“ભગવાન” ગુજરાતી વાર્તા (“God” Gujarati Story)

By

નમસ્તે મિત્રો આપ સૌ નું In Gujarati બ્લોગ માં સ્વાગત છે, આજ અપણે એક નવી ગુજરાતી વાર્તા (Gujarati story) જોવા જય રહ્યા છીએ જેનું નામ “ભગવાન” છે. આશા રાખું છું કે તમે આખી વાંચશો અને તમને આ વાર્તા માં મજા આવશે. ભગવાન હર એક લોકો ના દિલ માં વસતા હોય છે તો તેને ગોતવા જવાની કઈ જરૂર નથી, તે હંમેશા તમારી પાસે જ છે.

“ભગવાન”

શારદા સોસાયટીના અમારી સાથે રહી મારા નાનાભાઈ અચુભાઈ (MA LLB) વકીલાતના ધંધામાં જોડાયા. મારો પગાર હું તેમને આપી દેતો અને મારી જરૂર પૂરતા પૈસા તેમની પાસેથી લેતો. જીવનની એક નવી શરૂઆત કરી એટલે અસૌ. લલિતા અને ભાઈ બચુભાઈ શક્ય તેટલી કરકસરથી ઘર ચલાવતા. આ અગાઉ અચુભાઈએ થોડો વખત વઢવાણના સનદી વકીલ સાથે વકીલાતનો અનુભવ લીધેલો. ત્યાર પછી વડોદરા જઈ અમારા ભાઈ અમુડૉ. પ્રિયકાંતભાઈ સાથે રહી તેમના મિત્ર શ્રી શાંતિભાઈ સાથે સેલ્સ ટેક્ષ તથા ઈન્કમટેક્ષનો અનુભવ લીધેલો. મારી મોટી પુત્રી ચિ બિન્દુ હવે છ વરસની થઈ હતી. તેનો પહેલા ધોરણમાં મુકવા માટે નર્સરી વગેરેનો બે વરસનો અભ્યાસ કરવો જરૂરી હતો.

એટલે એક વરસમાં ત્રણ વરસનો અભ્યાસ કરવો પડે તેવું હતું. યોગાનું યોગ અમારી કંપનીમાં અમુક એવા ફેરફારો થયા કે વહીવટ બદલાયો અને અમારે એક મહિમાનો પગાર લઈ ઘરે રહેવાનું થયું. આ એક માસમાં ચિ. બિન્દુ ને મેં ખૂબ ઝડપથી ભણાવી અને તેના શિક્ષક તથા પ્રિન્સીપાલ ખૂબ રાજી થયા. તે ખૂબ સારા માર્કે પહેલા વરસમાં પાસ થઈ. બીજી બાજુ મારા પૂ. બા-બાપૂજીને સંજોગોવસાત થોડા મહિના દિલ્હી જવાનું નક્કી થયું એટલે ભાઈ બચુભાઈના પત્ની અસો.

વિમળા તથા પુત્ર ચિ. સુધીરને પણ અમારી સાથે રહેવાનું નક્કી થયું. મને અખૂટ વિશ્વાસ હતો કે મારૂ ઘર બાપાશ્રી ચલાવે છે, હું નથી ચલાવતો. જરાયે મુંઝાયા વગર અમારા આઠ માણસનું જીવન ધોરણ શ્રી હરિએ ટકાવી રાખ્યું. કોઈ વખત વલ્લભ વિદ્યાનગરથી મારા સૌથી નાનાભાઈ ઘનશ્યામ જે ત્યાં એનજીનીયરીંગમાં ભણતા તે અને ભાઈ બિપીનભાઈ સ્વદાસ પણ આવે. બાપા પુરૂ કરતા. ખૂટતુ એ નહિં. ને વધતું એ નહિં.

દરમ્યાનમાં ભાઈ અચુભાઈને બાટલીબોય એન્ડ કંપની મુંબઈમાં શેઠના પી.એ. તથા આસીસ્ટન્ટ સેક્રેટરીની નોકરીની આકર્ષક ઓફર આવી. જે તેમણે દીર્ઘ દૃષ્ટિથી પૂ. લાભુભાઈના કહેવાથી સ્વીકારી લીધી. દરમ્યાનમાં હાલ બિલિમોરા રહેતા અમારા નાનાભાઈ જયંતિભાઈ નાગરદાસ આદેશરા LLB ભણતા હતા.

