બાપા- ગુજરાતી નૈતિક બાળવાર્તા ભાગ 1 (Bapa Gujarati Moral Stories For Kids Part -1)

By

નમસ્તે મિત્રો, આપ સૌનું In ગુજરાતી બ્લોગ માં સ્વાગત છે. આજ અપણે ગુજરાતી નૈતિક બાલવાર્તા (Gujarati Moral Stories For Kids) જોવાના છીએ. આશા રાખું છું કે તમને આ બાલવાર્તા જરૂર ગમશે.

બાપા- ગુજરાતી નૈતિક બાળવાર્તા ભાગ 1

સંવત ૧૯૮૧-૮૨ ના અરસામાં કોઈક મોટા ભાગ્યવશાત અમો કુટુંબસહ સરસપુર મંદિર આવ્યા. બાપાશ્રી સરસપુર મંદિરમાં હતા. બાપાશ્રી દિવસના નાહીને સદ્ સ્વામી ઈશ્વરચરણદાસજી સ્વામી સાથે મંદિરની અંદર જઈ રહ્યા હતા. આ વખતે અમે ઘોડાગાડીમાંથી ઉતરતા હતા તે બાપાશ્રીએ જાળી માંથી જોયું. બાપા સદ્દગુરૂને કહે, સ્વામી તમે અંદર જાવ અમારૂ કુટુંબ આવ્યું.

પૂ. અ.મુ. હરિજીવનદાસજી સ્વામી, પૂ. અ.મુ. નારાયણભાઈ આ લોકમાંથી અદૃશ્ય થયા પછી કોઈક નિમિત્તે સભામાં સ્વામિનારાયણ ડિવાઈન મિશનના ઉપરના પુરુષોના મંદિરમાં પધાર્યા હતા. સ્વામીને આ સંસ્થાના યુવાન સેવકો ખુરશીમાં બેસારી ઉપર લઈ આવ્યા હતા.

આ સમયે સ્વામી ડિવાઈન મિશનના સિંહાસન પાસે બાપાશ્રીની મૂર્તિ (છબી) પાસે ખુરશી ઉપર બેઠા હતા ત્યારે મેં વિનયથી સ્વામીના ખોળામાં માથુ મૂકી દર્શન કર્યા. સ્વામીના શિષ્ય સ્વામી ધર્મજીવનદાસજી સ્વામીએ પૂ. અમે હરિજીવનદાસજી સ્વામીને પૂછ્યું. આમને ઓળખ્યા? સ્વામી રાજી થઈને બોલ્યા બાપાનું કુટુંબ સ્વામીની અવસ્થા આ વખતે આશરે સો વરસની હતી પણ હજી થોડી ઘણી સ્મૃતિ હતી.

બાપાશ્રી અમારા પૂ. મોટાબાને “માં” કહેતા બન્ને બાપુજી માટે કહેતા કે મારે બે દીકરાનથી પણ ચાર દીકરાઈ કાનજી, મનજી, નાગરદાસ અને મણિલાલ. મારા પૂ. ભાભુ મોંઘીબા અને પૂ. માતુશ્રી ગોમતીબાને બાપા મારી દીકરીયું કહેતા. મારૂ કાશીરામ નામ બાપાશ્રીને પાછું આ રીતે એક નાગરદાસ બાપુની નાની દીકરી નું નામ પાન બાઈ પાડ્યું જે બાપાશ્રીના સમકાલીન બાપાશ્રીના વિષે મહિવાવાળા સાંખ્ય યોગી બાઈઓ દ્વારા પાનબાઈ ના બદલે પુષ્પા પાડ્યું હતું મારા મોટાભાઈ (મોટા બાપુજીના દીકરા) શાંતિભાઈના પુત્ર માધુભાઈનું નામ પણ બાપાશ્રીએ પાડ્યું હતું. માધુભાઈના માતુશ્રી નું નામ શાંતા હતું.

બાપા કહે શાંતિ કહીએ તો શાંતા અને શાંતિલાલમાં ગોટાળો થાય એટલે પૂ. ભાભીનું નામ શાંતા માંથી બાપાશ્રીએ રૂક્ષમણી પાડ્યું હતું. આ રીતે બાપાશ્રીએ આખા કુટુંબના માથાના મુગટની જેમ અમારા ઉપર આવા દિવ્ય સંભારણા કરી મૂશળધાર આશીર્વાદ વરસાવ્યા.

