“વિદાય” ગુજરાતી નૈતિક વાર્તા ભાગ 2(“Farewell” Gujarati moral story Part 2)

By

નમસ્તે દોસ્તો આપ સૌનું અમારા બ્લોગ In Gujarati માં સ્વાગત છે. આજ અપને વધુ એક ગુજરાતી નૈતિક વાર્તા તરફ વધી રહ્યાં છીએ જેમાં તમને કદાચ બહુ મજા આવશે. આ વાર્તા મોટી હોવાના કારણે બે વિભાગો માં વહેંચવામાં આવી છે. બધા ભાગ ની લિંક તમને આસાની થી મળી જશે. પેહલા ભાગ નો અંત જ્યાં થયૉ હશે, બીજા ભાગ ની શરૂવાત ત્યાંથીજ થઇ છે.

Also Read- “વિદાય” ગુજરાતી નૈતિક વાર્તા ભાગ 1(“Farewell” Gujarati moral story Part 1)

“વિદાય” નૈતિક ગુજરાતી વાર્તા ભાગ 2

બાપાશ્રી એ સંતોને રોકી ખૂબ સુખ આપ્યા છત્રીએ વચનામૃત રહસ્યાર્થની સમુહ પારાયણ કરાવી. સંતોને રોકાવા મર્મ વચનો કહ્યા. બાપાશ્રી અમુસદ્ સ્વામી ઘનશ્યામજીવનદાસજી સ્વામીને કહે, “હવે તમારી વૃત્તિ અમદાવાદ પહોંચી છે. જાવ તો બધાય જાવ રહો તો બધાય રહો. જુદા ન પડવું” છેવટે સંતોને વસમી વિદાય લેવી પડે તેવા સંજોગો ઉભા થયા. કારણ કે ઘણાને હવે પોતપોતના મંદિર ધમદો ઉઘરાવવા પાછા વળવું હતું. બન્ને સદ્દગુરૂઓને જવાની ઈચ્છા જરાય ન હતી” આવી બાપાશ્રીની આશાના કારણે જવાનો નિર્ણય લેવાયો. બાપાશ્રી માંચીમાં બેસી સંતોને છેટે સુધી વળાવવા ગયા. સદ્દગુરૂ ઈશ્વરચરણદાસજી સ્વામીને કહે, હવે સ્વામી આવું ક્યાં સુધી મળાશે ?

સૌ સંતોને બાપાશ્રીએ ભૂજ ચાર દિવસ રોકાઈને જવાની આજ્ઞા કરી. સંતો ગયા પછી બાપાશ્રીએ સંભારણું કર્યું જે સૌને સંભારવા થાય વૃષપુરના અરજણભાઈના દીકરા રામજીને ભૂજ મોકલી સંતોને પાછા વૃષપુર બોલાવ્યા. સંતોને અમુ વિઠ્ઠલજીભાઈની રસોઈ હતી. જે જમીને આવતા થોડું મોડું થયું. સંતો બાપાશ્રી પાસે આવ્યા ત્યારે બાપા સદ્. સ્વામી ઈશ્વરચરણદાસજીને કહે. આટલી વાર ક્યાં લગાડી વીરા.” બાપાશ્રી કહે તમે સૌ ગયા પછી અમને બહુ સુનું સુનું લાગ્યું. બાપાશ્રીએ વિરહની કડીઓ બોલી સંતો ઉપર હેત વરસાવ્યું.

બાપા ઘડી અલગ અલગ કડીમાં બોલી કહે “પિયુ રીઝવવાની રીત અમને એકેય ન જડી.” બાપાશ્રી કહે આ વાડીઓમાં કેરીઓ થઈ છે તે પાકે પછી રસોઈ જમીને જો અમે તમને અષાઢ મહિનામાં જરૂર છૂટા કરીશું. આપણે ત્યાં બાજરાનો તોટો નથી. રોટલા જમીશું અને શ્રીજી મહારાજની વાતો કરીશું તમે રાજી હોતો સૌ રહો, રહો તો અમે ખૂબ રાજી, જવ તો પણ રાજી” બાપાશ્રીની ઈચ્છા પોતે દેહત્યાગ કરે ત્યારે સદગુરૂઓ પાસે હોય તે વધુ આ લોકમાં રહેવા પ્રાર્થના કરે તે અવગણીને જવું ઠીક નહિ તેવી હતી એટલે સદ્. સ્વામી ઘનશ્યામજીવનદાસજી સ્વામીને બાપાશ્રીએ પ્રેરણા કરી અને તેમનાથી બોલાઈ ગયું.

