હરિ નો સંગાથ ગુજરાતી વાર્તા ભાગ 1 (Hari No Sangath Gujarati Story Part-1)

By

નમસ્તે દોસ્તો, આપ સૌનું અમાંરા બ્લોગ in Gujarati માં ખુબ સ્વાગત છે. આજ અપને એક નવી ગુજરાતી વાર્તા (Gujarati Stories) વિષે જોવાના છીએ જેનું નામ છે હરિ નો સંગાથ. આ પેહલો ભાગ છે અને બીજો ભાગ પણ તમને આ જ વેબસાઈટ માં આસાની થી મળી જશે. આ આર્ટિકલ બહુ મોટો હોવાના કારણે આ બ્લોગ માં તેને બે વિભાગ માં વહેંચવામાં આવેલો છે.

હરિ નો સંગાથ ગુજરાતી વાર્તા ભાગ 1

સત્સંગ નહતો પણ બાપાશ્રી મળ્યા પછી બાપાશ્રી કહેતા કે આગળ મોટા મોટા ઋષિઓ તપ કરી કરીને રાફડા થઈ જતા તેના આવા કામ થયા નથી. આદેશરા કુટુંબ પરિવાર એક ઝડપભેર દોડી રહેલી દિવ્ય કલ્યાણ ગંગામાં પૂર ઝડપે આગળ વધતું રહ્યું. સત્સંગી તેજ અમારુ કુટુંબ. એ કુટુંબ દેહના નહિ પણ જીવના સગા તે નિઃસંશય નિશ્ચય થઈ ગયો.

આ રીતે સત્સંગી અને કુટુંબ વચ્ચેની ભેદ રેખા ભૂંસાઈ ગઈ. દેહના સગા પ્રત્યે કર્તવ્ય ખરૂ અને તે મહારાજને આગળ રાખીને બજાવવું આ કર્તવ્ય ચૂકીએ તો પલાયન વૃત્તિ ગણાય પણ દેહ પડે ત્યારે તે સંબંધનો અંત આવે. સાચા સત્સંગી સાથે શ્રી હરિના સ્વરૂપમાં અનંતકાળ સુધી ભેળા રહેવાનું છે તે બંને બાપુજી શીખ્યા અને અમને શીખવાડ્યું. આ અરસામાં પૂ. મોટા બાપુજી નો એક પગ વિરમગામ તો બીજો પગ મૂળી. પરમાત્મા, તેમના મોટા બાપાશ્રી જેવા સંકલ્પો, ૫.પૂ. સદ્ સ્વામી ઈશ્વરચરણદાસજી જેવા સંતો ક્રાંતિકારી હોય છે.

સ્વામિનારાયણ ભગવાને પણ જેતપુરમાં તેમના ગુરુ તરીકે આ લોકની રીતે પધારેલા મહાન સંત રામાનંદ સ્વામી ઈચ્છાથી ગાદીએ બેઠા ત્યારથી પછી અઠ્ઠાવીશ (૨૮) વરસમાં ૧૧૪ પ્રકરણો એટલે કે નિત્ય નવા નિયમો સંતો ને મુક્તો ને આપ્યા. કોઈ પણ સામાજીક કે ધાર્મિક સંસ્થા જો પોતાના અનુયાયીઓનું અવલંબન નરહે અને બેઠી આવક થાય, સમય સાથે બદલાય નહિ તો બહારથી ઠાઠમાઠ દેખાય પણ મૂળ માર્ગથી ભૂલા પડે છે.

કરવાનું થતું નથી અને પડતી થાય છે. બાપાશ્રીની ઈચ્છા ધર્મશુદ્ધિ અંગે વહીવટ શુદ્ધિ માટે સમય પ્રમાણે સત્સંગી જીવનનો આધાર લઈ આચાર્ય મહારાજ, સંતો અને હરિભક્તો મળી મંદિરોનો વહીવટ ચલાવે તેવી હતી. આ માટે જરૂરી સુધારા વધારા પ્રમાણે ચાલવા “સત્સંગ મહાસભા” ની સ્થાપના થઈ. આ મહાસભાની પ્રવૃત્તિમાં સંવત ૧૯૭૬ સુધીમાં બન્ને બાપુજી ઓતપ્રોત થઈ ગયા. બાપાશ્રી અને સદ્ સ્વામિ ઈશ્વરચરણદાસજી જે માર્ગ છે કામ બતાવે તેમાં પાછુ વાળી જુએ નહિ તેવા બન્ને ભાઈઓ શૂરવીર હતા.

