બાપા- ગુજરાતી નૈતિક બાળવાર્તા ભાગ 2 (Bapa Gujarati Moral Stories For Kids Part -2)

By

નમસ્તે મિત્રો, આપ સૌનું In ગુજરાતી બ્લોગ માં સ્વાગત છે. આજ અપણે ગુજરાતી નૈતિક બાલવાર્તા (Gujarati Moral Stories For Kids) જોવાના છીએ. આશા રાખું છું કે તમને આ બાલવાર્તા જરૂર ગમશે.

Also Read- બાપા- ગુજરાતી નૈતિક બાળવાર્તા ભાગ 1 (Bapa Gujarati Moral Stories For Kids Part -1)

બાપા- ગુજરાતી નૈતિક બાળવાર્તા ભાગ 1

લીંબડીમાં દિવાનનો તાર હતો કે ત્યાંના રાજાની પ્રાર્થના છે કે બાપાશ્રી લીંબડી પધારે. લીંબડીના દિવાન ઝવેરભાઈ કોંગ્રેસના આગેવાન દરબાર ગોપાલદાસના સસરા થાય. આ ઠાકોર સાહેબના કુંવરને વઈ (Epilepsy) નું દર્દ હતું. એટલે બાપાશ્રીએ માંદાને દર્શન દેવા જોઈએ એ સિદ્ધાંતથી “ધ” કહી, પ્રોગ્રામ નક્કી કરી આ દિવસે આવશે તેમ જણાવ્યું ધ્રાંગધ્રાથી બાપા હળવદ પધાર્યા. હળવદમાં ધામધુમ થી સામૈયુ થયું.

બાપાશ્રી સાથે સીધરામમાં પૂ. બાપૂજી હતા. હળવદમાં અમુ મોતીભાઈ સોની એ પધરામણી કરી. કરાંચીથી અમુ લાલમલભાઈ આવેલા. હળવદથી બાપાશ્રી મોટરમાં વાંટાવદર પધાર્યા ત્યારે અમુ લાલમલભાઈ સાથે હતા. પૂ. બાપુજી, અમુ કાનજીબાપાની સેવામાં હતા. એટલે એમની સાથે મૂળી ગયા.

બીજે દિવસે બાપાશ્રી મૂળી પધાર્યા. પૂ. બાપુજી સદ્ સ્વામીની આજ્ઞાથી લોકલ ટ્રેઈનમાં ગયા લીંબડી દિવાન સાહેબને મળી બાપાશ્રીના પધારવાના ખબર આપ્યા. ઠાકોર સાહેબે કહ્યુ જે જોઈએ તે મંગાવી સારૂં સામૈયુ કરન્ને બાપાશ્રી સાંજે પધારવાના હતા એટલે સાંજની રસોઈ દિવાન સાહેબ ઝવેરભાઈને ત્યાં રાખી અને બીજે દિવસે સવારની રસોઈ ઠાકોર સાહેબ તરફથી નકકી થઈ.

સામૈયુ ગેટથી કરવાનું હતું તે સમય અને માહિતી પૂ. બાપુજીએ ગામમાં હરિભક્તોને દુકાને દુકાને ફરી કહી. અહીં મને વઢવાણમાં ઓરી નીકળ્યાં. બાપાશ્રી લીંબડી જે ટ્રેઈનમાં જવાના હતા તે ખબર હતી. સામાન્ય રીતે તે વખત ઓરી નીકળલા છોકરાને કોઈનો પડછાયો ન પડવા દેવાય તેવો વહેમ હતો.

પણ બાપાશ્રીનો યથાર્થ મહિમા હતો એટલે પૂ. બા મને લઈને બાપાશ્રીના દર્શન કરવા અને મને કરાવવા, આર્શીવાદ લેવા અને મને આર્શીવાદ અપાવવા વઢવાણ સ્ટેશને આવ્યા. સ્ટેશન મારે કહ્યું કે “બહેન બાબાભાઈ ને ભગતના દર્શન શાંતિથી કરાવજો. તમે દર્શન વગેરે પતે એટલે મને કહેજો પછી ગાડી ઉપડશે ત્યાં સુધી ટ્રેઈન રોકી રાખીશ.” બાપાશ્રીની ટ્રેઈન આવી તેમાં તે શપતિના માણસોની જાન ઉતરી. આ જાન માંથી મને કોઈનો પડછાયો ન પડે એટલે સ્ટેશન માસ્તર સ્ટેશનનો બીજો દરવાજો ખોલી નંખાવ્યો. બાપાશ્રી મને જોઈ કહે “સેવકને ઓરી નીકળી છે ? મટી જશે.”