બાપા તમે રાજી છો એટલે અમે હવે જઈએ હવે જેઠ સુદમાં ભૂજમા સત્સંગી જીવનની પારાયણ બેસાડી હતી. તેમાં બાપાશ્રી પધાર્યા પારાયણના વક્તા અમુ સદ્ સ્વામી મુનિ સ્વામી હતા. બાપાશ્રી મંદિરની વાડીએ રહ્યા અને ત્યાં “હરિ વાક્ય સુધાસિંધુતરંગ” ની પોતાની પાસે સંતોને મુક્તો હતા તેમની પાસે કથા કરાવી. બાપાશ્રી અમુ મુનિસ્વામીને કહે “તમે સત્સંગી જીવનની પારાયણ કરો છો અને અમે વાડીએ સુધાસિંધુની પારાયણ કરીએ છીએ હરિવાક્ય સુધાસિંધુ શ્રી મુખની વાણી છે એટલે એનો મહિમા ઘણું” બાપાશ્રી જેઠ સુદી નોમના દિવસ ભૂજમાં સત્સંગી જીવનની પારાયણ સમાપ્તિનો વિધિ કરી અમુ ભોગીલાલભાઈને ત્યાં પધાર્યા.

બાપાશ્રીને અમુ ભોગીલાલભાઈ ઉપર અપાર હેત હતું બાપા કહે “તમારા દાદા માધવજીભાઈને પણ અમારી સાથે હેત હતું, પિતા પુરુષોત્તમભાઈને પણ એવું જ હતા અને તમારૂં હેત તો ઘણું તમને મૂર્તિમાં રાખ્યા છે.” બાપાશ્રી આ દિવસે સવારે ભોગીલાલભાઈને ત્યાં મગજ મોતૈયા વગેરે મિશન જમ્યા. બપોરે અમુ લાલશંકરભાઈને ત્યાં તરબુચના પાણીમાં સાકર નાંખી પીધું સાંજે અમુ વિઠ્ઠલદાસજીભાઈને ત્યાં છ મિઠાઈ અને પાતરા આદિ ફરસાણ વગેરે જમ્યા. સૌને થાય કે બાપાશ્રી હવે સાવ સાજા થઈ ગયા છે. હવે બાપાશ્રી માધાપર પધાર્યા અમુક મુનિસ્વામી સાથે હતા.

બાપાશ્રી કહેતા, “આવી કથા અમારે અખંડ ખપે” જેઠ વદ આઠમના રોજ માધાપરના હરિભક્તોને ખૂબ સુખ આપી હવે અમે આ દેહ ફરી નહીં આવીએ” તેવા મર્મ વચનો કહી વૃષપુર જવા તૈયાર થયા. બાપાશ્રી અમુ મુનિસ્વામી ને કહે, “મુનિ બચ્ચા વૃષપુર અમારી સેવા કરવા ચાલો” વળી બાપા કહે “મુનિ બચ્ચા પાણી તો પાવ.” સ્વામી દોડીને ટાઢા જળનો લોટો લઈ આવ્યા અને બાપાશ્રીને અબખોરે પાણી પાયું, પ્રસાદીનું પાણી વધુ તે અમુ લાલશંકરભાઈ આદિ હરિભક્તો હાજર હતા તેમને પાયુ હવે બાપાશ્રીએ અષાઢ સુદ ૨ ના રોજ મંદવાડ ગ્રહણ કર્યો બીજે દિવસે મંદવાડ વધવા લાગ્યો.

અષાઢ સુદ ચોથના રોજ મંદવાડ વધારે જણાતા ચારે બાજુ ખબર આપ્યા. પૂ. અમુ વિઠ્ઠલજીભાઈ, પૂ. અમુ. મુનિસ્વામી, શ્રી રંગદાસજી, અમુ મોતીભાઈ, અમુ મગનભાઈ, અમુ ભોગીલાલભાઈ, અમુક લાલશંકરભાઈ વગેરે દોડી આવ્યા. પૂ. અમુ મુનિસ્વામીએ સવારે ૧૧.૦૦ વાગ્યે દર્શન કર્યા. સાંજે ફરીને ગયા ત્યારે સંધ્યા આરતી નિમિત્તે બાપાશ્રીની આરતી ઉતારી. સંતોને મુક્તોનો પાર નહોતો, રાત્રે ૧૧.૦૦ વાગે લગભગ અમુ તેજભાઈ હંમેશ મુજબ દૂધ લાવ્યા તે બાપાશ્રી એ પીધું.