જનમ્યા ત્યારથી જ બાપાશ્રીએ મૂર્તિમાં રાખ્યા આ અમારૂ કાયમનું સરનામું અવરભાવમાં ઘણાં વિસ્તારોમાં રહ્યા ત્યાં સરનામાં બદલાયા પણ બાપાશ્રીએ અનંતકાળ સુધી કદી ન બદલાય તે સરનામું મૂર્તિ કરી દીધું. આ અમારૂ નિશાન આ અમારી કાયમી મુકામ શ્રીજી સંકલ્પ મૂર્તિએ લાખો, કરોડો, જન્મ ધરો અને સત્સંગ કરો તેવી પ્રાપ્તિ એકજ દિવ્ય ક્ષણમાં કરી દીધી. હવે ચાલતી વાત કરીએ તો પૂ. અમુ કાનજીબાપા તથા પૂ. અમુ રામજીભાઈની આંખની સારવાર માટે બાપાશ્રી અમદાવાદ પધાર્યા.

બાપાશ્રી પૂ. અમુ શેઠશ્રી બળદેવભાઈ પરીખની મિલમાં રહેતા અને તેમની મોટરમાં હરિભક્તોને દર્શન સમાગમનું સુખ આપવા સરસપુર ૫ધારતા સેંકડો હરિભક્તો દર્શનનો લાભ લેવા આવતા. આ બાજુ અમુ કાનજીબાપા તથા અમુ રામજીભાઈની આંખોની સારવાર ચાલે અને બીજી બાજુ બાપાશ્રી વિરમગામ, મણિપરા, કારિયાણા, માંડલ, પાટડી વગેરે ગામો ગામ ફરી સૌને સુખિયા કરતા. પાટડીમાં પૂ. અમુ નાગજીભાઈની સ્થિતિઅલૌકિક હતી અને બાપાશ્રીને વિષે હેત અને અસીમ મહિમા હતો. બાપાશ્રીની સાથે પૂ. અમુ આશાબાપા હોયજ. કોઈ વખત અમુ આશાબાપા કહે તમે દિવસ રાત કરો છો અને પોઢતા નથી તો થોડો આરામ કરો. બાપાશ્રી કહે હું આરામ કરીશ તો ૨સ્તે આવતા ઝાડ પાનનું કલ્યાણ કોણ કરશે ?

કોઈ વખત અમુ આશાબાપાને નિંદ્રા આવે તો ખીસામાં મરચાની ભૂકીનું પડીકું રાખી મૂકે તેમાંથી આંખમાં મરચું આંજે. બાપાશ્રી આ જોઈ ગયા એટલે વચા દેહ દેહની રીતે કામ કરે આંખમાં મરચાની ભૂકી આંજીશ તો આંધળો થઈશ.’ હવે બાપાશ્રી અમારા ઉપર અઢળક ઢળવા સંતોને મુક્તો સહિત વઢવાણ અમારા નિવાસસ્થાને પધાર્યા. વઢવાણનું અમારૂ ઘર નાથાવોરાની શેરીમાં હતું. અને ખૂબ સુંદર અને વિશાળ હતું.

આ નાથાવોરાની શેરીમાં પાણી છંટાવી પૂ. બાપુજી ની વિનંતીને માન આપી ઠાકોર સાહેબના કાકા શ્રી જાલમસિંહજીએ આઠ વ્યક્તિ બેસી શકે તેવી મોટી ભવ્ય ઘોડાગાડી મંગાવી. બાપાશ્રી સાથે સંતોમાં સ્વામી ઈશ્વરચરણદાસજી સ્વામી, સદ્ સ્વામી વૃંદાવનદાસજી સ્વામી, સદ્. સ્વામી ઘનશ્યામજીવનદાસજી સ્વામી તથા મૂળીના સદ્. સ્વામી ચેતવૈકુંઠદાસજી સ્વામી, સદ્ સ્વામી અમુ ભગવતસ્વરૂપદાસજી સ્વામી, સદ્દ સ્વામી ધર્મકિશોરદાસજી સ્વામી તથા અમુ સ્વામી ગોપીવલ્લભદાસજી સ્વામી હતા. હરિભક્તો માં અમુક ચતુરભાઈ, અમુ બહેચરભાઈ વગેરે હતા.