આમ કહી મને બાપાશ્રીએ પોતાના ગળામાં હાર પહેરેલો હતો તે પહેરાવ્યો. આ પ્રસંગે પૂ. અમુ સોમચંદભાઈએ ઉમળકાથી ગાયુ “કાશીરામ બાળ, તેને આપ્યો હાર.” કરૂણા નિકેત હસી કર્યુ હત…. કે મહારાજ” આ સાંભરે ત્યારે મને હંમેશા થાય કે આ લોકમાં કોઈ ખૂબ મોય નેતા હાર પહેરાવે તો કેટલો બધો ભાર પડે. મને તો શ્રીજી મહારાજ વતી પધારેલા તેમના સંકલ્પ હાર પહેરાવ્યો અને તેમના ખૂબ લાડીલા મહામુક્ત અમુ સોમચંદભાઈ એ કીર્તનનું સંભારણું કર્યું. બાપાશ્રીની ગાડી ઉપડી અમે ઘેર આવ્યા. મને બહુ સહેલાઈથી ટુંક સમયમાં મટી ગયું. બાપાશ્રી લીંબડી પધાર્યા અને સંતો સહિત ઉતર્યા સંતો સીવરામમાં બેસી સીધા મંદિર ગયા.

ખૂબ ધામધૂમથી બાપાશ્રીનું સામૈયું, બેન્ડવાજા, કિટ્સન લાઈટ (પેટ્રોમેકસ જેવી) વગેરે, હાજર હતી. બાપાશ્રી સાથે ઘોડાગાડીમાં અમુ લાલમલભાઈ, મે. દિવાન સાહેબ, અમુ ચતુરભાઈ તથા પૂ. બાપુજી બેઠા હતા. ઘોડાગાડી મે. દિવાન સાહેબના ઘર પાસે આવી ત્યારે રાજ્યના સરભરા ખાતાના ઉપરી સાહેબસિંહજી સાહેબે ઠાકોર સાહેબ વતી બાપાશ્રીનું સ્વાગત બીજે દિવસે નિત્ય વિધી કરી. બાપાશ્રી ઠાકોર સાહેબના કુંવરની તબિયત નરમ હતી.

એટલે તેમના મહેલમાં પધાર્યા. ઠાકોર સાહેબ દોલતસિંહજીએ આવી બાપાશ્રીના દર્શન કર્યા. ઠાકોર સાહેબ વિદ્વાન હતા. તેમણે બાપાશ્રીએ ધોળા કપડા પહેરેલા અને સંતોએ ભગવા ધારણ કરેલા એટલે શ્વેતવસ્ત્રધારી ગૃહસ્થનો ભગવા વસ્ત્રધારી સંતો આટલો આદર કરે તે બાબતનું કારણ જાણવા પ્રશ્ન કર્યો. પુરાણી ધર્મકિશોરદાસજીએ કહ્યું કે શ્રીજી મહારાજ પોતાના અનાદિ મુક્તને ધામમાં રહ્યા પણ અહિ દર્શન અને જ્ઞાન આપવા મોકલે તેવા આ અનાદિ મુક્ત છે.

સ્વામીએ ખૂબ વિસ્તારથી આ વાત કરી તેથી ઠાકોર સાહેબ ખૂબ પ્રભાવિત થયા. હવે ઠાકોર સાહેબે પોતાના કલ્યાણ માટે વિનંતી કરી. બાપાશ્રી કહે અંતઃ સમયે અમને સંભારજો ઠાકોર સાહેબ કહે તે તો વાયદાનો વેપાર કહેવાય અંત સમયે કેટલી વેદના હોય તેમાં તમ જેવા સંત ક્યાંથી સાંભરે ?

