“પારસ” ગુજરાતી બાળવાર્તા (“Paras” Gujarati Stories For Kids)

By

નમસ્તે દોસ્તો આપ સૌ નું અમારા બ્લોગ In Gujarati માં સ્વાગત છે. આજ અપને જોવા જય રહ્યાં છીએ “પારસ” ગુજરાતી બાળવાર્તા (“Paras” Gujarati Stories For Kids). તમને આ વાર્તા વાંચવામાં બહુ મજા આવશે એનો મને વિશ્વાશ છે અને આ વાર્તા ઘણી ટૂંકી પણ છે. જો તમે વાર્તા વાંચવાના શોખીન હોય તો અમારા બ્લોગ ની મુલાકાત જરૂર લેતા રહો. અહીં તમને અવનવી વાર્તાઓ નો સંગ્રહ જોવા મળશે અને ઉપડૅટ પણ રેગ્યુલર માલ્ટા રહેશે.

“પારસ” ગુજરાતી બાળવાર્તા

બંને બાપુજી – અમુ નાગરદાસભાઈ તથા અમુ મણિલાલભાઈ ઉપર બાપાશ્રીનું અનાદિનું હેત હોય તેવું ડગલે ને પગલે જણાઈ આવતું. સ્વમુખે બાપાએ કહ્યુ “મારે બે દીકરા નથી. ચાર દીકરા છે.” કાનજી, મનજી, નાગરદાસ અને મણિલાલ.” પૂ. ભાભુ મોંઘીબા તથા પૂ. બા ગોમતીબાને મારી દીકરીઓ કહેતા – બાપાએ વાલબાને ઉદેશીને એક સમયે કહેલું કે દીકરીઓ તો અમને સાત દીકરા જેટલી વહાલી હોય.

બાપાએ પોતે જ અમારા કુટુંબને મારું કુટુંબ કહ્યું. એકોતેર પેઢી સુધી આત્યંતિક કલ્યાણનો કોલ આપ્યો. થોડા સમયમાં જ શ્રી હરિના સમકાલીન મહામુક્તો જેવા આધ્યાત્મિક શિખરો ઉપર અમને મુકી દીધા. દેહ ભુલાવી, શ્રી હરિમાં જોડી બાપાશ્રીએ જે જોડાણ કર્યું. (યોગ) તેનાથી એવી સમજણ આવી કે “મહારાજે મુક્ત કરીને મારા ચૈતન્ય ને મૂર્તિમાં રાખ્યો છે, દેહ નથી મહારાજ જ છે.”

પ્રભુની ભાષામાં કહીએ તો પારસથી પારસ થયા, હીરેથી હીરો વીંધાય ગયો, અષ્ટાંગ યોગ વગર સાથે સધાય ગયો. બંને બાપુજી વિધા વિદેશી ભણ્યા. ડૉક્ટરનું જ્ઞાન પણ મહારાજ રાજી થાય તે રીતે વાપર્યું. બન્ને દેશના સંતો અને સાંખ્ય યોગી બાઈઓને વિશ્વાસ કે આ ડૉક્ટરો બાધ વાળું ઔષધ નહિં આપે.

મારા પૂ. બાપુજીએ એક અલગ મકાન સંતોની માંદગીમાં સેવા કરવા અને કોઈ વખત સમાગમનું સુખ લેવા વઢવાણમાં રાખ્યું. આ માટે બધી સુવિધા અને એક અલગ નોકર આ સેવામાં હાજર રહે તેવું ગોઠવ્યું. સાંખ્યયોગી બાઈઓને પુજાની ઓરડામાં પૂ. મોટીબા તથા મારા પૂ માતુશ્રી પાસે આ સેવામાં રાખતા. મારા પૂબાને ઈજેશન આપતા પણ પૂ. નાગરદાસ બાપુજીને પણ વિરમગામના બાઈઓ અને ભાઈઓના મંદિર નજીક એટલે આવી જ સેવા સંતો અને સાંખ્યયોગી બાઈઓની તેમના મંદિરમાં રાખી કરતા.

બાપાશ્રી મનુષ્યરૂપે વિચરણ કરતા હતા ત્યારે મહાયશની સેવામાં અગ્રણી એવા વહેલાલના અમુચતુરભાઈ અમીન ઉપર તેમની સરકારી અવલ કારકુનની નોકરીમાં ખોટું તહોમત આવ્યું. પૂ મોટાબાપુજી તરત જ કચ્છ ગયા વૃષપુર ગયા ત્યારે ખબર પડી કે બાપાશ્રી દહીંસરા ગયા એટલે મધરાતે દહીંસરા પહોંચ્યા બાપાશ્રીને જગાડી પ્રાર્થના કરી. બાપાશ્રીએ આશીર્વાદ આપ્યા કે મહારાજ રક્ષા કરશે. ચતુરભાઈને કહેજો કે જરાય ચિંતા ન કરે.

બાપાશ્રીએ પૂ મોટાબાપુજીને આરામ કરવા કહ્યું. પણ ભર્યુ દવાખાનું એમાં કાંઈ ગંભીર સ્થિતિ વાળા દર્દીઓ હતા એટલે ઊંઘ ભુખ કે થાકને ભૂલી બાપાશ્રીના આશીર્વાદ લઈ, રજા લઈ તરત જ પાછા વળ્યા. બાપાશ્રી કહે, “બિચારાને વિશ્વાસ એટલે પાંચસો ગાંઉનો ધક્કો ખાધો.” વઢવાણ ઘરમાં સત્સંગી દર્દીઓ પુજાના રૂમમાં સાંખ્ય યોગી માંદા બાઈઓ અલગ ડેલામાં બિમાર સંતો પૂ. બાપુજી સૌની સેવા કેવળ મહારાજની પ્રસન્નતા અર્થે કરે.