બાપાશ્રીને પૂ. બાપુજીએ કંકુના ઈડીયા પીંડીયાથી વધાવ્યા અને તે ઈડીયા પીંડીયા ચારે દિશામાં નાંખ્યા તે સેંકડો માણસો હતા તેમણે તેનું કંકુ હાથમાં આવ્યું તે લઈ લીધું. આ ઉપરાંત મારા પૂ. બાપુજી ના સસરા (અમુ ડૉ. બિપિનભાઈ સ્વદાસના દાદા) પાસે તૈયાર કરાવેલ સોના રૂપાના ફૂલથી બાપાશ્રીને ખૂબ ઉમળકાથી વધાવ્યા. આમાંથી થોડા સોના રૂપાના ફૂલ બાપાશ્રીની પાથમાં રહ્યા હતા.

તે ઘણો વખત દિવ્ય સંભારણા તરીકે રહ્યાં. બાપાશ્રીને દંડવત કરીને સૌ મળ્યા બાપાશ્રી ઓસરીમાં ખાટ ઉપર બિરાજયા તે વખતે મારા પૂ. બાપુજીના મોટા સસરા પૂ. ભૂદરભાએ બાપાશ્રી બત્રીસે દાંત દેખ્યા વળી દાંત ન દેખાય ફરી પાછા દેખાય આવા દર્શન પૂ ભુદરભાને બે ત્રણ વખત થયા. ત્યાર પછી બાપાશ્રી ઓરડામાંથી નિસરણી થી ચઢીને પહેલે માળ આવ્યા બાપાશ્રી એક ઢોલિયા ઉપર બિરાજયા અને તેમની બંને બાજુ એક તરફ સદ્દ સ્વામી ઈશ્વરચરણદાસજી સ્વામી તથા બીજી બાજુ સદ્ સ્વામી વૃંદાવનદાસજી સ્વામી ખુરશીમાં બેઠા. ઘણા જૈન લોકો પણ આશીર્વાદ લેવા આવ્યા.

બાપાશ્રી સૌના માથે હાથ મુકી આર્શીવાદ આપતા જાય. થોડી વારે બાપાશ્રી નહાવાનું નિમિત્ત કરી નીચે ઉતર્યા ત્યાં ખુરશી નાંખી ડેલીમાં સૌને દર્શન થાય તે રીતે બિરાજ્યા. ઘણી બાઈઓએ છેટેથી દર્શન ક્ય. બાપાશ્રી રસોઈ તૈયાર થઈ હતી એટલે નીચે ઓરડામાં જમવા પધાર્યા તે વખતે પૂ. બાપુજીના સાળા અને અમુક ડૉ. બિપિનભાઈ સ્વદાસના પિતા પુરુષોત્તમમામાને શરીરે તાવ હતો તેમના ઉપર હાથ મૂકી પ્રસાદી આપી સાજા કર્યા.

ત્યાર પછી ઠાકોર સાહેબ કાકાશ્રી જાલમસિંહજીએ બાપાશ્રી માટે પધરામણીઓ કરવામાં સુવિધા રહે એટલે સીઘરામ મોકલ્યો. બાપાશ્રી થોડા ઘરે ફરી મારા પૂ. માતુશ્રીના પિયર પૂ. ભુદરભાના ઘરે પધાર્યા. મારા પૂ બા કહે બાપા મારા પિયરમાં પૈસે ટકે ખૂબ સુખી છે એટલે સૌને મોક્ષના આશીર્વાદ આપો.

બાપાશ્રી હસીને કહે આ વકીલ સારો રાખ્યો છે. બાપાશ્રી સૌના માથે હાથ મૂકતા જાય અને કલ્યાણનો કોલ આપતા જાય. તે વખતે મારા મોસાળમાં મારા પૂ. બાના માર્ગદર્શનથી દેશી સાકર (પીળા રંગની આવતી) તે લાવ્યા. આ સાકર ચોખ્ખી ગણાતી બાપાશ્રી કહે આ સાકર તો અમે જમીએ તેવી છે. બાપાશ્રી આ સાકર શેમાં ભરવી તે માટે ખેસમાં બાંધવાનું કરતા હતા ત્યાં અમારા પૂ. પુરુષોત્તમમામા એ બાપાશ્રીને રૂમાલ આપ્યો.