“હરિજન સાચાર જે ઉરમાં હિંમત રાખે” તે શ્રી હરિની પ્રેરણાથી પ.પૂ. સસ્વામી બ્રહ્માનંદ સ્વામીએ રચેલ કીર્તન તેમના જીવનમાં વણાઈ ગયું. આમાં મનભેદ નહોતો, કેવળ સિધ્ધાંતિક મતભેદ હતો. આ કામમાં તન,મન,ધન અને બુદ્ધિથી જે કાંઈ મુક્તોએ કામ કર્યું તે એક પ્રકારનો નિર્ગુણ સત્યાગ્રહ હતો. બન્ને બાપુજીની આ બાબતમાં સમજ અને સેવાથી બાપાશ્રીનું આ બન્ને ભાઈઓ ઉપર હેત ખૂબ ઝડપથી વધુ જો કે આમાં મારી મરજી વિના કોઈથી તરણું નવ તોડાય, લાગે આકસ્મિક પણ આ ઘટના ક્રમ પ્રભુએ ઘણા અગાઉથી નક્કી કરી રાખ્યો હોય તેવો હતો.

સંવત ૧૯૭૮ ના માગશર સુદ ૧૩ ના રોજ બાપાશ્રીના દર્શને જવાની તીવ્ર ઈચ્છાથી વિરમગામથી પૂ. ડોં. નાગરદાસ બાપુજી, પૂ મોટીબા સાકુંબા, ૫. ભાભ, મોંઘીબા, શાંતુભાઈ (ઉ. વર્ષ ૧૫), પ્રિયકાંતભાઈ (ઉંમર વર્ષ ૫), ગુત્રવંતીબેન (ઉંમર વર્ષ ૨) તથા પાટણથી મારા પૂ. બાપુજી, પૂ. બા ગોમતી બા, લાભુભાઈ (ઉંમર વર્ષ ૩) અને ડૉ.સ્વદાસના ભાભુના દાદીમાં દિવાળી બા મળી સૌ કચ્છમાં ભૂજ આવી પૂ. મોતીભાઈ નાનજીભાઈ સોની ને ઘેર ઉતયાં.. ભૂજમાં મંદિરમાં રસોઈ આપી. પૂ. અબુ નિર્ગુણાનંદજી ધારણા પારણા કરતા હતા.

તેમને તે દિવસે ઉપવાસ હતો પણ દયા કરીને તે રસોઈ બીજે દિવસે જમ્યા. જીવન પ્રાલ બાપાશ્રી વિષે તેમનું હેત અને મહિમા અપાર હતા. બન્ને બાપુજી એ પ્રાર્થના કરી કે તમે વૃષપુર સાથે આવો તો ખૂબ સુખ મળે. બ્રહ્મચારી મહારાજ નિરાવરક્ષ દૃષ્ટિવાળા હતા તેમણે કહ્યું કે “અમે તમારું ભેળાજ છીએ. અને જરૂર પડે તો બોલાવશો કે સંભારશો ત્યાંજ આવી જઈશું.’ અમુ મોતીભાઈને ત્યાં ૪-૫ દિવસ રોકાયા ત્યાર પછી ગાડામાં બેસી વૃષપ જવા નીકળ્યા અમુમોતીભાઈ સાથે હતા રાત્રે આશરે ૯-૦૦ વાગે વૃષપુત્ર પહોંચ્યા.

બાપાશ્રી કુવા પાસે તેમની ઓરડીમાં મંદિરમાં પોઢયા હતા. મંદિરમાં સૌએ બાપાશ્રીના દંડવત કરી દર્શન કર્યા. બાપાશ્રીએ સૌના ખબર અંતર પૂછ્યા. સૌ માટે ઉતારો મંદિર બહાર હતો. ત્યાં બાપાશ્રી પધાર્યા. બાપાશ્રી મંદિરમાં જે ઓરડીમાં પોઢતા હતા ત્યાં તેમની એક બાજુ મારા પૂ. બાપુજી અને બીજી બાજુ અમુ મોતીભાઈ ગોદડુ પાથરી સુતા. ૫ મોટા બાપુજી મંદિરની ઓસરીમાં સુતા. અમારે ઉતારે બે દિવસ પછી ઠાકોરજીના થાળ કરાવ્યા. ત્યાં બાપાશ્રી. જમવા પધાર્યા પણ ગળપણ જમવાની રૂચિ નહીં એટલે થોડો દૂધપાક ગ્રહણ કર્યો.

