“વિદાય” ગુજરાતી નૈતિક વાર્તા ભાગ 1(“Farewell” Gujarati moral story Part 1)

By

નમસ્તે દોસ્તો આપ સૌનું અમારા બ્લોગ In Gujarati માં સ્વાગત છે. આજ અપને વધુ એક ગુજરાતી નૈતિક વાર્તા તરફ વધી રહ્યાં છીએ જેમાં તમને કદાચ બહુ મજા આવશે. આ વાર્તા મોટી હોવાના કારણે બે વિભાગો માં વહેંચવામાં આવી છે. બધા ભાગ ની લિંક તમને આસાની થી મળી જશે. પેહલા ભાગ નો અંત જ્યાં થયૉ હશે, બીજા ભાગ ની શરૂવાત ત્યાંથીજ થઇ છે.

“વિદાય” નૈતિક ગુજરાતી વાર્તા ભાગ 1

બાપાશ્રી સંવત ૧૯૮૩માં અમુ લાલમલભાઈના નિઃસીમ આગ્રહને વશ થઈને સદ્ સ્વામી ઈશ્વરચરણદાસજી તથા અમુ સાવલદાસભાઈ સાથે માંડવી થઈ કરાંચી પધાર્યા. સાથે અમુ ધનજીભાઈ વગેરે મુક્તો હતા. સદ્ વૃંદાવનદાસજી સ્વામી રેલ રસ્તે કરાંચી પહોચ્યા. અમુ સાવલદાસભાઈ અમુ પ્રભાશંકરભાઈ. અમે મહાદેવભાઈ, અમું સોમચંદભાઈ વગેરે મુક્તોના આનંદનો પાર ન રહ્યો. બાપાશ્રીએ પંદર દિવસ રોકાઈ સૌના મનોરથો પૂરા કર્યા.

દિવસને રાત ફાગણ સુદ અગિયારસથ ફાગણ વદ અગિયારસ સુધી પરભાવની છેલ્લી સ્થિતિની વાતોની રંગ રે ચલવી. બાપાશ્રીએ કેટલાય ઘેર પધરામણીઓ કરી આરોગ્ય સારૂં નહોતું પણ જેને દેહ જ નથી એવા આ સંકલ્પ મૂર્તિનું ઝીણી બુદ્ધિ વાળાને ખબર પડે કે આમને માંદા કોણ કહે ? બાપાશ્રીની વાતો ભાગ-૨માં ૯ પાનાં (૩૧ થી ૧૦૯) બાપાશ્રીએ કરેલી દિવ્ય વાતોની લહાણી સદ્દગુરૂ તથા અમુ સોમચંદભાઈએ સંગ્રહ કરી લખી છે.

બાપાશ્રી પંદર દિવસ પછી વિદાય થયા ત્યારે મર્મમાં કહ્યું કે હવે ફરી આવી શકે તેવું લાગતું નથી. સૌ ઉદાસ થયા ત્યારે કહે હજી તો ૧૯૮૪માં મોટો યજ્ઞ કરવો છે. આ વચનથી સૌના હૈયા હેઠા બેઠા. બાપાશ્રીના છેલ્લા યશ પહેલા લગભગ ત્રણેક મહિના પહેલા મારા ઘરના સિંહાસનમાં બાપાશ્રીની મૂર્તિ છે. તે વઢવાણના અમારા નિવાસ સ્થાનમાં પૂજાના રૂમમાં કબાટ નીચે હતી. આવા બે કબાટો એક સિંહાસન તથા ભીત ઉપર મહારાજ અને સંતોની છબીઓ હતી. પૂ બાપુજી દરેક મૂર્તિનું પાણીમાં કંકુ નાંખી રોજ પૂજન કરતા, પૂ. બાપુજીની પૂજા લાંબો વખત ચાલે એટલે નીચે દવાખાનું દર્દીઓથી ભરાઈ જાય પણ કદી પૂજામાં ઉતાવળ કરે નહીં.

