હરિ નો સંગાથ ગુજરાતી વાર્તા ભાગ 2 (Hari No Sangath Gujarati Story Part-2)

By

નમસ્તે દોસ્તો, આપ સૌનું અમાંરા બ્લોગ in Gujarati માં ખુબ સ્વાગત છે. આજ અપને એક નવી ગુજરાતી વાર્તા (Gujarati Stories) વિષે જોવાના છીએ જેનું નામ છે હરિ નો સંગાથ. આ બીજો પેહલો ભાગ છે અને પેહલો ભાગ પણ તમને આ જ વેબસાઈટ માં આસાની થી મળી જશે. આ આર્ટિકલ બહુ મોટો હોવાના કારણે આ બ્લોગ માં તેને બે વિભાગ માં વહેંચવામાં આવેલો છે.

હરિ નો સંગાથ ગુજરાતી વાર્તા ભાગ 2

બાપાશ્રીએ આમ કર્યું ત્યાં તો બાપાશ્રીનું શરીર તેજોમય દેખાયું. સદ્દગુરુ કહે“ ભાઈ તમારામાં આવું તેજ છે?” બાપાશ્રી કહે “સ્વામી તમારામાં તેજ ક્યાં નથી ? આપણે તેજનું શુ કામ છે ? આપણને તો મૂર્તિ મળી છે. આ પ્રસંગ યાદ આવતા નાગરદાસ બાપુજીને સંકલ્પ થયો કે બાપા આપણને તેજ દેખાડે તો કેવું? બાપાશ્રી અંતર્યામી પણ બોલ્યા “નાગરદાસભાઈ શું સંકલ્પ કરો છો ?

દેખાઉ છું મનુષ્ય જેવો પણ છું દિવ્ય. સંકલ્પ મા કરજો.” મેં હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધી તે કીર્તનની કડી બોલ્યા. નાગરદાસ બાપુજીએ હાથ જોડી કહ્યું “બાપા ભૂલ થઈ સંકલ્પ ન થવો જોઈએ.” બાપાશ્રી રાજી થઈ કહે “કાલે રાધાબા ક્યાં રહે એવું હતું? પણ કાંઈએ પ્રાર્થના કરી હશે એટલે રાખવા પડ્યા.” આની આયુષ્ય આમાં અને આની આયુષ્ય તેમાં એમ કરી મહારાજ રાખે છે.

આથી સમજાયું કે બ્રહ્મચારી મહારાજ (નિર્ગુણાનંદજી) ને સંભારી બાપાશ્રીને ખૂબ પ્રાર્થના કરી એટલે જ રાખ્યા આ બાપાશ્રીની અપાર કૃપા. પછી એક દિવસ બાપાશ્રીએ કહ્યું કે “રામપુર ગંગાએ જઈ આવો અહિથી પરોઢિયે બે ત્રણ વાગે નીકળજો તે પુજા સેવા ત્યાં કરજો.” રાત્રે બે વાગે ગાડા આવ્યા.

બાપાશ્રીએ દિવ્ય સંભારણું કરવું હોય તેમ વિચાર બદલ્યો ને કહે મોતીભાઈ આવડા આ નાહ્યા ? ત્યારે મોતીભાઈ કહે બાપાશ્રી આપે કહ્યું હતું એટલે હવે રામપુર ગંગાએ નાહીને પુજા સેવા કરશે. થોડીવાર પછી વળી બાપાશ્રી બોલ્યા નાહીને જાય તો સારૂ ટાઢ બહુ હતી. નાગરદાસભાઈ ઓવરકોટ પહેરી દંડવત કરતા હતા અને બાપાશ્રી ગોદડું ઓઢી ભીંત તરફ મુખારવિંદ કરી પોચા હતા એટલે મણિલાલ બાપુજીને થયુ કે મોટા બાપુજી દંડવત કરે છે તે બાપાશ્રીને ખબર નથી ત્યાં તો બાપાશ્રી ત્રીજી વખત બોલ્યા “નાહીને જાત તો સુખી થાત.”