બાપુજી કહે “બાપા તમે કાંઈ જમ્યા નહીં.” બાપાશ્રી કહે “કેટલા જમ્યા તે ખબર પડી ?” આમ કહી પોતાની સાથે કેટલા ધામના મુકતો જમ્યા તેમ કરી ખૂબ વાતો કરી. ત્યાર પછી ઘરના સૌ જમવા બેઠ. બાપાશ્રી પાસે જ બેઠા તે વખતે માખીઓ ઘણી હતી પણ બધી પછેડીથી જરા ઝાપટ મારી એટલે બધી માખીઓ એકાએક અદૃશ્ય થઈ ગઈ. અને અમે સૌ જમી રહ્યા ત્યાં સુધી એકેય માખી દેખાઈ નહી. એ વખતે ગુણવંતી બેનને કપાળમાં ચાંલ્લાની જગાએ બોર જેવડી રસોળી હતી. જેમાં પાણી ભરાયેલ હતું. બાપીશ્રી કહે “આનું શું કરશો?”

ત્યારે પૂ મોટા બાપુજી કહે “દેશમાં જઈ કપાવી નાખીશું.” બાપાશ્રી કહે “ચાંલ્લાની જગ્યાએ વાઢીયો હોતો હશે ! એ તો અભરૂ (ખરાબ) લાગે. દીકરીનો અવતારને એ ઠીક નહિ” તેમ કહી કંકુથી તે રસોળી ઉપર બાપાએ ચાંલ્લો કર્યો. ડૉ. પ્રિયકાંતભાઈએ મને કહ્યું કે બાપાએ ચાંલ્લો કર્યો તે લટકો પણ મને યાદ છે. આ ચાંલ્લો કર્યો અને થોડા સમયમાંજ રસોળી સાવ મટી ગઈ ! કોઈ નિશાન પણ ન રહ્યુ પ્રિયકાંતભાઈ ને પૂ. મોટા બાપુજીએ શિક્ષાપત્રીના શ્લોક શીખવાડ્યા હતા.

તે બોલીને બાપાશ્રીને રાજી કરે, બાપા તેમને સલોકીયા કહેતા. બાપા ડોલતા ડોલતા ચાલતા એટલે લાભુભાઈ તેમની પાછળ બાપાની જેમ ચાલે. બાપા હસતા હસતા કહે “સનકાદિક મારા ચાળીયા (ચાળા) પાડે છે. એમ કહી પોતાની લાકડીનો છેડો લાભુભાઈની ડુંટીએ અડાડે.” લાભુભાઈ કહે “બાપા મને દીકરો કરશો ?” બાપા રાજી થઈ હસતા હસતા કહે “દીકરો થા તો કોહ (કુવાનો કોસ) હાંકવો પડે” લાભુભાઈ મુંઝાયા એટલે વાત ફેરવી નાંખી અને કહે “બાપા મોર બોલાવુ?” બાપા હસી પડ્યા “બિચાડા ને અમને રાજી કરવાનું કેટલું તાન છે.”

આ સંદર્ભમાં પૂ આ મુ સોમચંદભાઈએ કીર્તન કરેલ. સુંદર મૂર્તિ શાંત, નિરખે પ્રિયકાંત લાભચંદ્ર જુએ, દુ:ખ સર્વે ખેરવે… રે મહારાજ ત્યાર પછી છત્રીએ જવાનું નક્કી કર્યું. બાપાશ્રી સાથે હતા છત્રીએ તે વખતે શ્રીજી મહારાજના ચરણાવિંદની છત્રીજ હતી. હજી ભીડભંજન હનુમાનજી પણ પધરાવ્યા નહોતા. છત્રીએ એક નાનો વરંડો જેને એક ઢાળીયું કહેતા તે બાપાશ્રીને પોઢવા હતું. બાપાશ્રીને ચંદન ચર્ચવા સાથે લીધેલું. બાપાશ્રી કહે હું કહું ત્યારે અને ત્યાં ચર્ચજો. છત્રીથી વળતા એક છીપર આવી. તેના ઉપર બાપાશ્રી બેઠા અને બોલ્યા હવે ચંદન ચર્ચો.

બાપાશ્રીને ચંદન ચર્ચા પછી કહે “આ છીપર નીચેથી પત્થર નીકળે તે છત્રી સ્થાપનમાં દેરી વગેરે કામ માટે વાપરજો.” ત્યાંથી ત્યાર પછી છત્રી માટે હનુમાનજીની દેરી વગેરે જે કામ કર્યા તે પત્થરો નીકળ્યા હતા. આ રીતે ત્રણ દિવસ સુધી નિત્ય નવા સુખ આપ્યા. ચોથા દિવસે બાપશ્રીના નાના દીકરી રાધાબા (સાંખ્ય યોગી) ને એકાએક મંદવાડ થઈ ગયો અને દેહ રહેશે નહીં એવુ સૌને થઈ ગયું.