બાળક તરીકે હું આ જોઉ એક દિવસ બાપાશ્રીની આ મૂર્તિની પૂ. બાપુજીની જેમ હું ચાંલ્લો કરવા મથતો હતો. મૂર્તિ ઉપર કંકુ પાણી અને ચોખાના સ્પર્શથી આવડે તેવું કરૂં. ત્યાં અમારા કુટુંબમાં ખૂબ જાણીતી ઘટના બની બાપાશ્રીની મૂર્તિમાંથી દિવ્ય વનિ આવ્યો. “ઉભો રે ગરબડીયા ભગત.” હું બી અને દોડીને રોતો રોતો બહાર ઓસરીમાં આવ્યો અને બોલ્યો, “બાપા મને વઢે છે મારા પૂ. માતૃશ્રીએ કહ્યું કે “બાપા શુ કહે છે ?” મે કહ્યુ “ઉભો રે ! ગરબડીયા ભગત” એમ બોલ્યા આ શબ્દ “ગરબડીયા” થી ઘરના સૌને વિશ્વાસ બેઠો કે બાપા ન બોલ્યા હોય તો આવડા નાના બાળકને આવું બોલતા આવડે નહીં.

બાપા પ્રતિમા રૂપે પ્રત્યક્ષ છે તે અમારી ગળથુથીમાં હતું. પણ બાપા હજી મનુષ્ય રૂપે વિચરણ કરી રહ્યા હતા. ત્યારે આ મૂર્તિમાંથી દિવ્ય વાણી થઈ એટલે પ્રતિમાભાવ અને મનુષ્યભાવનો આ મૂર્તિમાં સમન્વય થયો. બાપા કહેતા કે મનુષ્યરૂપે હોઈએ ત્યારે લાભ મળે. ભાદરવે મેહ મઘા ન હોય પછી મોંઘા થાય ખરા.” આ છબી સાથે કલ્યાણકારી સ્મૃતિને કારણે હૈયુ ભરીને અંતઃ સ્કૂરણા ધ્યાન કરું છું. ત્યારે દિવ્ય સ્મરણને અગશિત ફુવારાનો અંતઃકરણમાં ઉજાસ થાય. ઠંડક થાય છે, જીવ મટીને શિવ થાય છે. મારા પૂ. માતપિતાએ આ કારણથી મને આ મૂર્તિ આપી છે.

મૂર્તિના ચિત્રકારે તે વખતે આ મૂર્તિના ત્રીસ રૂપિયા લીધા હતા. મારા માટે તે અમુલ્ય છે. ત્રણ વરસથી મને ત્રુટક ત્રુટક સ્મૃતિઓ યાદ છે. ૧૯૮૪ના થશમાં અમારું આખું કુટુંબ જામનગર સ્ટીમરમાં બેઠું તે વખતે સ્ટીમર ઊંડા પાણીમાં ઉભી હતી. અમને હોડીમાં બેસાડી સ્ટીમર પાસે લઈ જઈ ખારવાઓએ સ્ટીમરમાં ચઢાવ્યા. તે યાદ છે. અમારી સાથે મારા પૂ. માતુશ્રીના દાદા પૂ ભૂદરભાઈ હતા. અમારો ઉતારો બાપાશ્રીના નિવાસ સ્થાન પૂ. અમુ બળદેવભાઈ શેઠના ઉતારા સાથે એક ઓસરિયે હતા. બાપાશ્રી ઉતારે ઉતારે ફરતા છેલ્લી પ્રાપ્તિના વર આપતા એક સાથે ઘણી જગાએ દર્શન દેતા. પૂ. બાપુજીની નોંધ ઉપરથી એક સ્વજનના કુટુંબી સોની પુરુષોત્તમ કોંઢવાળાની ૨૪ વરસથી અવગતિ થયેલ તેને થયું કે આ યજ્ઞમાં જઈ મારૂં કલ્યાણ કરી આવું. તે તેમના કુટુંબની એક બાઈને લઈ આવ્યા.

