“ઘરે આવ્યા” ગુજરાતી વાર્તા (“Came home” Gujarati Story)

By

નમસ્તે મિત્રો આપ સૌ નું In Gujarati બ્લોગ માં સ્વાગત છે, આજ અપણે એક નવી ગુજરાતી વાર્તા (Gujarati story) જોવા જય રહ્યા છીએ જેનું નામ “ઘરે આવ્યા” છે. આશા રાખું છું કે તમે આખી વાંચશો અને તમને આ વાર્તા માં મજા આવશે.

“ઘરે આવ્યા”

સુરેન્દ્રનગરનું કારખાનું બંધ કરી હું અમદાવાદ વડોદરા દિલ્હી જવા રવાના થયો. સને ૧૯૫૨ની આસો સુદ ૧૦ના રોજ હું પૂ.અમુ બળદેવભાઈ શેઠને ત્યાં ઉતર્યો. બીજી દિવસે કાલુપુર નરનારાયણદેવના સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરી, વહેલાલના અમુ કંકુભાભુ જે નવા વાસમાં રહેતા અને મને ડાક્ટર કહેતા તેમના દર્શને ગયો. તેમણે પૂ.અમુ નારાયણભાઈ તથા પૂઅમુ લીલાબહેનના ચમત્કારોની વાત મને પૂછી.

મારી દષ્ટીએ આ મુક્તોનું જીવન જ એક મહા મોટા ચમકારો જેવું હતું અને હું તેમની પાસે જ જઈ રહ્યો હતો. પૂ.અમુ નારાયણભાઈ દરિયાપુર સાપરીની પોળમાં પટેલની પોળમાં ખૂબ જ નાના ઘરમાં રહેતા અને ઘરના બારણા દેવદારના પાટીયા અને પતરા હતા. ઘર વાસવા એક સામાન્ય કડી હતી.

તેઓ સામાન્ય રીતે ઘર વાસતા નહિં, પૂ.અમુ કંકુભાભુની વાત સાંભળી મેં ત્રણ સંકલ્પો કરેલાં (૧) હું દિલ્હી નોકરી શોધવા જતો હતો એટલે મહારાજની મૂર્તિની સમાંતરે (સન્મુખ નહિ) ઉભા રહી જમણા હાથની ત્રણ આંગળીઓ વાળી અંગુઠા પાસેની આંગળી ઠાકોરજી તરફ રાખી મને કહે, આપણે આ મૂર્તિમાંજ લક્ષ્ય રાખવું (૨) મને કંકુનો ચાંલ્લો કરે (૩) મને આશીર્વાદનો એક રૂપીયો આપે. અમે સવારના લગભગ ૯.૦૦ વાગ્યાથી ૩.૦૦ વાગ્યા સુધી પ.પૂ. મુનિસ્વામી, પ.પૂ. અમુ ભગવતસ્વરૂપદાસજી સ્વામી, પૂ.અમુ મનસુખભાઈ વગેરેની ખૂબ વાતો કરી.

આ મુક્ત કાંઈ જમવાની વાત કરે નહિ અને મને ભુખ લાગેલી એટલે મેં યુક્તિ પૂર્વક કહ્યું “ભાઈ તમે જમ્યા કે નહિ ?” અમુ ભાઈએ કહ્યું “આજે એકાદશી છે એટલે રૂચિ નથી. પણ તમે જમ્યા નહિં ?” મેં કહ્યું “મને ય રૂચિ નથી” પૂ. ભાઈ કહે “એમ ન ચાલે” મેં કહ્યું તમે જમો તો જમુ પૂ. ભાઈએ પૂ.અમુ લીલાબહેન પાસે મગફળી અને બટેટાની કાતરી તળાવી સાથે “ખોખા પાકમાં મૂક્યો પૂ. ભાઈ અને હું એક જ થાળીમાં સાથે જમ્યા.