તે અમારી સાથે રહ્યા. થોડા મહિના પછી તેમની ઈચ્છા સૌ સાથે મળીને હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવાની થઈ. હોસ્ટેલમાં રહેવું તે ભણતરમાં મદદરૂપ થવા ઉપરાંત એક પ્રકારનું પણ ભણતર જ છે. આ રીતે અસૌ. લલિતા અને ચિ. બિન્દુ-રેખા બિપીનને તે વખતે દૂર અને એકાંત લાગે, ચોરીનો ડર લાગે તેવી જગાએ રાખવા કરતા અમદાવાદ ગામમાં કાલુપુર – નરનારાયણદેવના કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે હાથીખાના નવા વાસમાં એક નવું બનેલું “કુમ કુમ કુંજ” મકાન મળી ગયું અને અમે નિવાસ કર્યો.

આ નિવાસ સ્થાન મંદિર નજીક હોવાથી પૂ. બા-બાપુજી દિવાળી અગાઉ આવે અને પ્રબોધીની એકાદશીનો સમૈયો કરી જાય. વળી ચૈત્ર સુદ-૯ અગાઉ અને પછી આવે શ્રાવણ માસ અધિક માસ વગેરે મળી વરસમાં લગભગ ત્રણ મહિના રહે. બાળકોમાં ધર્મ અને સંસ્કારનું સિંચન થયું. બીજી બાજુ ભાઈ ઘનશ્યામ તથા અમુ બિપીનભાઈ સ્વદાસ આવે ભાઈ ઘનશ્યામનો અભ્યાસ ખર્ચ ભાઈ અચુભાઈ અને હું મળી ઉપાડતા.

તે B.E.માં ડીસ્ટીશન સાથે વલ્લભ વિદ્યાનગર યુનિવર્સિટીમાં બીજા નંબરે પાસ થયા. એક વખત ભાઈ બીપીનભાઈ સ્વદાસ આ નિવાસ સ્થાને આવ્યા ત્યારે તેમને તાવ હતો. જેનું નિદાન ટાઈફોઈડ થયું. મારા પૂ. મામા તથા કાકાની દીકરી બહેન ગુણબહેનનો દિકરો એટલો મોંઘો હતો કે તેને કાંઈ થાય તો આભ તૂટી પડ્યા જેવું થાય. ટાઈફોઈડના પેશન્ટને શક્ય ત્યાં સુધી હેરવવા ફેરવવામાં જોખમ ગણાય ઉપરાંત કાંઈ દરદમાં મુશ્કેલી થાય તો વઢવાણ કરતા અમદાવાદમાં ચઢિયાતી સારવાર મળે એટલે તેમને મારે ત્યાં રાખીને જ સારવાર કરવાનું નક્કી કર્યું.

Also Read- “પારસ” ગુજરાતી બાળવાર્તા (“Paras” Gujarati Stories For Kids)

જરાય ચિંતા ન થાય તે મુજબનો પત્ર લખી પૂ. મામા તથા અ.સૌ. બહેનને બોલાવ્યા. મારે ધંધાર્થે ટુર બહુ રહેતી પણ પૂ. મામા આવ્યા ત્યાં સુધી અને ત્યાર પછી ભાઈ બિપીનભાઈને તાવ નોર્મલ થયો ત્યાં સુધી હું મહેસાણા, વીસનગર, વિજાપુર, પાટણ, પાલનપુર સવારે જઈ રાત્રે પાછો આવતો. અત્યાર જેવા રસ્તા અને બસની સુવિધા નહિ એટલે તકલીફ ઘણી હતી પણ આ કર્તવ્ય ખૂબ જ મહત્વનું હતું. ભાઈ બિપીનભાઈ સ્વદાસ સંપૂર્ણ ભયમુક્ત થયા અને હું કચ્છ વગેરે સ્થળે ગયો. ભાઈ ઘનશ્યામ અને ૧૯૬૦માં B.E. થઈને સુરત મે. ભોગીલાલ મેઘરાજની .

