“મહારાજ” ગુજરાતી બાળવાર્તા (Maharaj Gujarati Stories For Kids)

By

નમસ્તે દોસ્તો આપનો ખુબ ખુબ આભાર કે તમે અમારા બ્લોગ in Gujarati ની વિઝિટ કરી. આજ ની વાર્તા મહારાજ ગુજરાતી બાળવાર્તા (Gujarati Story for Kids) છે જે બધા જ બાળકો ને ખુબ ગમશે. ચાલો તો પછી સમય ના વેડફતા વાર્તા તરફ આગળ વાધીયે.

“મહારાજ” ગુજરાતી બાળવાર્તા

આ રીતે સંવત ૧૯૭૮ ના ફાગણ સુદમાં દિવ્ય સુખમાં ઝીલી દેહભાવ ભૂલી સાંખ્ય અને યોગ બન્નેની બાપાશ્રીની પ્રસાદી લઈ અમારૂ કુટુંબ ગુજરાત આવ્યું. હવે બાપાશ્રીની મહાસભાની નિર્ગુણ અને નિર્માની ભાવે સેવાની આશા માથે ચડાવી પૂ મોટા બાપુજી તથા પૂ. બાપુજી તે પ્રવૃત્તિમાં તન-મન ધનથી જોડાયા ત્યાર પછી લગભગ થોડા અઠવાડિયામાં બાપાશ્રીએ ચૈત્ર વદ ૧૧ ના પ્રારંભ કરી વૈશાખ સુદી ૩ ના રોજ સમાપ્તિ થાય તે રીતે કલ્યાણકારી મહા મોટો યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો.

સત્સંગી જીવનની પારાયણ વક્તામાં પૂ. અમુ મુનિસ્વામી તથા ભૂજના પૂ. અમુ ઉષમપ્રિયદાસજી નિયુક્ત થયા. આ યશમાં છત્રી સ્થાનમાં હનુમાનજીની મૂર્તિ પધરાવવાનો નિર્ણય કર્યો. આ માટે હનુમાનજીની મૂર્તિ તૈયાર કરાવી તેની દેરી વગેરેના પત્થર બાપાશ્રીએ અગાઉ બતાવેલ છીપર નીચેથી નીકળ્યા.

હનુમાનજીની પ્રતિષ્ઠાનું વૈશાખ સુદ ૨ ના રોજ સવારે ૯-૦૦ વાગે મુહુર્ત હતું. થોડા સમય પહેલાંજ બાપાશ્રીએ વિદાય આપેલી એટલે અમારા કુટુંબમાંથી કોઈ આ યજ્ઞ માં ગયેલ નહીં પણ આ નિમિત્તે નિર્ગુણ મૂર્તિ, નિરાવરા દૃષ્ટિવાળા, સમર્થ નિર્ગુણાનંદજીની કૃપા પત્ર તે જમાનાની ભાષા મુજબ આવેલ જેની વિગત :- શ્રી પ્રગટ પુરૂષોત્તમ શ્રી સ્વામિનારાયણના અનાદિ મુક્તરાજ દ્વારા સ્વસ્તિ શ્રી વઢવાણ મહા શુભ સ્થાને ઉત્તાનો ઉત્તમ ને પવિત્ર પ્રગટ પુરુષોત્તમના ઉપાસક શ્રીજી કૃત મર્યાદા પાલક પર્મ અનાદિ મહામુક્તરાજના કૃપા પાત્ર ૫ર્મ લાડીલા સ્નેહી મણીલાલ ખોડીદાસ શાન્તીભાઈ તથા સુત લાભુભાઈ પ્રત્યે શ્રી બળદીયાથી લીખી તંગ અનાદી મહામુક્તરાજ બાપાશ્રી અબજીભાઈ પાંચાભાઈના અતિ સ્નેહ સહીત જયશ્રી સ્વામિનારાયણ વાંચસો.