એક દિવસના મંદવાડમાં તો બાપાશ્રીએ તેમને દાન પુણ્ય કહી દીધું. સાંજ પડતા સૌ કીતોં ગાવા લાગ્યા. બાપાશ્રી મંદિરમાં પોઢતા તે ઓરડીમાં કીર્તનો સંભળાતા રાત્રે બાર વાગે સ્થિતિ બહુ ફરી ગઈ અને સૌ અંતકાળના કીર્તન ગાવા લાગ્યા બાપા કહે, “મોતીભાઈ બાઈએ અમારી સેવા બહુ કરી બાઈ બહુ ધર્મવાળા. મહારાજ રાખે તોય ભલે અને તેડી જાય તોય ભલે.”

નાગરદાસભાઈ અને મણિલાલભાઈને કહેજો બીજે ગામ જાય કારણકે બાઈ ધામમાં જાય એટલે અમારે સુતક આવે અને અમારે બધી પ્રવૃત્તિમાં રહેવું પડે. આ સાંભળી પૂ. બાપુજી દિલગીર થઈ ગયા અને થયું કે અમે આવી રીતે સૌ પાછા ક્યારે આવી શકીએ ? તે ઉઠીને અમુક નિર્ગુણાનંદજી ને સંભારી બાપાશ્રીના પત્ર દાબતા જાય અને મનોમન પ્રાર્થના કરતા જાય કે બ્રહ્મચારી મહારાજ તમે કહ્યુ હતું કે સંભારશો તો હું આવી પહોંચાડીશ તો તમે બાપાશ્રીને પ્રાર્થના કરી રાધાબાને રખાવો.

વળી બાપાને સંભારી ઝાઝી વાર પગ દાબી પ્રાર્થના કરે કે તમે મહા સમર્થ છો, ધારો તો રાખી શકો. કૃપા કરી રાધાબાને રાખો તો અમે તમારી સેવા દર્શનનો લાભ લઈ શકીએ. ત્યાર પછી અમુ મોતીભાઈએ બાપાશ્રીને કહ્યું કે આ બન્ને ભાઈઓ આપ આજ્ઞા કરો તેમ બાશ્રીની છેલ્લી સેવા કરશે બાપા કહે તેની જરૂર નહીં પડે.

મહારાજ સારૂ કરી દેશે આમ કહી બાપાશ્રી ઘરે પધાર્યા અને પછી તરતજ પાછા આવી પૂછ્યું ડાકટર શેક કર્યો હોય તો કેમ? પૂ. બાપુજીને થયું કે બાપાએ દયા કરી રાધાબાને રાખવા આ પૂછ્યું છે એટલે કહે, બાપા શેક તો બહુ સારો. બાપાએ ઘેર જઈ કહ્યુ કે ડૉક્ટર કહે છે કે શેક કર્યો હોય તો બહુ સારૂ આથી રાધાબાને કાથીના ખાટલામાં સુવડાવી નીચે છાણાનો શેક થાય તેવું કર્યું એક બાઈ રાધાબાની સાથે સુતા અને રાધાબાને ગોદડું ઓઢાડી આમ થી આમ અને તેમ થી તેમ એમ ફેરવે નીચે શેક.

મહારાજે આ રીતે રાધાબાને રાખ્યા. ત્યાર પછી પૂજા સેવા કરી સૌએ ઠાકોરજી જમાડ્યા. તેજ દિવસે બપોરે ચાર વાગ્યાના સુમારે બાપાશ્રી પોતાના ઘરની મેડી ઉપર જવાની નિસરણીના પત્થરના પગથિયા ઉપર વીરાયા હતા. અમુ મોતીભાઈ, પૂ. બાપુજી,પુ મોટા બાપુજી (નાગરદાસભાઈ) અને શાંતુભાઈ ઓસરીમાં બેઠા હતા.

Summary

તે વખતે નાગરદાસભાઈને સંકલ્પ થયો કે સંવત ૧૯૪૮ માં મંદવાડ નિમિત્તે બાપાશ્રી પ.પૂ. અમુ સઃ સ્વામિ નિર્ગુણદાસજી સ્વામીના ખબર પૂછવા અને આ લોકની રીતે છેલ્લા મળવા અમદાવાદ પધાર્યા હતા. સૌ સંતો જમવા ગયા હતા. મૂળીના સ સ્વામી બાલકૃષ્ણદાસજીને ઉપવાસ હતો એટલે તેઓ ત્યાં બેઠા હતા. સ સ્વામિ નિર્ગુણદાસજી સ્વામીએ બાપાશ્રીને કહ્યું “ભાઈ તમે આંગડી અને ગાડી પહેરી રાખો છો એટલે સરખા દર્શન થતા નથી. આ આંગડી અને ગાતડી કાઢી ઉઘાડા ડીલે મળો.”

Leave a Comment