બાપાશ્રી કહે જા બદ્રિકાશ્રમમાં.” અમારા કુટુંબીઓએ પ્રાર્થના કરી “બાપા છેલ્લી પ્રાપ્તિ કરાવો તો સારૂં”. બાપા રાજી થઈ કહે, “જ અક્ષરધામમાં” બાઈના આ કાકાના સસરાનું બાપાશ્રીએ પાણીની અંજલિ છાંટી પૂરું કર્યું. આ બન્યું ત્યારે પૂ. ભુદરભા હાજર હતા. બાઈ પાંચ રૂપિયા ભેટ મૂકી પગે લાગી. બાપાશ્રીએ હસતા હસતા કહ્યું “આ તમારા કાકાજી સસરાનો દાડો કયો.” આ યજ્ઞમાં અમારું આખું કુટુંબ એટલે કે પૂ. મોટાબાપુજી, પૂ. બાપુજી ૫. ભાભુ પૂ. બા, પૂ. શાંતુભાઈ, પૂ. રૂક્ષ્મણીભાભી, પૂ. પ્રિયકાંતભાઈ, પૂ. લાભુભાઈ, હું, પુષ્પાબેન તથા માધુભાઈ અમારી સાથે હતા. અગાઉ લખ્યું તેમ મને ત્રણ વરસ હતા ત્યાંથી ત્રુટક ત્રુટક પ્રસંગો યાદ છે.

સ્ટીમરમાં ચઢાવ્યા તે વૃષપુરમાં બાપાશ્રી તેમના નિવાસ સ્થાન પાસે મંદિર પાસે ખુરશીમાં વિરાજમાન હતા અને ફરતા હરિભક્તો કોઈ બેઠા બેઠા કોઈ ઉભા ઉભા બાપાશ્રીના દર્શન કરતા તે બરોબર યાદ છે. કોઈ ધન્ય ઘડીએ બાપાશ્રી મંદિર પાસે જ પશ્ચિમ દિશામાંથી પૂર્વ દિશામાં ડોલતા ડોલતા આવતા હતા. પૂ. બાપુજી અને સાથે હું તે જ સ્થળે પૂર્વથી પશ્ચિમ તરફ આવી રહ્યા હતા. મેં મખમલનો બાબાશૂટ તથા માથા ઉપર હેટ પહેરેલી. પૂ. બાપુજીના માર્ગદર્શનથી હું બાપાશ્રીને દંડવત્ કરવા લાગ્યો ત્યારે બાપાશ્રીએ પોતાની લાકડીથી મારી હેટ ઉડાડી તે બરોબર યાદ છે.

એક વખત સાંજે બાપાશ્રીના નિવાસ સ્થાને પહેલ માને બાપાશ્રી પોતાના ઢોલયા ઉપર ઉત્તર દિશામાં મુખારવિંદ રાખી પલાંઠી વાળી બેઠા હતા અને ખોળામાં છાતી સાથે મહારાજની મૂર્તિ પ્રતિલોમ ધ્યાનની જેમ ઉત્તર દિશામાં દર્શન થાય તેમ રાખી હતી. હરિભક્તો ઉમંગભેર બાપાશ્રીની આરતી ઉતારતા હતા. ભીડ ઘણી હતી એટલે હું કજીયા કરતો હતો. તે પણ યાદ છે. પૂ. બાપુજી કહેતા કે બાપાશ્રીનું નિવાસસ્થાન બહુ મોટું નહોતું પણ આરતી સમયે જેટલા હરિભક્તો આવે તે સૌ સમાઈ જતા. વળી દિવસના જમવા ટાણે હું પૂ. બાપા પાસે બેઠો હતો.

જમવા માટે છાંયો કરવા તાડપત્રી જેવા કાપડનો મોટો મંડપ હતો. એ વખતે સૂર્યનારાયણના સામાન્ય તડકામાં ચાંદરડા કોઈ કોઈ જગાએ દેખાતા. બાપાશ્રી પોતે પીરસવા પધાર્યા અને અમારા ભાણામાં અપાર દયા કરી કાંઈક પીરસ્યું ઊંચેથી નાંખ્યું જે દર્શન પણ સારી રીતે યાદ છે. આ મનુષ્ય રૂપે વિચરણ કરી રહેલા શ્રીજી સંકલ્પ મૂર્તિ બાપાશ્રીના દિવ્ય સંસ્મરણો રોજ નિત્ય નવા હેતે સંભારૂ છું. કોઈ વખત જમવાનો સમય થાય અને મારા પુત્રવધુ અસૌ વિન્ના થાળ કરે ત્યારે આ સુખને સંભારતો સંભારતો અનંત સુખના મહાસાગરમાં ડુબકી મારીને દિનચર્યા કરવા બહાર આવું છું.

