નમસ્તે દોસ્તો આપ સૌનું મારા બ્લોગ in Gujarati માં સ્વાગત છે. આજ અપને દિવ્ય દર્શન ગુજરાતી નૈતિક વાર્તા વિષે જોવાના છીએ. કદાચ તમને ખબર હશે કે દિવ્ય દર્શન એટલે શું. અને ના ખબર હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમને આ નૈતિક વાર્તા દ્વારા જરૂર સમજાઈ જશે.
દિવ્ય દર્શન ગુજરાતી નૈતિક વાર્તા
બાપાશ્રી કરાંચી પધારે છે તે ખબર જાણી પૂ. નાગરદાસ બાપુજી બાપાશ્રીને વળોટાવવા અમદાવાદ આવ્યા. તે વખતે પૂ. મોટા બાપુજીનું શરીર સારૂ નહોતું. તેમને થયુ કે મૂળીના પાટોત્સવમાં ખૂબ પરિશ્રમ કર્યો એટલે શરીરમાં થકાવટના કારણે કસર જેવું જણાય છે. શરીરે ટાઢ જેવું પણ જણાયું.
પાટણ મારા પૂ. બાપુજી ને બાપાશ્રી કરાંચી પધારે છે તે ખબર મળતાં તેઓ મહેસાણા આગ્રા લોકલ માં બેસીને બાપાશ્રીના દર્શને ગયા અને વળતા પાટણ પધારવા પ્રાર્થના કરી. બાપાશ્રી કહે નાગરદાસભાઈ અમદાવાદ મળ્યા હતા. તેમના શરીરે ઠીક નહોતું એટલે તમારે જ કદાચ વિરમગામ જવું પડશે. પૂ. બાપુજી પાટણ આવ્યા અને થોડા દિવસમાં જ તાર આવ્યો કે મોટા બાપુજી ને શરીરે સારૂ નથી માટે વિરમગામ આવો. પૂ. મોટા બાપુજીને ડબલ ન્યુમોનિયા થઈ ગયેલો. આમાં સાથે સાથે દરદમાં ગંભીર ગણાય તેવા ઝાડા પણ થઈ ગયા.
આથી પૂ. બાપુજીએ બાપાશ્રીને કરાંચી તાર કર્યો કે નાગરદાસભાઈને ગંભીર મંદવાડ છે માટે જલ્દી પધારો. બાપાશ્રીએ કહ્યુ નાગરદાસ માંદા હોય એટલે હમણાજ જવું પડે. બાપાશ્રી ની તે દિવસે ડૉ. રોમિલ ને ત્યાં રસોઈ હતી એટલે ડૉ. રોચિમલે પ્રાર્થના કરી બાપા તમે અહીં રહ્યા રહ્યા જ તેમને સાજા કરી દો બાપાશ્રીએ હસીને કહ્યું ભલે તેમ કરશુ પૂ. મોટીબા, પૂ. બાપુજી હવે પૂ. મોટાબાપુજીનું દર્દ ગંભીર અને અસાધારણ વધતું જાય છે તે વિચારે. તે જમાના માં ખસ ખસના ડોડવાને પાણીમાં નાંખી ઉકાળે અને ઉપર ચારણીમાં શેક કરવા કપડના ગોટા મૂકે તે ઉપચાર કરે. તે જમાનામાં મળતો એલોપેથીક મલમ પાણીમાં ગરમ કરી લગાડે વગેરે ઉપચારો કરતાં હતા.
અત્યાર જેવી અલ્ફા કે એન્ટીબાયોટીક દવાઓ તે જમાનામાં હતી જ નહીં. આ ઉપચારોની દર્દ ઉપર કોઈ સંતોષકારક જરાયે અસર દેખાતી નહોતી. પૂ. મોટા બાપૂજીના દેહ નહિ રહે તે વિચારે માત્રથી ખૂબ રડી રડી ને થાકીને અમારા પૂ. મોટીબા તથા પૂ. બાપુજી, પૂ. નાગરદાસ બાપુજીના બાટલા પાસે સુઈ ગયા હતા. આ રાત્રે પૂ. મોટાબાપુજીને બાપાશ્રી મહારાજ બન્ને સદ્દગુરૂ ઓ તથા અમુલાલમલભાઈના દર્શન થયા.
બાપાશ્રી સિવાય સૌએ પિતાંબર પહેરેલા અને સૌ તેજોમય દેખાયા. પૂ. બાપાશ્રી અમુ નાગરદાસ બાપુશ્રી પાસે ખાટલા ઉપર બેઠા અને બોલ્યા “બચ્ચા નાગરદાસ તને કેમ છે?” મોટાબાપુજી કહે “બાપા સારૂ નથી.” બાપાશ્રીએ શરીરે હાથ ફેરવી કહ્યું “મહારાજ મટાડી દેશે. અમે તેમની ઈચ્છાથી તમને સાજા કરવા આવ્યા છીએ. તૂ સાજો થઈ જ એટલે નહાજે, પૂજ કરજે અને જમજે.” આ રીતે આશરે અર્ધો કલાક બાપાશ્રીએ ખૂબ હેતથી વાતો કરી.