વીસેસ લખવાનું કે આંહી અમો જીવોના અત્યંતિક કલ્યાણ અર્થે શ્રી સત્સંગી જીવન નામના ગ્રંથની પારાયણ બેસારવાની છે. ચઈતર માસની અગીયારસે થશે અને સમાપતી વૈશાક સુદ ૩ ને રવિવારે કરવામાં આવશે તે શુભ પ્રસંગના લાભ લેવા આપ પધારશો. આપણા સ્નેહી સરવે ને તેડતા આવજો ત્યાં સરવે નાના મોટાને જયશ્રી સ્વામિનારાયણ કેસો અહીથી સર્વે ના જયશ્રી સ્વામિનારાયણ વાંસો સંવત ૧૯૭૮ ના ચૈત્ર સુદ બ્ર.નિર્ગુણાનંદના જયશ્રી સ્વામિનારાયણ વાંચશો.

આ યજ્ઞમાં સદ્ગુરુઓ તથા બીજા સંતો મળી આશરે ૧૨૫ સંતો આવ્યા હતા અને બાપાશ્રીએ શ્રીહરિની મૂર્તિમાં લીન રહી અનરાધાર આશીર્વાદ વરસાવ્યા હતા. સદ્દગુરૂ સ્વામી ઈશ્વરદાસજીએ હનુમાનજીની વૈશાખ સુદ-8 ના રોજ પ્રતિષ્ઠા કરી ત્યારે બાપાશ્રીને પૂછ્યું આ હનુમાનજીનું નામ શું ? બાપાશ્રી કહે ભીડ ભંજન હનુમાનજી, દયાળુ સદ્દગુરૂએ આપણા સુખ અર્થે માંગ્યું “અહિં આવનારને વર આપો.”

બાપાશ્રી કહે “આ હનુમાનજી સાળંગપુર ના હનુમાનજીની પેઠે કામ કરશે લોકોના દુઃખ, દરિદ્ર, રોગ દૂર કરશે, પુત્ર, ધન વગેરે પ્રાપ્તિના મનોરથ હશે તે પૂરા કરશે નિષ્કામ ભાવે દર્શન કરશે તેનો મોક્ષ થશે.” બાપાશ્રી બળદીયા પોતાના નિવાસ સ્થાન પાસે આવેલ મંદિરમાં પધારે ત્યારે મીઠા ઘેરા અને ઘુઘવતા સમુદ્ર જેવા સ્વરે હેત ભર્યા શ્રીજી મહારાજ દર્શન કરતા ખમ્મા… મહારાજ ખમ્મા મહારાજ. એમ બોલતા. આ લોક કે પરલોકના મોટા પુરૂષો ઉદ,ઉજાગરો કે જમવાની ચિંતા કરતા નથી.

જંપીને બેસતા નથી. બાપાશ્રીને શ્રી હરિએ સત્સંગીની સમજણ ચોખ્ખી કરવા પોતાના વતી મોકલ્યા હતા. આ કામ પત્યુ કે તરત જ બાપાશ્રીએ મૂળીના સંવત ૧૯૭૯ ના વસંત પંચમીને દિવસે શતાબ્દી પાટોત્સવનો કલ્યાણકારી સંકલ્પ કર્યો. આ માટે આયોજન તો સંવત ૧૯૭૮ થી જ કરવું પડે. બાપાશ્રી સાથે સદ્દગુરૂઓ તથા ગુજરાતના મોટેરા હરિભક્ત જીવાભાઈ પટેલે ચર્ચા કરી. વૈશાખ સુદ ૩ ના હનુમાનજી પધારાવ્યા તે યજ્ઞ પતી ગયા પછી આ બાબત વાત થતા મુક્તરાજ જીવાભાઈ પટેલે કહ્યું “બાપા આ સાલ વરસાદ ખેંચાયો છે.

