહાસન બનાવવાની જવાબદારી છે. મારા અભ્યાસમાં ડૉક્ટરી વિષયો જેવા કે શઝીયોલોજી, ફાર્માકોલોજી, ટોક્સીકોલોજી તથા બાયોકેમીસ્ટ્રીમાં હું પહેલો આવેલો, આ કારણે પૂઆ મુ નારાયણભાઈ મને ઘણી ઘણી રીતે આ બાબત સેવા આપતા, ગુણધર્મો પુછતા. આ જ્ઞાનની અસર આ પુસ્તકમાં કાંઈ કાંઈ સંતોને મુક્તોમાં કેવળ અવરભાવની દષ્ટિએ ગોઠવી છે.

પરભાવમાં અનાદિ મુક્તો ને ૫.પૂ. અમે મુનિસ્વામી કહેતા તેમ પેટ નથી, વાંસો નથી, ભૂત નથી ભવિષ્ય નથી, અને વર્તમાન પણ નથી આ સંત ચૈતન્યની સર્વોચ્ચ ભૂમિકામાં વિચરણ કરતા આવી અલમસ્ત વાણી બોલતા. આવા સંતો ને મુક્તોની સેવા મોટું ભાગ્ય અને સંકલ્પ કરે તે મૂળગેથી જાય. આ પુસ્તક ચંદના બે ઝાડવા પુસ્તકના પ્રકાશન હક્કો અમુક ડૉ. નાગરદાસ ખોડીદાસ આદેશરા તથા અમુ ડૉ. મણિલાલ ખોડીદાસ આદેશરાના પુત્ર – પુત્રી પરિવારને આપું છું.

આમાં બીજી કોઈ વ્યક્તિને પુનઃ પ્રકાશન કરવું હોય તે આ પરિવારમાંથી કોઈની લેખિત સંમતિથી પુસ્તકના લખાણમાં કોઈ પણ ફેર ફાર કર્યા વગર કરવાની છૂટ છે. આ પ્રકાશન કાર્યમાં તન-મન-ધનથી જે જે મુક્તોએ સેવા કરી છે તેમાંથી ઘણા ની ઈચ્છા પોતાના નામો લખવાની નથી. જેમને હું ક્ષણવાર પણ રેઢા નથી મુક્તો. તે શ્રીજી સંકલ્પ મૂર્તિ બાપાશ્રી દ્વારા હરિકૃષ્ણ મહારાજ તેમના ઉપર પ્રસન્નતાનો મુશળધાર વરસાદ વરસાવે તેવી પ્રાર્થના છે.

આ સૌ ના જીવનમાં બાપાશ્રી “જય જય સુખકારી” ની આરતીનું જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં અખંડ ગુંજન કરાવે, મૂર્તિ સાથે આવો યોગ કરાવી અષ્ટાંગ યોગ વગર સાધને સિધ્ધ કરાવે તેવી ગદ્ – ગદ્દ કંઠે પ્રાર્થના છે. આ પુસ્તક ચંદનના બે ઝાડવા એવા પૂ.અમુ નાગરદાસબાપુજી પૂ, અમુ મણિભાઈ બાપુજી, જેમણે અમને કુટુંબ કહ્યું તે અબજી બાપાશ્રીના અંગભૂત દિવ્ય પરિવાર, જેમણે આ પુસ્તક લખવાની પ્રેરણા કરી.

Summary

તે પૂ. અમુ નારાયણભાઈ તથા જેમના દેહત્યાગ પછી ચરોતર વિધામંડળના પ્રમુખે ગદ્ ગદ્ કંઠે અવચિન ઋષિ કહ્યા તે અમુડોં. બાલકૃષ્ણ (બિપીનભાઈ) પુરુષોત્તમદાસ સ્વદાસ વગેરે અને કુટુંબના ૫.પૂ. મોટીબા, બાપાએ દીકરીઓ કહી તે બન્ને પૂ. બા અને પૂ ભાભુ વગેરને બાપાશ્રીની મનોમન આરતી ગાતો “અગણિત સંતો ને મુક્ત ધામ થકી લાવ્યા” ખુમારીથી, કફથી અને દિવ્ય આનંદપૂર્વક અર્પણ કરું છું લી. સત્સંગના દાસાનું દાસ કાશીરામ મણિલાલ આદેશરાના સૈ દેહના અને જીવના સગાને કોટન કોટિ સાષ્ટાંગ દંડવત પ્રણામ સહ જય શ્રી સ્વામિનારાયણ.

Leave a Comment