બાપાશ્રીએ ધીરે રહીને તે રૂમાલમાં સાકર ભેગી કરી પોટલી બનાવી પોતાની આંગડીના ખીસામાં મૂકી આ રીતે દિવ્ય સંભારણા કર્યા. હવે બાપાશ્રી પારેખ શેરીમાં પધાર્યા ત્યાં મારા પતિ અસૌ. લલિતા તથા અનિ. અચુભાઈના પત્ની પ.ભ. વિમળાના દાદા શ્રી મગનલાલ હરીભાઈના ઘેર પધાર્યા. ત્યાં ઓસરીમાં બાપાશ્રીને બેસારી પૂજા વિધી કર્યો ત્યાંથી ઉઠી તે ઘરના પાછળના ટુંકા રસ્તે (શેરે) ખીજડાપા માં જતા હતા ત્યાં શ્રી મગનભાઈના પિતા હરિ બેચર થાંભલા પાસે બેઠા હતા તેમના માથે હાથ મૂકી ખીજડાપામાં પધાર્યા ખીજડાપામાં અનિ. ડૉ. પ્રિયકાંતભાઈ ના સસરા શ્રી વાલજી હીરા રહેતા હતા ત્યાં પધાર્યા અને તે વખતે અમારા ભાભી (પ્રિયકાંતભાઈના પત્ની) કુંવારા હતા તે શાંતા ગૌરીના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યો.

ખીજડાપા પારેખ શેરીમાંથી ફરીને જવું હોય તો ઘણા લાંબા રસ્તે આવે પણ હરિ બેચરના ઘરના શેરેથી ઘણો નજીક થાય હવે ખીજડાયા માંથી લીંબડીપા માં જવાનું હતું તે માટે શ્રી જાલમસિંહજી એ બાપાશ્રી માટે મોકલેલ સીઘરામ ખીજડાવા માં આવી ગયેલ તેમાં બેસી બાપાશ્રી લીંબડીપા માથી આવ્યા લીંબડીપા માં શ્રી મગનલાલ દેવચંદ જડિયાને ત્યાં પધરામણીએ ગયા.

તેમની બાજુનો ઓરડો જે નાનુ દેવચંદે એક બ્રાહ્મણને વેચેલ તે ગળે ટુંપો ખાઈ મરી ગયેલ એટલે બાબરાક્ષસ થયો, તેઓની પ્રાર્થનાથી બાપાશ્રીએ વચમાં તાળાની ઉપર લાકડી પછાડી કહ્યું જ બદ્રિકાશ્રમમાં બાપાશ્રીએ કહ્યું જુઓ આ ચાલ્યો. ત્યારથી તે ઘરમાં શાંતિ થઈ ગઈ ત્યાંથી મગન દેકાના નવા ઘેર પધાર્યા જ્યાં તે કુટુંબે પુજ વિધિ કર્યો ત્યાં ઘણા માણસો દર્શને આવેલા તેના ઉપર બાપાશ્રીએ પાણી છાંટ્યું.

ત્યાંથી બાપાશ્રી આ રીતે ઘણા સગા સંબંધીઓનું રૂડુ કરી રાત્રે બાર વાગે અમારા ઘેર પધાર્યા. બાપાશ્રીની અમારા કુટુંબના સૌએ અલગ અલગ સેવા કરી વિધી કરી. બાપાશ્રીએ અમારા પૂ. બા તથા પૂ. ભાભુને કહ્યું તમારા બાપ કોણ? આ બન્ને મુક્તોએ કહ્યું “બાપા તમે અમારા પિતા.’ બાપા કહે કોઈ દિવસ કાળીયો (ક્રોધ) આવવા દેશો માં. કોઈ કહેશે કે બાપાની દીકરીઓ ઝગડી. હસતા હસતા બાપા રુક્ષ્મણી ભાભીની હે તુ તો વચમા કુદી નહી પડે ને! પૂ.ભાભી કહે બાપા હું કે તમારી દીકરી છું ને ? તમારુ વચન લોલીશ નહિં.