આ ઉપરથી પૂ. બાપુજી ને થયું કે બાપાશ્રી ત્રણ વખત બોલ્યા એટલે કાંઈક ભેદ છે આ વાત મોટાબાપુજીને કહી એટલે ઝટ પટ નાહીને પૂજા કરી લીધી. રાત્રે ગાડા ચાલ્યા તે દિવસ ઉગતા રામપુર ગંગાએ પહોંચ્યા. રામપુર બાઈઓ પહેલાં ભાઈઓ નાહી લઈએ તેવો વિચાર કર્યો મોતીભાઈ રામપુર ગંગા ના કુંડમાં ઉભા રહ્યા પૂ મણિલાલ બાપુજીનો કંડના કાંઠા પર લીલ હતી તે ધ્યાન નહીં રહેતા પગ લપસ્યો અને જોરથી પડી ગયા.

કેડનો ભાગ પાળ સાથે અથડાતા અને પછડાવાથી થોડી વાર મૂછ આવી ગઈ. શૂળીનો ઘા કાંટે સર્યા જેવું પૂ. બાપુજી ને થયું. બાપાશ્રીએ આ માટેજ વૃષપર નાહી પૂજા કરી જવા કહ્યું તેમ સમજાયું. કુંડની બાજુમાં રેતીમાં પૂ. બાપુજીને સુવરાવી સૌ શેક કરવા લાગ્યા કાંઈક ઠીક થયું એટલે સૌએ ભાતું ખાધુ કપડાની ઝોળી (ધોતીયાની) કરી ત્રણ જણે રામપુર ગંગાના રસ્તે નીચે ઉતાર્યા. ત્યાં પીડા રહેવાય નહીં તેવી તકલીફ હતી.

ત્યાર પછી ગોદડા નાંખી ગાડામાં સુવાર્યા. આ હકીકત પૂ. અ મુ ધનબા ફોઈના જાણમાં આવી એટલે પૂ. અમુ દેવરાજ બાપાને સામા મોકલ્યા તેમણે વાગેલ જગાએ હાથ ફેરવી કહ્યું “મહારાજ સારૂ કરશે.” રામપુર આવ્યા પછી બાઈઓના મંદિર સામે ઓરડો હતો તેમાં પૂ. બાપુજીને સુવાર્યા. પૂ. અમુ ધનબા ફોઈએ એક માટીની કોઠીનું પોડું મંગાવી તેને ખંડાવી ગરમ કરાવેલ પાણીમાં નાંખ્યું તેમાં મહારાજની ચરણરજ નાંખી પછી અમુ દેવરા જ બાપાને ફોઈએ કહ્યું કે આ બધુ તેમને ચોપડી આવો.

તે રીતે અમુ દેવરાજ બાપાએ તે તાસળું ભરેલું ગરમ પોડું પોતાના હાથે પૂ. બાપુજીને ચોપડ્યું પાંચ મિનિટમાં પીડા તદન મટી ગઈ અને પૂ. બાપુજી પૂ. નાગરદાસ બાપુજીનો હાથ ઝાલી ઉભા થયા. પીડા બિલકુલ ન હોય તેવું લાગ્યું પછી કેડે ધોતીયું બાંધીને પૂ. બાપુજી ચાલીને મંદિરમાં ઠાકોરજીના અને પ.પૂ. અમુ ધનબા ફોઈના દર્શન કરવા ગયા. સૌ સાથે ચાલીને ગામમાં પૂ. બાપુજીએ પ્રસાદીના સ્થાનોના દર્શન કર્યા.

ધનબા ફોઈએ ખીચડી કરાવી રાખેલ તે સો એ જમાડી. સંધ્યા વખતે ગાડામાં વૃષપર આવવા નીકળ્યા પીડા મટી ગઈ હતી પણ દંડવત કરી શકતા ન હતા. રાત્રે દસ વાગે વૃષપર પહોંચ્યા બાપાશ્રી મંદિરમાં પોઢ્યા હતા. તેમણે સૂતા સૂતા લાંબો હાથ કરી પૂછ્યું કે, “ભાઈ તમને ક્યાં વાગ્યું ?” બાપાશ્રીનો હાથ વાગેલ જગાએ અડાડી કહ્યું કે “બાપા અહીં વાગ્યુ” આટલી જ વારમાં પીડા સાવ મટી ગઈ અને પૂ. બાપુજી બાપાશ્રીને સહેલાઈથી દંડવત કરી શક્યા.