હંસા ફાઈલ્સ કારખાનું બાંધતી હતી. તેમાં શાહપુરજી પાલનજી જેવા મોટા કોન્ટ્રાક્ટર ઉપર દેખરેખ રાખવા અને સીમેન્ટનો ચોક્કસ વ્યવસ્થીત હિસાબ રાખવાની ભાઈ ઘનશ્યામે સુંદર કામગીરી બજાવી અને એક વરસ પછી સને ૧૯૬૧માં અમદાવાદ આવ્યો. અમદાવાદમાં એકાદ માસ ચોક્સી આર્કિટેક્ટ કરીને આધુનિક આર્કિટેક્ટ હતા. તેમાં અનુભવ લીધો ત્યાર પછી મે.આર.સી. ઠક્કર નામના કોન્ટ્રાકટર, જેમની પાસે બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનની કપચી વગેરે આઈટમની મોનોપોલી તથા ટ્રક વગેરે સાધનો હતા તેમાં ખૂબ સારું નામ કમાયો.

હવે ભાઈ ઘનશ્યામને મ્યુનિસિપાલીટીના એસ્ટેટ ડીપાર્ટમેન્ટમાં એસ્ટેટ ઓફિસર નીચે તે વખતે તે આસીસ્ટન્ટ રહેતા જેને જુનીયર આસીસ્ટન્ટ કહેતા તે જગા મળી. જેમાં અર્થે અમદાવાદ તેની પાસે અને થોડા સમય પછી મિ શર્મા કરીને તેના સાથીદાર આવ્યા તેમની નીચે અર્થે અમદાવાદ. આમાં નકશા પાસ કરવા, નકશા પ્રમાણે કામ થયું છે કે નહિ તે જોવું, ગટર વગેરે બરોબર છે કે નહિ તે ચેક કરવું વગેરે કામ હતું.

આ બન્ને જુનીયર આસીસ્ટન્ટ નીચે + ઈસ્પેક્ટર રહેતા. આમાં ભ્રષ્ટાચારનો મોટો અવકાશ હતો પણ બન્ને મિત્રોએ ખૂબ પ્રમાણિક રીતે આ કામ કર્યું. આ અરસામાં ૬-૪-૧૯૯૨ના રોજ મેં લેબ્રેટા સ્કુટર ખરીધુ આ કુટર ઉપર હું ૧-૯-૧૯૬૨ના રોજ અંગ્રેજી આકડાના આઠડા ઘર પાસે પ્રેક્ટીસ કરતો હતો જે પાકા લાયસન્સ માટે જરૂરી હતું. આમ અચાનક પડ્યો અને અકસ્માતમાં મને L1 વર્ટીબ્રાનું કોમ્બેસન ફેક્યર થયું. મારી સારવાર ભારતના પહેલા સ્પીકર પૂ. માવલંકર દાદાના પુત્ર ડૉ. વી.જી. માવલંકર (ER.C.s). હતા. તેમણે કરી.

આ ઉપરાંત ભાઈ ઘનશ્યામ વડોદરા ડૉ મણિભાઈ પટેલ F.R.C.S. du sig ad M.S. (Ortho) ya X-Ray Maid muda. આમાં મારે આશરે ત્રણ માસ જાજમ ઉપર કેડ નીચે વાળેલું કપડું રાખી સુઈ સહેવું પડતું. બધી ક્રિયા પથારીમાં કરવાની, આર્થિક બાબત જરાયે ચિંતા ન કરવા હુંફ આપી. મારા પત્ની અસૌ લલિતા તથા તેના પિયર પક્ષમાંથી વારાફરતી સૌએ હાજર રહી રસોડું સંભાળ્યું. આ ઘરે મારા ભત્રીજ ચિ. હસમુખભાઈ પણ ત્રણ વરસ રહી LL.B. થયાં તેને મારા પત્ની સાથે આ જ પર્યત પુત્રવતુ હેત છે. કોઈમ્બતુરથી મારા નાનાભાઈનું કુટુંબ લગભગ દર વરસે આ ઘરે આવતું.

