“સુંદર વાત” ઉપયોગી ગુજરાતી જાણકારી (Beautiful talk useful Gujarati information)

By

નમસ્તે દોસ્તો આશા રાખું છું કે તમારી બધાની તબિયત સારી હશે. આજ નો આ આર્ટિકલ એક ગુજરાતી ઉપીયોગી જાણકરી વિષે નો છે જેમાં તમને કૈક નવું ચોક્કસ જાણવા મળશે. આશા રાખું છું કે તમને બધા ને આ આર્ટિકલ ખુબ ગમશે અને તમારી આવનારા જીવન માં આ વાતો કાંઈક કામ આવશે.

સુંદર વાત ઉપયોગી ગુજરાતી માહિતી

બંગાળના ઘણા વિસ્તારમાં કેટલીયે નાની, મોટી નદીઓ સમુદ્ર તરફ જતી હોવાથી, આ પ્રાંતના એ વિસ્તાર ને સુંદર વન કહે છે. બાપાશ્રીએ સંવત ૧૯૮૨ના ભાદરવા માસમાં મંદવાડ ગ્રહણ કર્યો. આ સમયે બન્ને સદ્ગુરુઓ ધર્માદા માટે પાટા ખરડો કરવા ગયેલ ત્યારે પૂ. બાપૂજી સાથે હતા. પાટણથી વળતા વિરમગામ પૂ. નાગરદાસ બાપુજીએ કહ્યું કે મોટેરાવાળા સ્વામી રાધામનોહરદાસજી ત્યાં આવેલ આ સંતને બાપાશ્રીએ દિવ્ય દર્શન દઈ કહ્યુ “અમે મંદવાડ ગ્રહણ કર્યો છે અને તમે અહિ કેમ બેસી રહ્યા છો ?”

તેમને પૂ. મોટાબાપુજીએ કચ્છની ટિકીટ કરાવી આપી “હજી સુધી કોઈનો પત્ર કે ખબર નથી એટલે પાકા સમાચાર મળ્યા વિના જશો નહીં” આ સમયે મૂળીવાળા સદ્ સ્વામી શ્વેતવૈકુંઠદાસજી અને સરસપુરવાળા સ્વામી મુક્ત વલ્લભદાસજી સ્વામી વઢવાણ દવા કરાવવા આવ્યા હતા. તેમના માટે અગાઉથી પૂ. બાપુજીએ અલગ મકાનની વ્યવસ્થા કરી હતી. પૂ. બાપૂજી વિરમગામથી વઢવાણ રાત્રે બાર વાગે આવ્યા.

આ સંતોને પૂ. બાપુજીએ વિરમગામવાળી બાપાશ્રીના મંદવાડ સંબંધી વાત કરી. આથી આ સંતોને થયું કે આપણો જલ્દી જવું જોઈએ આથી પૂ. બાપુજી અને સંતો બીજા દિવસે સવારે ફાસ્ટમાં જવા તૈયાર થયા. વઢવાણ જંકશન (સુરનગર) ગાડીમાં પાટડીના અમુનાગજીભાઈ વગેરે મુક્તો ભેગા થયા અને તેઓએ પણ કહ્યું કે “અમ કચ્છમાં જઈએ છીએ. પૂ. નાના બાપુજીએ વિરમગામ પૂ. મોટાબાપુજીને પત્રથી ખબર આપી દીધા કે અમે સૌ આ રીતે કચ્છમાં જઈએ છીએ.

રાત્રે ભૂજ પહોંચી ઘોડાગાડી કરી મોડી રાત્રે વૃષપુર પહોંચ્યા, બાપાશ્રી મંદિરમાં ઢોલિયામાં પોઢ્યા હતા. અને ફરતા સદ્ સ્વામી કેશવપ્રિયાદાસજી આદિ સંતો અને ઘણા હરિભકતો બેઠા હતા. પૂ. બાપુજી વગેરે એ બાપાશ્રીને દંડવત કરી દર્શન કર્યા મંદવાડ ઘણો હોય તેવા બાપાશ્રી દર્શન દેતા હતા બાપાશ્રીને તાવ પણ હતો.