ફરી પૂ અમુક મુનિસ્વામી પૂ. સ્વામી શ્રી રંગદાસજી વગેરે પધાર્યા બાપાશ્રીની નાડી વગેરે જેવા પ.પૂ. મુનિસ્વામીને ખૂબજ ચિંતાજનક જણાઈ. સંતોએ બાપાશ્રીની આરતી ઉતારી બહાર સ્ત્રી તથા પુરુષો દર્શન માટે પડાપડી કરતા હતા એટલે સંતો મંદિરમાં આવ્યા. પૂ. અમુ મુનિસ્વામી મંદિરમાં આવી સમાધિમાં ઊંડા ઉતરી ગયા. સ્વામીને વર્ણવી ન શકાય તેવા દિવ્ય અનુભવો થયા. સ્વામીના તે અનુભવનું વર્ણન “અબજી બાપાશ્રીના જીવનવૃતાંત”માં તેમના વિષે હેત, મહિમા બાપાશ્રીના જ્ઞાનના સાર જેવુ આદ્યાત્મિક ઊંડાણ મૂર્તિમાન કરે છે.

તેમાં તેમને મહારાજ બાપાશ્રી, બાપાશ્રી વિષે અપાર હેતવાળા સદ્દગુરૂઓ મારા પૂ મોટાબાપુજી, પૂ. બાપુજી વગેરેને તેજોમય સ્વરૂપમાં લીન થતા જોયા અને પોતાને પણ બાપાશ્રીએ મૂર્તિમાં લીન કર્યા. તે વખતે તેજના બિંબ છૂટી રહ્યા છે. વગેરે વર્ણન અપાર દુઃખ અનંત સુખ અને પ્રભુની અકળીત લીલાના સમન્વય જેવું લાગે છે. બાપાશ્રીએ રાત્રે ૧.૦૦ વાગે તિરોધાન લીલા કરી મનુષ્ય રૂપે દર્શન બંધ કર્યા. પ.પૂ.અમુ વૃંદાવનદાસજી સ્વામી લખે છે કે તે વખતે કોઈની ધીરજ રહેજ નહી તેવો પ્રસંગ હતો પણ બાપાશ્રીએ સૌના હદયમાં સહન શક્તિ પ્રેરી, અમુ ભોગીલાલભાઈ બાપાશ્રીના દર્શન કરી ભૂજ ગયા હતા. તેમને મનમાં થયું કે કદાચ બાપાશ્રી દેહત્યાગ કરશે.

બાપાશ્રીએ દર્શન દઈ કહ્યું, “ભોગીલાલ અમે જઈએ છીએ” ભોગીલાલભાઈ પલંગમાંથી નીચે બેસી માળા ફેરવવા લાગ્યા. ત્યાં અમુ લાલશંકરભાઈ આ ખબર આપવા આવ્યા. તેમને ભોગીલાલભાઈએ આ વાત કરી. બીજે દિવસે આ મુકતો ગુલાલ સુખડ વગેરે લઈ વૃષપુર પહોંચી ગયા. બાપાશ્રીના દેહત્યાગ વખતે દુઃખી હરિભક્તોનો અવાજ આશરે સવારે ૫.૦૦ વાગે અમે મુનિસ્વામીને સાંભળાયો.

સ્વામી સમાધિમાંથી જાગ્યા. ગામે ગામથી હરિભકતો દોડી આવ્યા હતાં. વહેલી સવારે બાપાશ્રીની પાલખીની અંતિમ યાત્રા છત્રી તરફ ચાલી અસંખ્ય લોકો બાપાશ્રીના દર્શન માટે પાલખી રોકતા ધીરે-ધીરે પાલખી બપોરે આશરે ૨.૦૦ વાગે છત્રી સ્થાને પહોંચી. ત્યાં મહારાજના ચરણાવિંદવાળી છત્રીની દક્ષિણ બાજુએ થોડા અંતરે બાપાશ્રીની આજ્ઞા મુજબ અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કર્યું. પૂ. અમે મુનિસ્વામી વગેરેએ બાપાશ્રીની ફરી આરતી ઉતારી અને બાપાશ્રીના પુત્રો પૂ અમુ કાનજીભાઈ તથા પૂ.અમુ મનજીબાપા વગેરે એ અગ્નિદાહનો વિધિ કર્યો.