ઘર મોટું ન હતું પણ અમારું દિલ મોટું હતું. સૌને અમારી પાસે ગમતું. એક વખત ભાઈ અચુભાઈના પત્ની પ.ભ. વિમળાના દાતના મુળમાં સડો હતો. તેની સર્જરી તે વખતના સૌથી પ્રખ્યાત અને ગર્વનરના ડેન્ટીસ્ટ ડૉ. વિજયકર દલાલે કરેલું. તેમાં નીશો આપનાર ડૉ. લાલા ઉપરાંત એટ્રોપીનનું ઇજેક્શન આપવા ડોં. મહેન્દ્રભાઈ ધીરૂભાઈ શેઠ હતા. આમા પ.ભ. વિમળાનું હદય ઓચિંતુ અટકી ગયું. એટલે ત્રણેય ડૉક્ટરોએ મળી હાર્ટ માટે જરૂરી મસાજ વગેરે મહેનત કરી અને મહારાજની દયાથી બચી ગયા. હવે ભાઈ ઘનશ્યામનું સગપણ ખંભાળીયા ગામમાં રહેતા પ.ભ. તુલસીદાસભાઈ તથા અસૌ. ત્રિવેણીબહેનની પુત્રી ચિ. ઉષા સાથે કર્યું.

ભાઈ ઘનશ્યામે મારૂ સ્કુટર પોતાના ઉપયોગ માટે રાખ્યું તેની ઈચ્છા ૬-૪-૧૯૬૩ ચૈત્ર સુદ ૧૩ ના રોજ મહાવીર જયંતિની શનિવારની રજા અને ૭-૪-૬૩ની રવિવારની રજા નિમિત્તે સ્કુટર પર વઢવાણ જવાની થઈ હું જામનગર તરફ ટુરમાં જઈ રહ્યો હતો. ત્યારે તે તથા મારી કંપનીના ડીસ્ટ્રીબ્યુટર્સના મેનેજર મને સ્ટેશને મુકવા આવ્યા. મેં ભાઈ ઘનશ્યામને હાઈવે ઉપર નહિં જવા અને સ્કૂટર બગડે તો તેનું સમારકામ તેને આવડતું નહિ એ મુદા ઉપર પણ ભાર મૂકી જવા ના પાડી પણ પ્રારબ્ધવશાત મારા શાળા શ્રી માણેકલાલ તે વખતે અમદાવાદ મારે ત્યાં હતા તેમને લઈને વઢવાણ જવા નીકળ્યો, અને સાણંદથી થોડે દૂર એક સાયલીસ્ટને બચાવવા જતા તે સામેથી આવતી ટ્રકના અકસ્માતમાં ધામમાં ગયો.

શ્રી હરિની ઈચ્છાથી આ વખતે પૂ. બા, બાપુજી કચ્છમાં ગયેલા પૂ. લાભુભાઈ દિલ્હી, ભાઈ બચુભાઈ કોઈમ્બતુર અને હું જામનગર કામ પતાવી ખંભાળિયા ગયેલો. ભાઈ ઘનશ્યામે સર્વમંગલ સોસાયટીની જમીન શોધવામાં, કંપની લી. કરવામાં વગેરેમાં એટલી બધી મહેનત કરેલી અને તે કારણે પૂ.અમુ નારાયણભાઈની એવી નિકટ આવેલો કે પૂ.અમુ નારાયણભાઈ તથા પૂ.અમુ ડૉ. પ્રિયકાંતભાઈ વઢવાણ દોડા દોડ પહોંચી ગયા.

ભાઈ ઘનશ્યામભાઈ અંતિમ સંસ્કાર પૂ.અમુ નારાયણભાઈએ કર્યા, તેમણે મને ત્યાર પછી કહ્યું “થોડી aણ મને એમ લાગ્યું કે મારો દેહ પડી જશે” મારા પિતા ગીગાભાઈ ધામમાં ગયા તે કરતા ભાઈ ઘનશ્યામ ધામમાં ગયો તેનાથી વધારે દુ:ખ તેમને થયું. કુટુંબમાં અને સત્સંગમાં હાહાકાર થઈ ગયો. સ્વામિનારાયણ ધર્મની દરેક શાખામાંથી દિલાસાના પત્રો આવ્યા. ધુન્યો થઈ. મારા પૂ. બાપુજીને સૌથી વધારે શાંતિ, પ.પૂ.અમે મુનિસ્વામી અને પ.પૂ.અમુ કાનજીબાપાના પત્રથી થઈ.