બાપાશ્રીને ઘુંટી ઉપર ગુમડુ થયેલું. આ ખબર હતી એટલે પૂ. બાપુજીએ પાટા પીંડી કરવા એક સફેદ પાઘડી રાખી. બાપાશ્રીના તાવ માટે પૂ. બાપૂજી કોઈ આયુર્વેદિક ઉકાળા માટે દવા લઈ ગયેલા. બાપાશ્રીની આજ્ઞા લઈ ઉકાળો તૈયાર કર્યો અને તેમને પાયો. ત્યાં બાપાશ્રીએ શરીરમાં ખૂબ ગરમી થતી હોય તેવી લીલા કરી.

બાપા કહે “આ શું થયું?” અને એ હાથે પગે, માથે, પેટ, પાણીના પોતા મૂકવા માંડ્યા. બાપાશ્રીને શાંતિ થઈ. બાપૂજીને થયું કે બાપાશ્રીને પીવાની દવા આપવી નહીં. બાપાશ્રીના પગે ગુમડુ હતુ તેના ઉપર બાપાશ્રી જેટલી વખત નહાય તેટલી વખત પૂ. બાપૂજી કેળાંનો ગર્ભ મૂકી તેની ઉપર તે કેળાની છાલ મૂકી પોતે સફેદ ધોએલી પાઘડી લઈ ગએલ તેમાંથી કપડું ફાડી પાટો બાંધે.

આ અરસામાં પૂ. બાપુજીને સંકલ્પ થયો કે બાપાશ્રીને મંદવાડ છે એટલે આ વખતે કોઈ આધ્યાત્મિક પ્રશ્ર ઉત્તર કરવા નહિ. બાપાશ્રીએ. તરત જ સંતો અને હરિભક્તોને પૂછ્યું “ગોપીઓ ગાયને ગિરધર નાય કોઈ પ્રેમાનંદ વારી જાયુ” પ્રેમાનંદ સ્વામી ક્યાં ગોપીઓને જોવા ગયા હશે ?

અમુ નાગજી ભાઈ કહે કે ગિરધર એટલે આ જગ્યાએ શ્રીજી મહારાજ અને ગોપીઓ એટલે મુક્તો. શ્રીજી મહારાજ નહાય છે અને મુક્તો ગાય છે. બાપાશ્રી ઉત્તરથી ખૂબ રાજી થયા. અને પૂ. બાપુજીનો પ્રશ્ર ઉત્તર સંબંધી સંકલ્પ પૂરો કર્યો. બીજે દિવસે બંને સંદૃગુરૂઓ વિગેરે વૃષપુર પધાર્યા અને બાપાશ્રીનો મંદવાડ જોઈ ઉદાસ થઈ ગયા.

સૌએ પ્રાર્થના કરી, “આ મંદવાડ મટાડી દવા કરી, સાજા થઈ દર્શન દો.” બાપાશ્રી કહે, “મટી જશે. તમને સૌને સેવા, દર્શન અને સમાગમનું સુખ આપવા માટે આ મંદવાડ ગ્રહણ કર્યો છે. તેથી ભૂજવાળા, અમદાવાદવાળા વગેરે બોલી ન શકે કે વારે વારે વૃષપુર કેમ જાય છે. મંદવાડનું નિમિત્ત કર્યું એટલે સમુદ્રને મળતી નદીઓ દોડતી આવે તેમ આવ્યા. હવે દેશમાં લખો કે કોઈ આવે નહીં. અમને સારું છે.”

બાપાશ્રીને થોડા દિવસમાં સારું દેખાયુ પૂબાપુજીએ બાપાશ્રીની પૂજા આરતી કરી રજા માંગી. બાપાશ્રીએ રજા આપી. વળી પૂ. બાપુજીને થયુ કે હજી બાપાશ્રીને મંદવાડ જેવું છે અને આ તો રજા મળી ગઈ. આ વિચારે બાપુજી મંદિરના હનુમાનજી-ગણપતિના ઓટા પર ઉપર બેસી ખૂબ રોયા બાપાશ્રીએ કહેવરાવ્યું કે અમે કોઈને રજા આપતા નથી. કોઈને નોકરી હોય અને જવું પડે તેવું હોય તે જાય. આથી પૂ. બાપુજી રોકાયા.