ત્યાર પછી હું ઉભો થયો એટલે મને મારા સંકલ્પ પ્રમાણે ઠાકોરજી તરફ સમાંતરે ઉભા રહી કહ્યું, “તમે નોકરી શોધવા જાવ છો, આપણે આ મૂર્તિમાં લક્ષ્ય રાખવું” ત્યાર પછી પૂ. અમુ લીલાબહેનને કહે, “કંકુ લાવો અને એક રૂપીયો લાવો, આ લોકની રીતે પૂ.અમુ ભાઈશ્રી તે વખતે આર્થિક પરિસ્થિતિ જોઈ મેં કહ્યું “ભાઈ ચાંલ્લો કરો રૂપીયાનું કાંઈ નહિ” પૂ. ભાઈ કહે પૂ. બાપુજી મને પોતાના પુત્ર તુલ્ય માને છે. એટલે હું તમારો મોટોભાઈ છું.

મારે આશીર્વાદનો રૂપીયો તો આપવો જ જોઈએ ને ?” આવા દિવ્ય સંભારણા સાથે હું નીકળ્યો. આમ તો હું પૂ. ભાઈને સને ૧૯૩૪થી ઓખળતો હતો અને અમે ડૉ કેશુભાઈ માંડલીયાના મોટાભાઈ અમુ વાડીલાલભાઈ, પુઅમુ ભાઈ અને હું પાંચ વરસ વઢવાણ દાજીરાજ હાઈસ્કુલમાં ભણતા અને રોજ સાંજે વઢવાણ મંદિરે દર્શન જતા. પૂ. ભાઈ અમારા કરતા એક વરસ આગળ હતા. દાજીરાજ હાઈસ્કુલ ખૂબ જ જૂની હાઈસ્કુલ હતી.

પૂ અમુ લાભુભાઈ અને ૧૯૩૫માં આ સ્કુલમાંથી મેટ્રીક પાસ થયેલા અગાઉ એસ.પી. શાહ કરીને જે ICS થઈ અંગ્રેજ સરકારમાં દિલ્હી ફાઈનાન્સ સેક્રેટરી હતા તે પણ આ સ્કુલમાંજ મેટ્રીક પાસ થયેલા અને બોમ્બે યુનિવર્સીટીમાં બીજે નંબર પાસ થયા હતા. ત્યાર પછી ઘણા વરસે અમુ ડૉ. બિપીનભાઈ સ્વદાસ સન ૯૫૭માં બોર્ડના બીજે નંબરે પાસ થયા.

આ પ્રસંગે સૌરાષ્ટ્રના ગણિતના પ્રખ્યાત શિક્ષક શ્રી પરમાર સાહેબે કહેલું કે લગભગ ૧૦૦ વર્ષમાં બે જ વિદ્યાર્થી બીજા નંબરે પાસ થયા. તેમાં શિક્ષક કરતા વિદ્યાર્થીના હીરનો ફાળો મોટો ગણાય. હવે હું વડોદરા-મુંબઈ થઈ દીલ્હી આવ્યો. તે વખતે મારી પુત્રી ચિ. બિંદુનો જન્મ થયેલો. ત્યાર પછી મારા પત્ની અસૌ.

લલિતા દિલ્હી આવ્યા અને તે મારા પૂ. બા-બાપુજી સાથે વઢવાણ સુવાવડ કરવા ગયા જ્યાં ચિ. રેખાનો જન્મ સને ૧૯૫૩માં થયો. આ અરસામાં પૂ. અમુ દિવાળીબાને આંખે મોતિયો આવેલો. તે કહે, “મારૂં ઓપરેશન મારા ભાઈને ત્યાં જ કરાવો આથી સુરેન્દ્રનગરના ડૉ. મૂળશંકરભાઈ દ્વિવેદી પાસે વઢવાણ અમારા ઘરે ઓપરેશન કરાવ્યું, તે વખતે પૂ.અમુ દિવાળીબાના વિષે હેત અને મહિમા વાળો મોટો સમુહ દર્શને આવે. વસંતપંચમીનો સમૈયો મુળી થયેલો ત્યાંથી વળતા “બ” ના દર્શન કરતા જઈએ તેમ મહિમાથી આવે એક બાજુ ચિ. રેખાને સાચવવી અને બીજી બાજુ હરિભક્તને જમાડવા અસૌ. લલિતા આ સેવા પૂ. બાના માર્ગદર્શન મુજબ મહિમાથી કરતી પણ તેને દેહના સગા અને જીવના સગાની રેખા અમારા કુટુંબમાં કેવી ભુંસાઈ ગઈ હતી, તેનો સાક્ષાત્કાર થયો.