પ.પૂ.અમુ મુનિસ્વામી આ સમાચાર સાંભળી ઘણો વખત ઉંડા ઉતરી ગયા, અને પછી લખ્યું કે મહારાજને પ્રાર્થના કરી કે ભાઈ ઘનશ્યામને મૂર્તિમાં રાખે અને મહારાજે તે પ્રાર્થના સ્વીકારી છે. પ.પૂ.અમુ કાનજીબાપાએ લખ્યું “ઓ હો હો, બાપા ભાઈ ઘનશ્યામને પોતા સરખું સુખ આપે છે.” મારા બાપુજીને આ પત્રોથી ઘણી શાંતિ થઈ પણ કુટુંબમાં આ આઘાતથી સૌ હતપ્રભ બની ગયા.

મારા પત્ની સ્વભાવે નરમ અને પૂ.અમુ નારાયણભાઈના શબ્દોમાં કહીએ તો “ગરીબડા મુક્ત છે. તે ખૂબ જ કલ્પાંત કરતા તથા થોડા દિવસો પછી મૂર્તિઓ મુકેલી તે ગોખમાંથી અવાજ આવ્યો. “ભાભી કલ્પાંત શું કામ કરો છો ? હું તો મૂર્તિના સુખમાં કિલ્લોલ કરુ છું.” દિલ્હીમાં પૂ. લાભુભાઈનો પુત્ર એક જ અરસાના ઠાકોરજીની મૂર્તિઓ પાસે વારે વારે નમીને જમીનને સ્પર્શ કરે અને પગે લાગે. તેની ઉંમર છ વરસની હતી.

ઘરના સૌએ પૂછ્યું. “આમ કેમ કરે છે ?” ત્યારે ચિ. જયેશે કહ્યું કે, હું કાકા પાસે જઈ આવ્યો.” ચિ. જયેશે કહ્યું કે, “હું મોટરમાં બેઠો મોટર ઉડતી હતી. અજવાળું ઘણું હતું પણ આંખ મીંચાઈ જતી નહોતી. વચમાં લાલાજીના ભગવાન (મકાને માલિક લાલજી શ્રી કૃષ્ણ ભગવાનના પરમ ભક્ત હતા) મળ્યા પણ મોટર ત્યાં ઉભી ન રહી મોટરમાં હું મહારાજ પાસે પહોંચ્યો. મહારાજ સિંહાસન ઉપર બેઠા હતા અને કાકા બાજુમાં ઉભા ઉભા હસતા હતા. મેં કહ્યું કે, “તમે અહિ હસો છો અને ઘરે સૌ રડે છે, માટે તમે ઘરે આવો અથવા તમે અહિં આવીએ મહારાજે હસીને કહ્યું, “તમે ત્યાં સારા છો કાકા અહિં સારા છે.”

આ વિગત પૂ. લાભુભાઈએ લખી તે વાંચી સૌને થયું કે આવડા બાળકને આવું વિગતવાર ઉપજાવી કાઢતા ન આવડે એટલે ઘણી શાંતિ થઈ. ઘરે અમદાવાદ મ્યુનિસિપાલીટીના સ્ટાફના માણસો મૂળીથી સંતો, મુક્તોમાં પૂ.અમુ સોમચંદભાઈ અમુક હીરાભાઈ વગેરે પૂબ બળદેવભાઈના પતી પૂ હીરાબા અને સાંખ્ય યોગી બાઈઓ ઘા આવ્યા. ભાઈ ઘનશ્યામને જાણે સર્વ મંગલ સોસાયટી કરવા જ મહારાજે મોકલ્યો હોય તેવી ઘટનાઓ બની પૂઅમુ નારાયણભાઈ સાથે અમે બંને ભાઈઓ અને ઘણી વખત પૂ. બાપુજી, પૂ.અમુ ભગવાનજીભાઈ જમીનો જોવા જઈએ વાડજ હાલ તુલસીશ્યામ છે.