બાપાશ્રી સત્વગુણમાં રહી સંભારજો. ઠાકોર સાહેબ કહે અમે તો કેટલાય કાળાધોળા કર્યા હોય તેમાં શુદ્ધ સત્વગુણમાં રહી આપની સ્મૃતિ ક્યાંથી થાય? બાપાશ્રી કહે “દરબાર ! વિશ્વાસ આવશે ? ” ઠાકોર સાહેબ કહે, “હા બાપા વિશ્વાસ છે.” બાપા ઠાકોર સાહેબના વાંસા ઉપર હાથ મૂકી બોલ્યા “તમારૂં કુટુંબ સહિત કલ્યાણ કરીશું. અને બોલ્યા” પૃથ્વી ચલંતિ, તારા ચલંતિ, સત્ પુરુષ વાક્ય ન ચલતિ ધર્મા” ઠાકોર સાહેબે બાપાશ્રીના ખોળામાં માથું મુકી વંદન કર્યા અને એક ગરમ શાલ ઓઢાડી. બાપાશ્રીએ ઠાકોર સાહેબને તેમના કુંવરને આશીર્વાદ આપ્યા અને વાઈનું દર્દ મટાડવાના શુભ સંકલ્પ કર્યા ત્યારથી કુંવરને ઘણું સારૂ થઈ ગયું.

પ્રારબ્ધના કારણે નહીં જેવું દરદ રહ્યું. તે વખતે ઠાકોર સાહેબના મહેલમાં એક અંગ્રેજ બાઈ મીસ શાર્પ કરીને હતા. તેમણે બાપાશ્રીને હાથ જોડીને વંદન કર્યા. હવે બાપાશ્રી લીલાપુર જવા તૈયાર થયા. તે વખતે પૂ. બાપુજીને મારા ખબર આપ્યા કે મારા પૂ. બા મને લઈને વઢવાણ સ્ટેશને આવ્યા હતા.

બાપા કહે “સેવકને ઓરી નીકળી છે પણ મટી જશે”. બાપાશ્રી લીલાપુર સ્ટેશને ઉતર્યા. લીલાપુરથી રામગ્રી પધાર્યા. જ્યાં રાતો રાત ઠાકોરજીની પ્રતિષ્ઠા વિધી કરી. હવે બાપાશ્રી સરસપુર અમદાવાદ પધાર્યા. બાપાશ્રીના ઘેરથી પૂ. અમુ દેવુ મા ધામમાં ગયેલા તે તાર કડી આવેલો તે સરસપુર આવેલો. ખબર આપ્યા.

કહેજો” વળી સાખી બોલ્યા “તન કી જાણે, મન કી જાણે, પણ ચિતકી ચોરી. જાણી બાપાશ્રી માનકુવા જતા હતા. ત્યાં તેના પિતા છોકરાને ધામમાં જતા પહેલા સરસપુરમાં બાપાશ્રી નાહ્યા અને કહે કે “કંઈ કાગળ પત્ર હોય તો ઉનકી આગ છુપાવે જીનકે હાથમેં દોરી” સ્વામી એ પૂ દેવુબા ધામમાં ગયા તે બાપાશ્રીએ મનુષ્ય ચરિત્ર કર્યું. સ્વામી તમે તો બાવા કહેવાવ. બાવા ચાલ્યા તે બગલમાં હાથ. અમારું કેટલું ખરાબ દેખાય !

અમુ બળદેવભાઈ શેઠને ત્યાં શૌર કરાવ્યુ બાપાશ્રી કહે “હવે અમે સાંખ્ય યોગી થયા”. બાપાશ્રી સ્વામી આદિ સંતો અમુ બળદેવભાઈ શેઠ, પૂ. નાગરદાસ બાપુજી વગેરે જામનગર સુધી ગયા. બાપાશ્રી અમુ આશાબાપા સાથે વૃષપુર પધાર્યા. પૂ.અમુ દેવુ માની શ્રાદ્ધ વિધિ કરી. દેહ મુકતા પહેલા બાપાશ્રીના ભત્રીજા માવજીભાઈને અસંખ્ય સંતોના જાગ્રતમાં દર્શન થયા. માવજીભાઈએ પૂછ્યું કે “કેમ પધાર્યા છો ? ત્યારે સંતો કહે અમુ કાનજીભાઈના માતુશ્રી અમુ દેવુબાને ધામમાં તેડી જવા આવ્યા છીએ”ત્યારે માવજીભાઈ કહે ક્યારે તેડી જશો ?