Also Read- “સદગુરુ” ગુજરાતી નૈતિક વાર્તા (“Sadguru” Gujarati moral story)

ત્યારપછી અસૌ. લલિતા વગેરે દિલ્હી આવ્યા વળી ચિ. બીપીનના જન્મ નિમિત્તે વઢવાણ જવાનું થયું. પૂ. બા, બાપુજી આ સમયે અવાર નવાર દિલહી આવતા. ચિ. બિપિનના જન્મ પછી તેને લઈને અસૌ. લલિતા, અચુભાઈ વગેરે દિલ્હી આવ્યા ત્યાં મને ઉપરા ઉપરી બે મોટી કંપનીમાં નોકરીની ઓફર આવી. પહેલી નોકરીમાં માત્ર આઠ જ દિવસ થયેલા પણ તેમાં દિલહી હેડ ક્વાર્ટ્સ હતું. બીજી નોકરી પણ ખૂબ મોટી કંપનીની હતી, પણ તેનું ભારતમાં કારખાનું નોતું એટલે સલામતી ઓછી હતી.

પણ હેડ ક્વાર્ટ્સ અમદાવાદ હતું. આમા નિર્ણય ખૂબ ઝડપથી લેવો પડે તેવું હતું. મેં દિલહીના અમારા ૨૩-એ કમલાનગર, દિલ્હી-૬ના નિવાસ સ્થાનમાં બહાર તાળું માર્યું અને બીજા બારણાથી ઘરમાં આવ્યો. આવીને નાહ્યો. ઠાકોરજીને દીવો કરી ફરી પુજા કરી બે ચિઠ્ઠી નાંખી. પુજા કરી રહ્યા પછી મહારાજને સંભારી ચિઠ્ઠી ઉપાડી તો અમદાવાદ આવવાની ચિઠ્ઠી ખુલી.

તરત જ નિર્ણય લઈ કુટુંબને વઢવાણના બાપુજી પાસે મુકી મુંબઈમાં ટ્રેનીંગ માટે આવ્યો. ૨૯ ઓગસ્ટ ૧૯૫૬ના રોજ ટ્રેનીંગ પૂરી થઈ અને હું અમદાવાદ આવ્યો. ભાઈ અચુભાઈએ ૩૫, શારદા સોસાયટીમાં રૂપીયા ૭૫/ના ભાડાનું મોટું કહેવાય તેવું મકાન શોધી કાઢ્યું. અને અમે લાભ પાંચના દિવસે નિવાસ કર્યો. આ નિવાસસ્થાનમાં પ.પૂ. અમુ કાનજીબાપા અમદાવાદ પધારેલા તેઓ, પૂ.અમુ બળદેવભાઈ શેઠ પૂ. અમુ નારાયણભાઈ અને ઘરના મળી ૩૨ માણસો જમ્યા. બાપાશ્રીના પુત્ર જમવા ઘરે પધાર્યા. અમે આ રીતે ફરી ફરીને આ મહા મુક્તના પગલાથી અવરભાવ અને પરભાવમાં અમારું ઘર કહેવાય તે ઘરે ફરી ફરીને આવ્યા.

Summary

મિત્રો તમને “ઘરે આવ્યા” વાર્તા કેવી લાગી ? જો તમને ગમી હોય તો નીચે કોમેન્ટ કરી અને જણાવી શકો છો. તમને બહાર ફરવું કદાચ બહુ ગમતું હશે પણ બધા થોડા દિવસ સુધી બહાર રહી શકે છે કે ફરી શકે છે. બહુ જાજા દિવસો થતા બધા ને પોતાનું ઘર યાદ આવે છે અને જયારે તે ઘરે પહોંચે છે ત્યારે તેને હાશકારો થાય છે.

Leave a Comment