બાપાશ્રી કથા-વાર્તા બ્રહ્મયજ્ઞોનો અખાડો ચાલતો જ રાખતા બાપાશ્રી કહે, “ભૂજમાં વચનામૃતની ત્રણ દિવસની પારાયણ બેસારવી છે તેમાં હાજરી આપી સૌ જજો.”આ પારાયણ નિમિત્તે પૂ. અમુ પુરાણીસ્વામી, અમુ ધનજીભાઈ, અમુ મોતીભાઈ ને અગાઉથી ભૂજ મોકલ્યા.

પૂ. બાપુજીને બાપાશ્રી કહે તમે રોકાવ અને આવતીકાલે મને પાટો બાંધીને જમીને ભૂજ જઈ ત્યાં વાડીએ રોકાજો અમે દાક્તરને સાથે લઈને આવ્યા છીએ તેવું દર્શન દેવા આ નિમિત્ત કર્યું. બીજે દિવસે બાપાશ્રી ભૂજ આવ્યા. હવે બાપાશ્રી સાવ સાજા થઈ ગયા હોય તેવું જણાતું. પારાયણની સમાપ્તિ કરી પછી બાપાશ્રી નારાયણપુર પધાર્યા અને સૌ હરિભક્તો દેશમાં આવ્યા. બાપાશ્રી હવે અવારનવાર મંદવાડ હોય તેવા દર્શન દેતા હતા. બાપાશ્રી સાથે અસાધરણ હેતવાળા હરિભક્તો આ કારણે બાપાશ્રી ઘણાં લાંબા સમય સુધી દર્શનદાન દે તેવી શ્રીજી મહારાજને પ્રાર્થના કરવા નિમિત્તે કાંઈને કાંઈ ટેક (નિયમ બાધા) રાખતા હતા.

પૂ. બાપુજીએ સોપારી નહીં ખાવાની બાધા રાખેલી જે બાપાશ્રી અદૃશ્ય થઈ ગયા પછી પણ જીવનભર પાળેલી. આ નિયમમાં મંદિરના ઠાકોરજીના પાન બીડાનો અપવાદ રાખેલો જે પૂ. બાપૂજી જમતા. હું આશરે દોઢેક વરસનો હોઈશ ત્યારે ઊંધમાં એમ બોલ્યો કે મને ધરાખ (દ્રાક્ષ) ખવરાવશો નહિં, મારા પૂ. માતુશ્રીએ આ વાત પૂ. બાપુજીને કહી ત્યારે સૌને નવાઈ થઈ. બાપાશ્રી દેહ ત્યાગ કરશે તેવા નિર્દેશ અવાર-નવાર હરિભક્તોને આપતા બાપાશ્રી કહેતા, “હું મરી જાઉં તેવો નથી અવિનાશી છું પણ આજે તમે સેવા કરો છો, સેવા અંગીકાર કરૂ છું.

તમારી સાથે વાતો કરૂં છું. આ સુખ પછી મળવું મુશ્કેલ. ભાદરવે મેહ (વરસાદ) મોંઘા ન હોય પણ પછી મોંઘા થાય ખરા.” પરભાવનો ઉપદેશ આપવા એમ પણ કહેતા પ્રતિમાની મૂર્તિ, મનુષ્યરૂપ મૂર્તિ અને ધામની મૂર્તિ એક ન જાણે તેની વાણી સાંભળવી નહિ. આમાં યથાર્થ મહિમા જાણીને મનુષ્ય સ્વરૂપને દિવ્ય સમજે તેને વિશેષ સુખ અને લાભ મળે. મહારાજ કે તેમના આવા સંકલ્પ મર્તિને મળેલા ઘણા હોય પણ જીવ જોડાઈ ન ગયો હોય, બાપાશ્રીના શબ્દોમાં કહીએતો સંપૂર્ણ યોગ થઈ ગયો ન હોય તેને આવો લાભ ન મળે.