પૂ મોટાબાપુજી જાણતા હતા કે ઘરની ડેલી તેમના ઓરડામાં માપવાના દરવાજા બધુ બંધ છે અને આ દિવ્ય દર્શન છે. આ દર્શનનો લાભ પૂ. બાપુજીને મળે તે માટે તેમને જગાડવા સંકલ્પ કર્યો. ત્યાં આ દિવ્ય દર્શન બંધ થઈ ગયા. પૂ. મોટા બાપુજીએ પૂ મોટીબા, પૂ. બાપુજી સૌને જગાડી મા દિવ્ય દર્શનની વાત કરી મારા પૂ. બાપુજીએ નાડી, તાવ, ફેફસાં વગેરે જોયું તો બધુ સાજા માણસ જેવું હતું. ખૂબ શાંતિ અને આનંદ આનંદ થઈ ગયો.
પૂ મોટાબાપુજી કહે હવે નવરાવો પછી પૂજા કરાવો અને જમાડો મારા બાપુજી કહે ભાઈ ડબલ ન્યુમોનિયા માંથી બાપાશ્રીએ સા ક્ય. ડૉક્ટર તરીકે હજી નહાવાનું જમવાનું ન કરાય. પૂ મોટાબાપુજીએ હસીને કહ્યું તારી ડૉક્ટરીનો ડોળ મૂક. બાપાએ મટાડ્યું છે અને તેમની આશા છે માટે તેમણે કહ્યું છે તેમ કર.
પૂ મોટીબાએ સગડી કરી પાણી ગરમ કરવા મૂક્યું ઘરમાં તે જમાનામાં પ્રમાણે લોખંડની મોટી ચોકી, (લાડુ વગેરે મોટા પાયા ઉપર કર્યા હોય તે મૂકવા) ઘરમાં લઈ આવ્યા. તેમાં કાથીથી ભરેલી લાકડાની માંચી ઉપર પૂ. નાગરદાસ બાપુજીને બેસાડી હજુ થોડા બીતાબીતા ઉતાવળે નવરાવી સગડી ઉપર દૂરથી કપડા ગોટાથી ગરમ કરી ખૂબ શેક કર્યો. ખાટલામાં પૂજા પાઠ દર્શન કરાવ્યા ત્યાર પછી તે જમાનામાં હલકો ગણાય તેવા ખોરાક તરીકે ભડકું ખવરાવ્યું.
ડૉક્ટરો સવારે પૂ નાગરદાસ બાપુજીને જોવા આવ્યા ત્યારે સૌને નવાઈ થઈ. ત્યાર પછી અઠવાડિયે બાપાશ્રી કરાંચીથી અમદાવાદ પધાર્યા આ ખબર મળતા પૂ. બાપુજી સીગરામ લઈને ત્યાંથી નળકાંઠાના વાંસવા ગામ પધાર્યા. આ ખબર મળતા પૂ. બાપુજી સીગરામ લઈને બાપાશ્રીને તેડવા ગયા બાપાશ્રીનું ખૂબ ધામધૂમથી સામૈયુ કર્યું. મારા પૂ માતુશ્રી પણ ત્યાં હતા. બાપાશ્રી તેમની ઉપર દીકરી જેવું હેત દેખાડે.
ભાઈઓ અને બહેનો હરખ ભર્યા બાપાના દર્શને નદીના પૂરની જેમ આવેલા. બાપાશ્રી મારા માતુશ્રીને ચાંલ્લા કરે, પ્રસાદ આપે અને અસાધારણ રાજીપો બતાવે આ વખતે સાંખ્યયોગી પૂ નાથીબા વિરમગામ બહેનોના મંદિરમાં નિવાસ કરી ત્યાંનું સંચાલન કરતા. તે હાજર હતા. પૂ. નાથીબાએ મારા પૂ. માતુશ્રીનું બાવડું પકડી ખેંચી કહ્યું “તુ એકલીજ દર્શન કરનારી હોઈશ.
આથી બસ.” ત્યાર પછી પૂ. નાથીબાએ મારા પૂ. માતૃશ્રીને કહ્યું બાપા બહુ રાજી થાશે તો કદાચ ધામમાં લઈ જાય આમ થાય તો મારો ભાઈ બિચારો (પૂ. બાપુજી) ઓશિયાળો થઈ જાય. આ વાત મારા પૂ. બા વારે વારે કહેતા. શ્રી હરિના સંકલ્પ મૂર્તિએ આવા લાડ લડાવ્યા તે વાત કઈ દીકરી ના કરે? બાપાશ્રી થોડા દિવસ વિરમગામ રહ્યાં અને આજુબાજુના ગામડામાં દર્શન દેતા હતા.
Conclusion
તો મિત્રો તમને આ નૈતિક ગુજરાતી વાર્તા (Gujarati Moral Story) કેવી લાગી, આશા રાખું છે કે તમને આ વાર્તા જરૂર ગમી હશે. આ આર્ટિકલ વાંચતા પહેલા તમને કદાચ દિવ્ય દર્શન એટલે શું એ ખબર નહિ હોય પણ હવે તમને જરૂર ખબર હશે કે દિવ્ય દર્શન નો અર્થ શું થાય છે. તમે પણ જીવન માં કોઈ મહાન પુરુષ કે પછી ભગવાન ના દિવ્ય દર્શન પ્રાપ્ત કરી શકો છો. પણ એ આસાની થી કોઈ ને માલ્ટા નથી.