મહારાજ સંભારતા આવડે તો વૃદ્ધાવસ્થામાં સમય ખૂટતો નથી એવું ન લાગે પણ એમ થાય કે શ્રી કૃષ્ણ શરદ પુનમમાં છ મહિનાની રાત કરી ગોપીઓ સાથે રાસ રમ્યા તેમ દિવસ-રાત બાપાશ્રી લાંબા કરે તો ખૂબ આનંદ થાય. હરિવર હૈયે રાસ રમતા હોય, હૃદયના ધબકારા મૃદંગ બનતા હોય, હેતના આંસુના ખળખળ કરતા વહેણ ઝાંઝરની જેમ ઠમકા મારતા હોય, શરીરના જ્ઞાનતંતુઓ તંતુવાઘની જેમ ઝણઝણતા હોય, લોહીની નદીઓ દિવ્ય બનીને ઘેલા નદીની જેમ ઘેલી બની યુવતી હોય તેવું થાય છે. હદય વલોવાયને અમૃત નીકળે તે અખંડ પિવાય તેવી પ્રાર્થના કીર્તન બનીને મુખવાટે નીકળે છે.

પ્રભુ તેમ હુય જો ખુમારીથી દિવ્ય કેફથી નિર્મોહી મારા નાથની સાથે હેતથી ભેટું છું કદી જુદો પડ્યો નથી, અનંતકાળ સુધી ભેગો રહીશ તેનો દે, નક્કી, નોર, નિઃસંશય, નિશ્ચય કરી સવળી આંટી પાડી છે. આ યજ્ઞમાં ઝાલાવાડના, પ્રાંગધ્રા, હળવદ, માલણીયાદ, વાંટાવદર વગેરેના હરિભક્તો જેમાં ગાંધી કુટુંબ ખૂબ બળીયું કહેવાય તે કચ્છના સેવકોની જેમ જ કામ કરતા. આશરે પચાસથી વધારે રસોઈ કરવાની ચૂલો હતી.

આમાંથી આ કુટુંબ ઘણી જગ્યાએ ગોઠવાઈ જતું. બાપા કહેતા “મારૂ માલણીયાદ આવ્યું.” આ કુટુંબ યજ્ઞની રસોઈ ઉપરાંત રસોઈને લગતી ઘણી નાની મોટી સેવાઓમાં તન-મન-ધનથી જોડાતું કહેવત છે કે “ માંડવો બાંધવા સૌ આવે પણ છોડવા બહુ ઓછા આવે” આ કુટુંબ અથથી ઇતિ સુધી હાજર રહી દિન- રાત અથાગ સેવા કરતું. વૃષપુરના માણસો પોતાના ઘરબાર હરિભક્તો ના ઉતારા માટે ખાલી કરી પોતે વાડીએ જઈ રહેતા.

ઘણા નાના ગામડાના માણસોનો ઉમંગ પણ માતો નહીં સુખ-સગવડ, ઊંઘ-ઉજાગરો, ભુખ તરસ બધુ ગૌણ હતુ બાપાશ્રીની છેલ્લા યશની મહામુલી સેવાએ એકજ સૌનું ધ્યેય હતુ. હજારો લોકો પોતાના ગાડા છોડી ગાડું ઊંચુ કરી તેના ઉપર રાવટી નાંખી તંબુ જેવુ કરી તેમાં નિવાસ કરતા. પાણીની વ્યવસ્થા પણ અદ્ભુત હતી. ચામડાના કોસના બદલે તાડપત્રીના કોસ વપરાતા પાણીના વહેણમાં વચ્ચે વચ્ચે કપડા ગોઠવી પાણી ગળાઈને સૌને ગળેલુ પાણી મળે તેવી વ્યવસ્થા હતી. બાપાશ્રીના સંબંધમાં આવેલા સૌને બાપાશ્રીના દિવ્યાનુભાવોના અનુભવો થયેલા તેમાં આ યજ્ઞમાં તો બાપાશ્રીએ સૌને સંભારવા થાય, સંભારવાથી પરમ પદ પમાય તેવા અગશિત ચમત્કારી જણાવેલા.