અષાઢ માસ આવ્યો પણ વરસાદ નથી. યજ્ઞનું કામ એક લાખ રૂપિયા જોઈએ તેવું છે. મૂળીમાં રીસીવર છે એટલે તે પૈસા આપી ન શકે હરિભક્તોમાં બહોળો ખેડૂત વર્ગ છે તે વરસાદ ન આવે તો ખરડામાં પૈસા આપી ન શકે.” બાપાશ્રી આંખો મીંચી શ્રીહરિને સંભારી બોલ્યા “સંતો ! તમે ઝોળી ભરાવશો ત્યાં વરસાદ થશે. આ યશ અમારો છે તેને કોણ રોકનાર છે.” સદગુરૂ અને બાપાશ્રી વિષે હેતવાળો મોટો સંતોનો સમુહ હતો.

સદ્ગુરૂઓએ આ કામનો પ્રારંભ કર્યો ને વરસાદ શરૂ થયો જ્યાં ઝોળી ભરાવે ત્યાં જળબંબાકાર થઈ જાય શ્રી હરિએ પોતાના સંકલ્પ મૂર્તિ બાપાશ્રી દ્વારા વર આપ્યો અને યજ્ઞના કામ માટે ઝોળી છલકાઈ ગઈ. હવે સંવત ૧૯૭૯ ના યજ્ઞમાં સારા કામમાં સો વિઘ્ન જેવું બન્યું અમુક હરિભક્તોને બાપાશ્રી સામે ગેરસમજ હતી એટલે જ્યારે યજ્ઞનો સમય આવ્યો ત્યારે મુંબઈના ગર્વનર પાસેથી તેમણે શતાબ્દી પાટોત્સવ સામે સ્ટે ઓર્ડર મેળવ્યો. યજ્ઞના કુંડોમાં કોઈ તોડફોડ કરે વગેરે ઘટનાઓ બનવા લાગી. મૂળીના રાજ દરબારે આ યા પોતાના ગામમાં આવા મોટા મંદિરમાં થાય તેમાં કોઈ વિપ્ન કરી ન શકે તે માટે હથિયાર ધારી પોલીસનો બંદોબસ્ત કર્યો.

સદ્ગુરૂઓ બાપાશ્રી પાસે ગયા અને બધી વાત કરી. બાપા કહે યશ થશે કે નહિ ? સદ્દગુરૂઓ કહે વશ થવાનો હોય તો બાપા અમે નીકળીએ નહીંતો અહીં તમારી પાસે બેસી દર્શન કરીએ બાપાશ્રી હસ્યા આ યજ્ઞ મહારાજનો છે તેને કોઈ રોકી નહીં શકે બાપાશ્રી સંઘ લઈને જેવા તૈયાર થયા. પગમાં વા હતો તેને આ મુક્ત રજા આપી અને સાવ સાજા થઈ ગયા.

બીજી બાજુ અમુશેઠ બળદેવભાઈ પરીખ, મારા પૂ મોટા બાપુજી ડૉ. નાગરદાસભાઈ વગેરે રાજકોટ જઈ ત્યાં ગોરા સાહેબને મળ્યા અને બધી વાત કરી તેમણે કહ્યું કે હવે સમય થોડો છે એટલે મુંબઈ ગર્વનર સાહેબનો સ્ટે. ઓર્ડર કાઢી નંખાવતા વાર લાગે. તમે આ પાટોત્સવનું નામ બદલી નાંખો આથી આ પાટોત્સવનું નામ “વિષ્ણુ વાગ” રાખ્યું. બાપાશ્રી મૂળી સ્ટેશન ઉતર્યા ત્યારે તેમની સાથે સીગરામમાં સઃ સ્વામી ઈશ્વરચરણદાસજી, અમુ, શેઠ શ્રી બળદેવભાઈ પરીખ, ડૉ. નાગરદાસભાઈ હતા.