દ્રોહ કરે તે તો મૂળગેથી જાય. શ્રી હરિ એ ગઢડા પ્રકરણના વચનામૃતમાં કહ્યું છે કે “અન્ય ક્ષેત્રે કૃતમ્ પાપમ્ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. તીર્થ ક્ષેત્રે કુતમ્ પાપમ્ વજલેપો ભવિષ્યતિ.” જેવા છે તેવા જાણીને આપોપુ કર્યુ હોય (જીવ જોડી દીધો હોય) તો એ સુક્ષ્મ અર્થમાં સાક્ષાત્કાર ગણાય. સાક્ષાત્કાર (TRANSCEDENS) પર્વતારોહણ જેવો પંથ છે.

વડનું બી હોય, ખસ ખસના દાણા જેવડું હોય તેમાંથી વડ થાય. પહેલા છોડ થાય, છોડ મોટો થાય વૃક્ષ થાય અને છેવટે વડ થાય. આ એક રૂપક છે. પણ સાચી સમજણ છે ! “રે, સગપણ હરિવરનું સાચું બીજુ બધુ ક્ષણભંગુર કાચું,” તે વડોદરાની નૃસિંહજીની પોળમાં રહેતી નિષ્કામ વર્તમાનમાં ઠેકાણા વગરની સ્ત્રી હતી, તેણે સાંભળ્યું, યાદ રહી ગયું. આ બાઈએ વડોદરાના એક વૃંદાવન ગામના રૂપા થડા પાસે કડલા ઘડવા આપેલ તે વૃંદાવનભાઈને ઘેર યોગેશ્વર ગોપાળાનંદ સ્વામીની પધરામણી હતી.

ઘર દુકાન પાસે હતું. આ બાઈએ ઘેર જઈ પાછા આવવાના બદલે દુકાને બેસવાનું પસંદ કર્યું ત્યાં તેણે સદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના કીર્તન સંતો ગાતા હતા તેમાં, “રે સગપન્ન હરિવરનું સાચુ” ગાતા હતા. આ બાઈ મજાકમાં આ કીર્તનની લીટી ઘરમાં હાલતા ચાલતા ગાતી. તેના અંત સમયે જમ તેડવા આવ્યા પણ મહારાજે દર્શન દઈ જમને કહ્યું આ જીવને અમે ધામમાં લઈ જવા આવ્યા છીએ.

અમારા બ્રહ્માનંદ સ્વામીના કીર્તનની લીટી તે રોજ ગાય છે. મહારાજે બાઈને કહ્યું “તારો દેહ પડી ગયો છે. તેમાં તેને થોડી વાર મોકલું છું તું આ વાત તારા શરીરની અંતિમ વિધી કરવા ભેગા થયેલા સૌને કહેજે” આ બાઈ જીવતી થઈ અને સૌ સગા સંબંધીઓ તેની પાસે હતા તેમને આ વાત કરી તરત જ ધામમાં ગઈ.

આ રીતે અનરાધાર વરસાદ વરસતો હોય ત્યારે સમુદ્રમાં પણ વરસે. આ રીતે કૃપાને કોઈ શરત હોતી નથી. આવી કૃપાને અકારણ કૃપા કહે છે. આથી ધર્મને પિતા કરીને અને ભક્તિને માતા કરીને ધર્મ-ભક્તિના પુત્ર ઘનશ્યામ મહારાજ સાથે જોડાવા ખૂબ હેતથી પ્રભુ ભજવા તે સલામત માર્ગ છે. સાધન આપણને શ્રીજી મહારાજે બાંધેલા દિવ્ય એરોડ્રોમ સુધી લઈ જાય. પ્રભુ રાજી થઈને અક્ષરધામ કે પોતાની મૂર્તિમાં લઈ જવા ભક્તને કૃપા રૂપી વિમાનમાં બેસાડી દે.