અનિ. ચંદ્રશંકરભાઈ ત્રિવેદી જે અગાઉ એશીયન ઈન્શ્યોરન્સ કંપનીના મેનેજીંગ ડીરેક્ટર હતા. તેમના પિતાશ્રી અમુ ગીરજાશંકરભાઈને બાપાશ્રીએ પાઠશાળામાં પોતાની સાથે તાવડામાં શીરો હલાવવા બેસાર્યા અને કહે તમે બ્રાહ્મણ છો એટલે સૌને ખપે. ત્યાંથી ગીરજાશંકરભાઈ મંદિરમાં આવ્યા તો બાપાશ્રી વાતોની રમઝટ બોલાવે ત્યાંથી તેઓ છત્રીએ ગયાં ત્યાં બાપાશ્રી ભીડભંજન હનુમાનજી પાસે દીવો કરતા હોય તેવા સદેહે દર્શન દેતા જોયા. આવા દિવ્ય અનુભવથી રોમાંચિત થઈને છત્રીની બહાર નીકળ્યા તો નજીકમાં સૌ હરિભક્તો રાસ લઈ રહ્યા હતા.

તેમાં બાપાશ્રી રાસ લઈ રહેલા જોયા એટલે ગીરજાશંકરભાઈ આંખમાં હેતના આંસુ સાથે ધન્ય બનીને પગમાં પડી ગયા. આ વાત મને એક વખત અમુ ચંદ્રશંકરભાઈએ એકલા કરેલી (ઘણું કરીને ભાવનગરમાં) ત્યારે વાત કરતાં હૈયું ભરાઈ જતા આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. બીજા કોઈ એક સમયે એક બાપાશ્રીના હેતવાળા સમુહનાં પ્રવચન કરતા આજ વાત આજ ક્રમમાં કરતા રડી પડ્યા હતા. ચૈત્ર સુદ અગીયારસથી ચત્ર વદ ૮ સુધી ચાલેલો આ યજ્ઞ પુરો થયો ત્યારે પોતાના ભાલે ચર્ચેલુ ચંદન એક ખેસથી લુછી અમુ બળદેવભાઈ શેઠને આપ્યો.

અને બાપાશ્રી બોલ્યા,” શેઠ ! આ અમારો છેલ્લો યશ પૂરો થયો” આ ખેસ અમુ. શેઠ બાપુજીના પત્નિ પૂ. હીરાબાએ મારા મોટાભાઈ પૂ. લાભુભાઈને આપ્યો જે તેમના પ્રસાદીના કબાટમાં બાપાશ્રીની પાઘ વગેરે સાથે સૌના દર્શનાર્થે તેઓ રાખતા. બાપાશ્રીએ યજ્ઞ પૂરો થયો પછી હેતેથી કહ્યું. “આ યજ્ઞ મહારાજે કર્યો. આવો યશ તો મોટા રાજા થી પણ ન થાય. આપણે ત્યાં તો હાજી કહેતા હજારૂ ઉડતા હાલતા લકર લારજી. હરિભક્તો સૌ સૌના નિવાસ સ્થાને ગયા.

Summary

આશા રાખું છું “વિદાય” ગુજરાતી નૈતિક વાર્તા તમને ખુબ ગમી હશે અને જો એવું હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો. જેમકે તમને ખબર જ છે કે આ સંપૂર્ણ વાર્તા મોટી હોવાથી બે વિભાગો માં વહેંચવામાં આવેલી છે અને તમને દરેક ભાગ ની લિંક આર્ટિકલ માં આસાની થી મળી જશે જેથી તમે શરુવાત થી વાર્તા વાંચી શકો.

1 thought on ““વિદાય” ગુજરાતી નૈતિક વાર્તા ભાગ 1(“Farewell” Gujarati moral story Part 1)”

Leave a Comment