કેટલાય નાળિયેર ઘણા ડબ્બા થી અત્યારે કલ્પી ન શકાય તેટલા સુખડના લાકડા વગેરે હોમી આ ભૂમિ ને દિવ્ય આંસુભીની અંજલિ આપી. બાપાશ્રીએ દેહત્યાગ કર્યા પછી બીજે દિવસે સદેહે દર્શન દઈ ખૂબ રડી રહેલા તેજભાઈનું દુધ પીધુ વાલબા-અમરબા-પ્રેમબા વગેરેને સાક્ષાત દર્શન દઈ સદેહે જમ્યા. પૂ.અમુ જાદવજી બાપાને સદેહે મંદિરમાં દર્શન દીધા. હવે બન્ને સદ્ગુરુઓ તથા ગુજરાતના, કરાંચીના હરિભક્તો આવવા લાગ્યા. આમાં અમુ. આશાબાપા અમુ.લાલમલભાઈ તથા અમુ. ડૉ. નાગરદાસ બાપુજી બાપાશ્રીનો ઢોલિયો ખાલી જોઈ ખૂબ રડ્યા અને સૌ છાના રાખવા કોશીષ કરે પણ રોતા રહે નહીં આ વખતે બાપાશ્રી પણ તેજોમય દેખાયા, બાપાશ્રી મહારાજમાં લીન થઈ ગયા અને પછી મહારાજ અદશ્ય થયા.

આ દર્શનથી સૌને કાંઈક શાંતિ થઈ સદ્દગુરૂઓ, સંતો અને મહામુક્તોએ બાપાશ્રી ની ઘણી વાતો કરી. મહિમા કહ્યો, કથા વાર્તાનો અખાડો ચાલતો કર્યો. બાપાશ્રી કુટુંબ તથા હતરુચિવાળા મુક્તોની દરખાસ્ત મુજબ સદ્ગુરુઓ એ રોકાઈને બાપાશ્રીની છ થાંભલી વાળી છત્રી કરાવી. છત્રી ઘડનાર પણ બાપાશ્રીના હેતવાળા કચ્છના કારીગર મુક્તો હતા. બાપાશ્રી અવાર નવાર દર્શન દઈ કહે છત્રી સારી ઘડી, થાંભલીઓ સરસ કરજો, અહિં અમે રહીશું આ અમારું મંદિર છે.

આ મંગલમય કામ થવાથી સદ્ગરૂઓ વગેરે ગુજરાત વળવા તૈયાર થયા બાપાશ્રીની વસમી વિદાય પછી સૌએ ભારે હૈયે સદ્દગુરૂઓને ભૂજ સુધી જઈ વિદાય આપી. સદ્દગુરૂઓએ કહ્યું કે કાંઈ મહારાજની ઈચ્છાથી નાની મોટી ઉપાધિ થાય તો બાપાશ્રીના કુટુંબ સાથે ઐક્ય રાખજો. પૂ.અમુક મુનિસ્વામી ત્યાં કચ્છમાં બે વરસ રહ્યા અને પાટડીના પૂઅમુ નાગજીભાઈની ઈચ્છાથી તેમણે પાટડી આવી નિવાસ કર્યો. ત્યાર પછી બાપાશ્રીના સમકાલિન સદ્દગુરૂઓ અને મોટા મોટા સંતો સાથે ઘણો ખરો સમય રહીને સ્વામી તેમની પણ સેવા કરતા આવ્યા નિર્માની પૂઅમુક મુનિસ્વામી મહાન હોવા છતા નાના બની વિરાટ બન્યા.

Also Read- “વિદાય” ગુજરાતી નૈતિક વાર્તા ભાગ 2(“Farewell” Gujarati moral story Part 2)

Summary

આશા રાખું છું “વિદાય” ગુજરાતી નૈતિક વાર્તા તમને ખુબ ગમી હશે અને જો એવું હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો. જેમકે તમને ખબર જ છે કે આ સંપૂર્ણ વાર્તા મોટી હોવાથી બે વિભાગો માં વહેંચવામાં આવેલી છે અને તમને દરેક ભાગ ની લિંક આર્ટિકલ માં આસાની થી મળી જશે જેથી તમે શરુવાત થી વાર્તા વાંચી શકો.

Leave a Comment