બાપાશ્રી રેલ્વે સ્ટેશનથી મૂળી મંદિર આવ્યા ત્યારે વાતાવરણમાં જે અશાંતિ હતી ત્યાં શાંતિ શાંતિ થઈ ગઈ. આ પાટોત્સવમાં લગભગ એક લાખ હરિભક્ત પધારેલા મને અમુ સ્વામી ગોપીવલ્લભદાસજી સ્વામીએ કહેલું કે મંદિરની બહાર એક વાડી સુધી થાળીનો ઘા કરો તો માણસના માથા પર પડે તેટલા માણસો મા યજ્ઞમાં આવેલા. મારા પૂ. માતુશ્રી કહેતા કે ઉતારામાં પણ ખુબજ ભીડ હતી.

ઉતાવળી ક્રિયા કરી લાભુભાઈને કેડમાં તેડી ઉભા ઉભા શિક્ષાપત્રી વાંચી લે તે રીતે પુજા કરવી પડતી. મહંત તરીકે ખૂબજ શકિતશાળી અને પવિત્રસંત પૂ. અ.મુ. ગુણાતીતદાસજી હતા. તેઓએ ત્રણ હોજ શીરાના કરાવ્યા હતા. તે ભરાઈ ગયા પછી બાપા કહે “હવે રાખો. મહારાજ ખુટવા નહીં દે ગાડે વાલી પ્રસાદ વહેંચશો તોય વધી પડશે.” સ્વામી કહે “બાપા માણસ ઘણું છે અને ખૂટે તો મંદિરની લાજ જાય.”

બાપા કહે કે “આ યજ્ઞ અમારો છે. લાજ જાય તો અમારી જાય. તમે શીરો લુંટાવશો તો પણ ખૂટશે નહી.” અમુ શેઠ બળદેવભાઈ કહે બાપા સ્વામીની ઈચ્છા છે તો થોડો વધારે કરવા દો બાપા કહે “ભલે કરે પણ જરૂર નહી પડે.” પૂ અમુ ગોપીવલ્લભદાસજી સ્વામી ખૂબ સશક્ત હતા. એટલે દરેક જગાએ દિવસ રાત ઉપ થાક કશાની પરવા કર્યા વગર જાતે સેવામાં જોડાઈ જાય. તેમણે મને કહ્યું હતું કે શીરાના હોજમાંથી શીરો કાઢીએ ત્યારે કુવામાં પાણીની આવક હોય તેમ શીરો ઓછો થાય જ નહીં, યજ્ઞ પુરો થયો ત્યારે સંતો, હરિભક્તો ને ગામેગામ ગાડા ભરી ભરીને શીરો લઈ જવા દીધો તો ય ખુટે નહી. પશુઓને પણ ખવરાવ્યો તોય હોજ લગભગ ભરેલા ને ભરેલા જણાય ગરીબ વર્ગ હતો તેને કહ્યું તમારે જોઈએ તેટલો તમે લઈ જાવ.

આ રીતે શીરો લૂંટાવ્યો તોય ખૂટ્યો નહિ. છેવટે હોજ પત્થરથી પૂરી ને ઢાંકી દીધા. હવે આ રીતે જય જય કાર થઈ ગયો. તે જોઈ જેમને બાપાશ્રીનો વિરોધ હતો તેમને થયું આ તો બાપાની મોટપ વધે તેવું થયું. આથી તેમણે વિષ્ણુયાગ નામ રાખી ખરેખરતો પાટોત્સવ જ કરી સ્ટે ઓર્ડરનો ભંગ કર્યો છે તેવું તહોમત નાંખી મહંત સ્વામી ગુણાતીતદાસજી તથા મારા પૂ મોટા બાપુજી, ડૉ. નાગરદાસને કોર્ટ ઉઠતા સુધીની સજા થાય તેવી હિલચાલ કરી.

બાપા કહે ગુણાતીતદાસજી અને નાગરદાસને આટલી પણ સજા થાય તો સાજો સત્સંગ જેલમાં ગયો કહેવાય સૌ એક દિવસ ઉપવાસ કરો. બીજી બાજુ મૂળી દરબાર સાહેબને દિવાની સત્તા હતી પણ ફોજદારી સત્તા નહોતી તે મેળવવા અંગે સરકારની આ માટેની ઓફીસ પુના હતી ત્યાં કાર્યવાહી ચાલતી હતી. મારા પૂ. બાપુજીના એક મિત્ર પુના આ ઓફિસમાં મહત્વના હોદા પરતા. તેમને પૂબાપુજીએ કહ્યું કે મૂળી દરબાર સાહેબને ફોજદારી સત્તા મળે એટલે મને તરતજ તાર કરશો.