ત્યાંથી વાસણાના રોજ સુધી કેટલીયે જમીનો જોઈ છેવટ ભાઈ ઘનશ્યામ મ્યુનિસિપાલીટીમાં એસ્ટેટ ઓફિસરના આસીસ્ટન્ટ તરીકે જોડાયો ત્યારે ટી.પી. સ્કીમ નં. ૧૯ની હાલની જમીન માટે ભાઈ ઘનશ્યામે ભલામણ કરી સોસાયટીનું નામ સર્વમંગલ વડોદરાના અમારા મોટા બાપુજીના પુત્ર ડૉ. પ્રિયકાંત નાગરદાસ આદેશરાએ સુચવ્યું આ સોસાયટી શરૂમાં “પ્રપોઝડ” બની આમાં ઓછામાં ઓછા દસ સભ્યો થાય ત્યારે લીમીટેડ બને ખેતરાઉ જમીન અને સાવ એકાંત એટલે કોઈ તૈયાર થાય નહિં મહામહેનતે દસ સભ્યો થયા.

અને મારા નિવાસ સ્થાન હાથીખાના નવા વાસના કુમકુમ કુંજમાં સહકારી મંડળીના અધિકારીની હાજરીમાં આ સોસાયટી લીમીટેડ કરવાનો વિધિ થયો. આ કામમાં બાપુનગર તરફ કોઈ ઓફિસર શ્રી કાલે કરીને હતા. તેમને મળવા પૂ.અમુ નારાયણભાઈ અને ભાઈ ઘનશ્યામ સાથે કુટર ઉપર જતા ત્યાર પછી એક ફોર્મ ભરવાનું હતું. જેમાં છાપકામમાં ઘણી ભૂલો હતી. ત્યાં સુધારા કરી સ્લીપો ચોટાડવાની અને ચેરમેનની સહી લેવાની, પૂ. અમુભાઈ ચેરમેન અને હું સેક્રેટરી હતો.

આ ઉપરાંત “એકરાર નામું” નોમીનેશન વગેરે ફોર્મ ભરવા માટે મારે ત્યાં કેટલીયે વાર મિટીંગ થતી પૂ. અમુભાઈની કાર્ય પદ્ધતિ એવી હતી કે તે દરેક કામ સર્વસંમતિથી કરવું. જમીનનો દલાલ હનુમાનની પોળમાં રહેતો તે અમારે ત્યાં આવે અને કોઈ . વખત અમે એને ત્યાં જઈએ. જે વકીલ નીમેલા તેમની ઓફિસ બિસ્કીટ ગલીમાં જે જમીન લેવાનું નક્કી કરેલું. તેમાં ચાર ખેડુતોના ભાગ હતા. પેસતા ડાબી બાજુના મકાનમાં પહેલેમાળ હતી.

અમારે ઓફીસમાં જવાનું પણ થતુ અને વકીલના ઘરે પણ જવું પડતું. આ રીતે જ્યારે Form માં બધી સુધારા કરેલા તે સ્લીપો લાગી ગઈ ત્યારે પૂ.અમુભાઈએ સ્કુલમાં આખો દિવસની રજા લીધી અને આખો દિવસ સહીઓ કરવી પડી. તેટલી સ્લીપો હતી જે ભાઈ ઘનશ્યામે તેના કામમાંથી સમય કાઢી ઘણા દિવસોમાં ચોટાડી. આ બધા વિધિ પત્યા પછી અમે નગર શેઠના વંડા પાસે આવેલી સરકારી કચેરીમાં સોસાયટીનો દસ્તાવેજ કર્યો.

જેમાં પૂ.અચુભાઈએ ચેરમેન તરીકે અને મેં સેક્રેટરી તરીકે સહીઓ કરી. આ દસ્તાવેજ થયા પછી ૮-૧૦ દિવસમાંજ ભાઈ ઘનશ્યામ આ પ્રભુની ભુમિ તેમા રહેતા મુક્તોને પોતાના મહામોટા સેવા યજ્ઞ તરીકે અર્પણ કરી. અકસ્માતનું નિમિત્ત કરી, શ્રીજી મહારાજની કલ્યાણકારી મૂર્તિમાં લીન થઈ ગયો. અમારૂ મન ભાંગી ગયું. આ ઉપરાંત મારી કંપનીમાં જે ભાઈ (શ્રી પ્રદ્યુમન જે મહેતા) એ મને નોકરી અપાવેલી તેમની હકાલપટ્ટી કર્યાની જાહેરાત ટાઈમ્સ ઓફ ઈન્ડીયાના છેલ્લા પાને આવી.