બાપા કહેતા કે “કંઈ (પૈસો) નો વેપાર અને લાખનો લાભ” આ સંદર્ભમાં હું મારા જીવનના ત્રણ પ્રસંગો હંમેશા યાદ કરૂ છું. હું આશરે પાંચેક મહિનાનો જ હોઈશ ત્યારે વાંટાવદરના પૂ. અમુ ભુરાબાપા વઢવાણ પધારેલા. અમુ ભુરાબાપા મને તેડીને અમારા ઘરના પહેલા માળની ઓસરીમાં ફરતા હતા ત્યાં તેઓ પ્રોફેશર કાશીરામભાઈના ફોટા (ભીંત ઉપર લાઈનસર ફોટા લગાવવાનો તે વખતે રિવાજ હતો.) પાસે આવ્યા ત્યા હુ હજી બોલતા તો શીખ્યો જ નહોતો પણ અકસ્માત “બાપા” બોલ્યો, અમુ ભુરાબાપા ચમક્યા અને મારા પૂ. માતુશ્રીને કહે, “આ બોલે છે ?”

મારા પૂ. બા એ કહ્યું “બાપા અત્યારે જ બોલ્યો ?” અમુ ભુરાબાપાએ રાજી થઈ પ્રોફેસર કાશીરામભાઈના ફોટા સામે જોઈ કહ્યું “આ કાશીરામભાઈ જેવો આ કાશીરામ થશે.” આવા પ્રસંગોને શ્રીજી મહારાજની અપાર દયા સમજુ છું. આવા પ્રસંગો સંભારવા બાપાશ્રી નું ખૂબ મહિમા અને હેતથી સ્મરણ થાય છે.

ધ્યાન થાય છે અને અખંડ અનુંસંધાનની દિશામાં જઈ રહ્યા છીએ. તેવું બળ મળે છે. બાપા છપૈયા બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ પ્રતિષ્ઠા કરી દેશમાં પાછા વળતા હતા. ત્યાં કોઈ મોટા જંક્શન પર ગાડી ઉભી રહી. બાપાશ્રી સ્ટેશનના પ્લેટફોર્મ પર સભા કરી બેઠા હતા. બાપા સૌને પતાસા આપતા હતા. આ લીલા એક અગ્રેજે જોઈ અને તેના માણસને કહ્યું કે, “આ શું આપે છે ?” તેથી તે સાહેબનો માણસ બાપાશ્રીને પૂછવા આવ્યો કે, “તમે શું આપો છો ?”

બાપાશ્રી બોલ્યા, “અમે કલ્યાણ આપીએ છીએ.” અંગ્રેજને તેના માણસે આ વાત કરી એટલે તે સાહેબ બાપાશ્રી પાસે આવ્યો અને વિનય પૂર્વક એક રૂપિયો ભેટ મુકી બોલ્યો કે, મુઝે એક રૂપીઆ કા કલ્યાણ હો બાપાશ્રી તેને ખોળો ભરી પતાસા આપ્યા. બાપાશ્રીને સંતોએ પૂછ્યું કે, આ સાહેબનું કેવું કલ્યાણ થાશે ?”

Summary

બાપા અઢળક ઢળ્યા અને બોલ્યા “તેનું સદ્ સ્વામી ઈશ્વરચરણ દાસજી જેવું કલ્યાણ કરીશું. સંતો કહે કે, “બાપા અમે તમારી વાંસે વાંસે ફરીએ છીએ અને એમાં આ સદ્દગુરૂઓની વાત જ અનોખી. આવુ કલ્યાણ કઈ રીતે !” બાપા મસ્તીથી બોલ્યા. અમે આ કરવા જ આવ્યા છીએ આપણે જે રેલ્વેના ડબામાં મુસાફરી કરી રહ્યા છીએ તે ડબામાં જે કોઈ (આ ડબો નકામો થઈ કાઢી ન નાંખે ત્યાં સુધી) મુસાફરી કરશે તેનું પણ એવું જ કલ્યાણ. આવો કૃપાનો મુશળધાર વરસાદ શ્રીજી મહારાજ વતી આવેલા સંકલ્પ સિવાય કોણ વરસાવી શકે ? આવું બાપાશ્રીએ ઘડ્યું સુંદરવન, ચંદનનું વન કલ્યાણ ગંગા-યમુના અને દિવ્ય અગણિત ઝરણાંઓનું વન, સર્વજીવ હિતાવહ વન, કલમ થાકી જાય, ઉપમા જડે નહી તેવું વન!

Leave a Comment