બાપાશ્રી આગળ હતા એટલે શ્રી હરિએ આ કામમાં ઉતાવળ રાખી અને તરતજ કામ પતી ગયુ અને મારા પૂ. બાપુજી ઉપર તાર આવ્યો કે મૂળી દરબાર સાહેબને ફોજદારી સત્તા મળી ગઈ છે. આ તાર આવ્યો તે દિવસે જ મૂળી દરબાર સાહેબ વઢવાણ જંકશન સ્ટેશનથી મૂળી પોતાના સલુનમાં જઈ રહ્યા હતા તે મારા ૫ બાપાને નજર હતી. એટલે વઢવાણ જંકશન આવી તેમણે સલુન આગળ જે મૂળી દરબારનો હજુરી ઉભો હતો તેને કહ્યું કે બાપુને ખબર આપો કે એક સારા ખબર આપવા ડૉ. મણિલાલ આવ્યા છે.

ઠાકોર સાહેબે મારા પૂ. બાપુજીને સલુનમાં અંદર બોલાવ્યા અને શું બાબત હતી? તે પુછ્યું. પૂ. બાપુજી કહે “બાપુ વધાઈ છે. આપને ફોજદારી સત્તા મળી ગઈ.” ઠાકોર સાહેબ ખૂબ રાજી થયા અને ક્યાંથી ખબર આવ્યા તે પૂછ્યું તો પૂ. બાપુજીએ તાર બતાવ્યો. મૂળીના ઠાકોર સાહેબે કહ્યું કે હવે કહો બીજું શું કામ છે? પૂ. બાપુજીએ મૂળી યશના વિરોધમાં ફોજદારી કાર્યવાહીના કાગળીયા ચાલતા થયા છે તેની વાત કરી.

બાપુ કહે પહેલું કામ હવે હું આ કેસ કાઢી નાંખવાનું કરીશ. હવે પૂ. અમુ જાદવજી બાપા, કાનજીબાપા અબજીબાપાની આંખે ટ્રીટમેન્ટ કરાવવા અમદાવાદ જવું પડે તેવું હતું. એટલે ડૉ. નાગરદાસ બાપુજીને સાથે રાખી પહેલા ત્યાં જવું તેમ ઠરાવ્યું. તે વખતે અમારૂ વઢવાણનું મકાન લગભગ તૈયાર થઈ ગયેલું પણ મારા પૂ. બાપુજી કે કોઈ હજી રહેવા આવેલા નહીં. બાપાશ્રીને પ્રાર્થના કરી એટલે આ ઘરમાં નીચેના ચોકમાં બાપાશ્રી આશરે ત્રણેક કલાક બેઠા જ્યાં બાપા ત્યાં મહારાજ અને મહારાજ ત્યાં બાપા.

Summary

ઘરનું દિવ્ય મુહુર્ત થઈ ગયું. હવે ખમ્મા મહારાજ… ખમ્મા મહારાજ નું રૂવાડે સ્મરણ કરતા મહારાજ સાથે સંપુર્ણ યોગ પામેલા આ દિવ્ય સંકલ્પ મૂર્તિ અમદાવાદ ગુજરાતના કેટલાંય ગામો, કરાંચી, ઝાલાવાડના કેટલાય ગામોમાં અખંડ યજ્ઞો કરતા ધસમસતા દિવ્ય પ્રવાહની જેમ ગઢપુર, ભાવનગર વગેરે ગામે ગામ ગણાય નહીં તેટલા કલ્યાણકારી સંભારણા કરી વૃષપુર પધાર્યા.

Leave a Comment