આમાં કંપનીની ખટપટ હતી અને અમારા એપોઈન્ટમેન્ટ પત્રમાં એવી કલમ હતી કે તમે કંપનીના કામ સિવાય કોઈ પણ કામ વેતન લઈને કે વેતન વગર કંપનીની લેખિત સંમતિ વગેરે લઈ શકો નહિં. આ ખટપટના આધારે હું આ સોસાયટીના સેક્રેટરી તરીકે રહું તેમાં નોકરી જવાનું જોખમ હતું. પૂઅબુ ભાઈએ કહ્યું. “ભાઈ ઘનશ્યામે જે મહેનત કરી છે તે કામ આપણે તેની સ્મૃતિ તરીકે પણ પુરૂ કરવું જોઈએ. તમે સેક્રેટરી તરીકે જે ફરજ બજાવતા તે બજાયો અને બાંધકામના જાણકાર આપણા વિશ્વાસુ પ.ભ. શ્રી રસિકભાઈ વી. પરીખને કાયદેસર સેક્રેટરી તરીકે નિમીએ આ આશા મે માથે ચઢાવી. હવે આ કામ ગાંધી કુટુંબના પ.ભ. અમુભાઈ, પ.ભ. મનસુખભાઈ અને પ.ભ. કાંતિભાઈને સોંપવાનું ટેન્ડર લઈને ગોઠવ્યું.

આ મુક્તો મારા નિવાસસ્થાનમાં પોતે સો ટકા સાચુ કામ કરશે વગેરે પૂ.અમુભાઈએ લખેલ સોગંદનામાના વિધિ સાથે ઉપડ્યું. જે સોસાયટીનું બીજ મારા ૩૫, શારદા સોસાયટીમાં રોપાયેલું તે હવે ૧૯૬૩માં શરૂ થયું. પૂઅમુ બાપુજી સને ૧૯૫૯થી સંપૂર્ણ નિવૃત્ત થયા હતા તેઓની સેવાનો બ્રહ્મયજ્ઞ યુવાનીથી શરૂ કર્યો હતો. તે ચાલુ જ રહ્યો ભાઈ ઘનશ્યામભાઈ દેહાંત પછી પૂ. બા-બાપુજી કોઈમ્બતુર ગયા જ્યાં ભાઈ અચુભાઈએ કંપનીની સંમતિ લઈ આશરે ત્રણ અઠવાડિયા દક્ષિણ ભારતની તીર્થ યાત્રા કરી.

મારા પૂ. બા. આ સેવાથી રાજી થઈ અચુભાઈને શ્રવણ કહેતા. વળતા રાયચુર પ.ભ. શાંતિલાલ પરીખને ત્યાં હતા ત્યાં પૂ.અમુ સોમચંદભાઈને કમળનું અસાધ્ય દરદની ખબર પડી અને તરત પાછા વળી આ મહામુક્તની મહા પથારી સુધી સેવા કરી. ત્યાર પછી અમદાવાદમાં પૂ.અમુ હરિપ્રસાદ સ્વામી આરોગ્ય સારૂ ન રહેતું એટલે તેમની પણ મહા પથારી સુધી સેવા કરી.

Summary

આ રીતે પૂ. બાપુજી બાપાશ્રીના સમકાલીન સંતો અને મુક્તોના દર્શન અને ડૉક્ટર તરીકે ઘણાની મહા પથારી સુધી સેવા કરી. બાપાને રાજી કરતા રહ્યા, અમારા કુટુંબની નજીક જ નરનારાયણ દેવનું કાલુપુર સ્વામિનારાયણ મંદિર એટલે બાળકોને અમે સો દાડી દોડી દર્શને જઈએ. આજ પર્યત મારા બાળકોને આ મંદિર વિષે ખેંચાણ અને મમત્વ રહ્યું છે અમે એમ માનીએ છીએ કે અમારા મોટા પુગ્યો કે મંદિર આટલું નજીક હતું. ઓશિકે ભગવાન હતા. પ્રભુ અમારા માટે જાગતા અમે તેમના ખોળે નિરાંતે સુતા. બાપાશ્રીએ શીખવેલી સમજણ પ્રમાણે મૂર્તિના નિઃસીમ સુખમાં ઝીલતા, સુલતા, હરિ અમને ઝુલાવતા અમારે હૈયે હરિને અમે ઝુલાવતા.

Leave a Comment