ત્યારે સંતો કહે “શ્રીજી મહારાજ અને બાપાશ્રી આજ્ઞા કરશે ત્યારે તેડી જઈશુ” ત્યાર પછી રાત્રે માવજીભાઈ મંદિરમાં રૂપ ચાંકી પર સુતા હતા. ત્યાં બાપાશ્રીએ દિવ્ય દેહે દર્શન દઈ કહ્યું “માવજી બચ્ચા ઘર જા, તારા માને અંત વખત છે.” માવજીભાઈ બાપાશ્રીના ઘેર આવ્યા ત્યારે દેવુ માં બોલ્યા કે, શ્રીજી મહારાજ અને અનેક સંતો સાથે સાથે આવ્યા છે ને તમારા બાપ પણ આ ઉભા ! હવે હું ધામમાં જાઉં છું. આ રીતે શ્રી હરિ અને બાપાશ્રીના સંત મંડળ સહિત પુઅમુ દેવુ મા જે મૂર્તિમાન હતા તે મૂર્તિમાં લીન થઈ ગયા.

બાપાશ્રીએ સદ્દગુરુઓના આગ્રહથી પૂ. મા. પડી ગયેલા તેમને ધામમાં ન લઈ ગયા પણ કહ્યું કે, તમને આડ આવશે. બાપાશ્રીની લીલા અકળ છે. આયુષ્ય ન હોય તેને પણ રાખે. એક ટપ્પર ગામના બાળકને ધામમાં જાય તેવો દર્શન કરાવવા દોડાદોડ રસ્તા ઉપર આવ્યા. બાપાશ્રીએ અમતૃ નજર કરી કહ્યું મારાજ છોકરાને રાખશે” આમ એક ખીજડો પાસે હતો એ વૃક્ષ પાસેથી ધૂન લઈ આપી કે મા છોકરાના શરીરે લીપજો. સાતેક દિવસમાં છોકરી સાજો થઈ ગયો અને ખીજડો સુકાઈ ગયો.

બાપાશ્રીના પુત્રી અમુ રાધાબાને આયુષ્ય નહી તો ય મારા પૂ. બાપુજીના પગ ધબતા ધબતા ખૂબ જ પ્રાર્થના કરી એટલે શેકનું નિમિત્ત કરી સાજ ક્ય કુંભારિયામાં ગોવામલભાઈના પૂ. માતુશ્રી ધામમાં ગયા હતા. ત્યાં બાપાશ્રી ગયા હતા. તે વખતે બાપાશ્રી કહે અત્યારે જેને ધામમાં જવું હોય તેને ધામમાં મોકલી દઈએ કુટુંબમાંથી એક છ વર્ષની છોકરી ધંતી તેણે ધામમાં જવાની તૈયારી બતાવી બાપાશ્રી કહે, “સૂઈ જ બેટા, બાપાશ્રી એ પછેડી ઓઢાડી અને છોકરી અનંત સુખમાં લીન થઈ ગઈ.

ધ્રાંગધ્રાના મોહનભાઈ સોનીને કુટુંબના વૃદ્ધ માણસની પ્રાર્થનાના કારણે સાજા કર્યા અને વૃદ્ધ ધામમાં ગયા. બાપાશ્રી ધારત તો પૂ.અમુ દેવુમાને પોતે આવતા સુધી રાખત પણ પોતાનું વચન હતુ. “સ્વામી તમને આ આવશે”, આ મુજબ ગુજરાતના પ્રોગ્રામમાં ઉતાવળ રખાવી પોતે ઘણાને સમાસ થાય તેવા દિવ્ય દર્શન દઈ ડંકો દઈ પૂદેવમાં ને ધામમાં લઈ ગયા. ત્યાર પછી સંવત ૧૯૮૨ નો મોટો યશ પણ કર્યો અને પોતે મંદવાડ ગ્રહણ કર્યો.

Summary

આ ગુજરાતી નૈતિક વાર્તા પણ થોડી મોટી હોવા થી બે ભાગ માં પ્રકાશિત કરવામાં આવી છે. પણ તમને બન્ને વાર્તા ના ભાગ એક સાથે જ મળી જશે અને બન્ને આર્ટિકલ માં તમને ભાગ એક અને બે ની લિંક મળી જશે. જો તમને આ ગુજરાતી નૈતિક બાળવાર્તા પસંદ આવી હોય તો નીચે કોમેન્ટ કરી અને જરૂર જણાવશો.

1 thought on “બાપા- ગુજરાતી નૈતિક બાળવાર્તા ભાગ 2 (Bapa Gujarati Moral Stories For Kids Part -2)”

Leave a Comment