બાપાશ્રી ક્રોધ માટે કહે “અવિદ્યા છે નકટી નાર, પ્રભુ થી પાછા વાળ જો” આ સાખી બોલ્યા. પૂ. બાપુજી કહે કે બાપાશ્રીએ એક પાળ બંધાવી છે. એટલે પ્રાર્થના કરી “બાપા એક પાથ આપે ભાઈને આપી છે ને મારી પાસે નથી તો મઝિયારો વહેંચશું તો શું થાશે ?” બાપાશ્રી કહે “લે તને હું આપુ કહી પોતે બાંધેલી જુની પાઘ ખૂબ કઠણ બાંધી અને નવી પાઇ પોતે પહેરી અને કહ્યું બે ભાઈઓ મઝિયારો વહેંચો ત્યારે એક રૂપિયાના બે અડધિયા કરી નાંખજો.’

આ આજ્ઞા બંને બાપુજીએ માથે ચઢાવી. રાત્રે બે વાગે પ્રાંગધ્રા ના હરિભક્તો આવ્યા. બાપાશ્રીએ સવારની ગાડીમાં પ્રાંગધ્રા જવાનો નિર્ણય કર્યો. બાપાશ્રી તથા સંતોએ સેવા પુજા કરી. મેડીની ઓસરીમાં “વચનામૃત” રહસ્યાર્થ ની સમુહ પારાયણ કરી બાપાશ્રી તથા સદ્ગુરુઓને બેસાડી પુસ્તકની આરતી કરી અને ભેટ મૂકી. બાપા અને બંને બાપુજીને કહે, “આવાને આવા બધયજ્ઞ કરજો.” તે વખતે અમુ સોમચંદભાઈ, અમુક ચતુરભાઈ, અમુ આશાબાપા આદિની હાજરી હતી. રસોઈ તૈયાર થઈ એટલે સૌએ ઠાકોર જમાડ્યા. અને ધ્રાંગધ્રા જવા માટે તૈયાર થયા.

જાલુભા સાહેબની ગાડી તૈયાર હતી. તે વખતે ડહેલામાં દવાખાનું હતું. ત્યાં બાપાશ્રી ખુરશીમાં બેઠા અને પૂ. બાપુજીને કહે “તમે સારો લાભ લીધો.” જાલુભાના દરબાર પાસે ગાડી ઉભી રાખી અને જાલુભાએ ૧ રૂપીયો – શ્રીફળ મૂક્યા અને બાપાશ્રીએ તેમને આશીર્વાદ આપ્યા. બાઈઓમાં બાપાશ્રીના પુત્રી વાલબા આદિ હતા. તેઓને મોટરમાં વઢવાણ જંક્શન (સુરેન્દ્રનગર) પહોંચાડવાની અલગ વ્યવસ્થા કરી. ધ્રાંગધ્રા બાપુજી સાથે હતા. ત્યાંના દરબારની બે ઘોડાની ગાડી આવેલ તેમાં બાપાશ્રી બેઠા અને બાપાશ્રી પૂ. બાપુજીને કહે “તું મારી જોડે બેસ” પ્રાંગધ્રામાં ધામધુમથી સામૈયું થયુ મંદિરમાં સૌ માટે થાળ તૈયાર હતા.

Also Read- બાપા- ગુજરાતી નૈતિક બાળવાર્તા ભાગ 2 (Bapa Gujarati Moral Stories For Kids Part -2)

Summary

આ ગુજરાતી નૈતિક વાર્તા પણ થોડી મોટી હોવા થી બે ભાગ માં પ્રકાશિત કરવામાં આવી છે. પણ તમને બન્ને વાર્તા ના ભાગ એક સાથે જ મળી જશે અને બન્ને આર્ટિકલ માં તમને ભાગ એક અને બે ની લિંક મળી જશે. જો તમને આ ગુજરાતી નૈતિક બાળવાર્તા પસંદ આવી હોય તો નીચે કોમેન્ટ કરી અને જરૂર જણાવશો.

1 thought on “બાપા- ગુજરાતી નૈતિક બાળવાર્તા ભાગ 1 (Bapa Gujarati Moral Stories For Kids Part -1)”

Leave a Comment