ડૉક્ટરના મતે આઠ દિવસે પણ ન મટે તેવી પીડા થોડા કલાકો માં જ મટી ગઈ આ રીતે બાપાશ્રીએ શૂળીનું દર્દ ક્રાંટે સાયું. ત્યાર પછી એક દિવસ બાપાશ્રી મંદિરના ચોકમાં બિરાજમાન હતા તે વખતે પૂ. બાપુજીએ એક ચોપડીમાં જુદી જુદી પ્રાર્થનાઓ લખીને તે પ્રમાણે આશીર્વાદ માંગ્યા. આમાં લખેલ જેવું આપના વિષે હેત અન મહિમા સદ્દ સ્વામિ નિર્ગુણદાસજીને છે, જેવુ સદ્ સ્વામી ઈશ્વરચરણદાસજી સ્વામીને છે, જેવુ સ્વામી વૃંદાવનદાસજી સ્વામિનેછે, જેવુ હેત નાગરદાસજીને આપના વિષે છે તેવું હેત અને મહિમા મારે સદાય આપના વિષે રહે તેવું માંગુ છું.

બીજા પાના માં લખેલું કે સૌના વિષે સદાય દિવ્યભાવ રહે ને આ જન્મે જ આત્યંતિક કલ્યાણ થાય. ત્રીજા પાનામાં લખેલું કે સત્સંગ સેવા અર્થે સદાય રૂચિ રહે. આ રીતે જુદા જુદા ૪-૫ પાનામાં આશીર્વાદ લેખિત માગી તે ચોપડી બાપાશ્રીને આપી. તે બાપાશ્રીએ વાંચી પહેલે પાને અને છેલ્લે પાને પોતાની સહી કરી. કાંઈક લખ્યુ અમુ મોતીભાઈ કહે છેલ્લે પાને લખ્યું છે તે દિવ્ય ભાષા સમજાતી નથી.

ત્યારે બાપાશ્રી તેની ઉપર આંગળી ફેરવી બોલ્યા કે મણિલાલ સંકલ્પ સત થાશે.” આ વાંચી સૌ ખૂબ રાજી થયા આ ચોપડી ત્યાર પછી ક્યાંક મૂકાઈ ગઈ તે જડી નહીં તેનો અફસોસ પૂ. બાપૂજી વારે વારે કરતા. ત્યાર પછી બાપાશ્રી પાસે વસની માંગણી કરતા એક ધોતિયું મણિલાલને આપ્યું અને એક પોતાની પહેરેલી આંગડી નાગરદાસભાઈને આપી આ બે વસ્ત્રો વઢવાણ પટારામાં રાખેલ તેમાં એક વખત મારા પૂ. માતુશ્રી ને અપરમપાર તેજ દેખાયું હતું.

આ રીતે ૧૩ દિવસ વૃષપર રાખી નવિન નવિન સેંકડો પરચા ચમત્કાર કથા વાર્તાએ સુખીયા કર્યા પછી બાપાશ્રી કહે “નાગરદાસભાઈ આપણે મહાસભા સ્થાપી છે તમે તેની સેવા કરો તો અમે જાણશું કે તમે અમારી જ સેવા કરી માટે હવે અમદાવાદ જાવ અને તમારા સૌ ઉપર ખૂબ રાજી છીએ.” એમ કહી રજા આપી. સવારે જમીને સૌ ચાલ્યા ત્યારે બાપાશ્રી ગામની ભાગોળે દેરી પાસે આવ્યા ને ઉભા રહ્યા બાપાશ્રીને હાર પહેરાવી સૌ મળ્યાં તે વખતે નાગરદાસ વિરહના લીધે ખૂબ રોયા બાપાશ્રી કહે અમે સદાય ભેળા છીએ. એમ કહી ગાડામાં બેસાર્યા અને અમુ ધનજીભાઈના દીકરાઓને કહ્યું કે થોડે દૂર જઈને વળોટાવી આવો. આવો અલભ્ય લાભ લઈ સૌ ભૂજ આવી, ગુજરાત આવ્યા.

Summary

જેમકે તમને ખબર જ છે કે આ બ્લોગ માં જો આર્ટિકલ બહુ મોટો થાય તો અહીં બે ભાગ માં વહેંચવા માં આવે છે, પણ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કેમકે તમને અહીં બંને ભાગ આસાની થી મળી જશે. આશા રાખું છું કે તમને આ ગુજરાતી વાર્તા ગમી હશે અને એવું હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.

Leave a Comment