કુટુંબમાં અમે ભાગ્યે જ એક સ્થાનમાં સુતા કોઈ સત્સંગીને તકલીફ હોય એટલે આવે એટલે અમને બીજે સુવરાવે. ઘઠ્ઠી વખત પૂ. બાપુજી સત્સંગીઓના પગ દબાવાની આશા પણ કરે. આ રીતે મારા પૂ. બાપુજી પોતાના દર્દીઓમાં ગરીબ હોય તેની પણ સેવા કાંઈ પણ પૈસા લીધા વગર કરે.

બાર મહિને આશરે રૂ. ૫૦૦ની ઉઘરાણી ખોટી થાય આ દર્દીઓ ફરી આવે તો પણ તેમનો આદર કરી દવા કરે તે વખતે સોનાનો ભાવ એક તોલાનું વીસ રૂપિયા હતો એટલે વર્ષે પચીસ તોલા સોના જેવો ભોગ. અંદરથી ગરીબ હોય પણ હાથ લાંબો ન કરી શકે તેનો હાથ પ્રેમથી ઝાલતા.

સંતોની ઘરમાં પધરામણી, રસોઈ સીધા આપવા વગેરે સેવા ચાલતી જ હોય. ઘણી વખત ઘરમાંથી સૌ સ્ત્રી મુક્તોને કોઈ બીજા ઘરમાં મોકલી દે અને આખુ મોટું ઘર શ્રી વાસુદેવ વિમલા વૃત ધામ વાસમ્ વગેરે અટકોથી ગુંજતુ હોય અને બાળકો હોંશે હોંશે મોટા ઓરસીયા ઉપર સુખડ ઘસી ચંદન ઉતારી વાટકામાં ભરતા જઈએ ચંદન ચર્ચાય અષ્ટકો બોલાય.

એક વખત મને સ્મૃતિ છે તે મુજબ સ્વામી અમુ વૈતવૈકુંઠદાસ સ્વામી બીજા માળની મોટી અગાશી ના અમુક ભાગ ઉપર કપડું ઢંકાવી જાતે માલપુઆ ઉતાર્યા. મુળીના સંતોને સેવા વિશેષ કરીને મારા પુ. બાપુજી કરતા અને અમદાવાદ અને વિરમગામ નજીકના સંતોની સેવા પૂ. મોટા બાપુજી કરતા. હરિભક્તો માં વઢવાણ કોઈ વખત પૂ.અમુ ભુરાબાપા, પૂ. અમુ ચતુરભાઈ પૂ. અમુ સોમચંદભાઈ કરાંચીથી પૂ.અમુ મીઠુભાઈ, માથક થી અવાર નવાર પૂ. અમુ. ભગવાનજીભાઈ સરાથી વડવાનળ અગ્નિ જેવા મહામુક્ત પૂ અમુ મનસુખભાઈ વગેરે ઘણા મુક્તોના પગલા વઢવાણના ઘરમાં થતા.

બાપાશ્રી કહેતા, “આવા બ્રહ્મયજ્ઞો અખંડ કરજો” આ આજ્ઞા કહો તો આજ્ઞા અને વર કહો વર માથે ચડાવી બંને ભાઈઓએ જે સેવા કરી છે તેનો જોટો મળવો મુશ્કેલ છે. સાંખ્ય યોગી બાઈઓમાં કરાંચીનાં બા શ્રી લીરૂબા પાળીયાદના બા શ્રી મોથી બા, અને મીઠુભાઈના બહેન અમદાવાદ હવેલીમાંથી દેવાબા વગેરે પધારતા. આ રીતે ઘરે સત્સંગી પધારે તે જીવના સગાજ ગાડ્યા. લોહીની સગાઈ સત્સંગીઓ વચ્ચે જે રેખા હતી.

તે ભુસાઈ બન્ને બાપુજીઓ વ્યક્તિ મટીને સત્સંગની એક સંસ્થા જેવા બની ગયા. સૌરાષ્ટ્રના ગાંધી કુટુંબ, પરીખ કુટુંબ, મહેતા કુટુંબ, ગુજરાતના અનાદિ મહામુક્ત શેઠ શ્રી બળદેવભાઈ પરીખ બાપાશ્રીના અનન્ય સેવક અમુ આશાબાપાં અગાધ જ્ઞાનનો ખજાના જેવા અમુ બેચરભાઈ ગજજર સાથે જીવ જોડાઈ ગયો.

કચ્છથી બાપાશ્રીના પુત્રો કાનજીબાપા- મનજીબાપા – ધનજીબાપા પરિવાર સેવક પ્રેમજીભાઈ તથા બાઈઓ વગેરેની ખૂબ ઉમંગભેર સેવા કરી. ઘણીવાર અતિથિઓ ઓચિંતા જમવા ટાણે પધારે ત્યારે મારા પૂ. બાપુજી આગ્રહ કરી જમવા બેસાડે, અત્યાર જેવા ગેસ, કુકર વગેરે સાધનો નહિ એટલે મારા પૂ. બા મહિનામાં પંદર-વીસ દિવસ રોટલી અને અથાણું ખાઈ ચલાવતા પણ તેમાં ઉમંગ હતો, મહિમા હતો. મારા ભણતરની દૃષ્ટિએ વિચાર કરું છું ત્યારે થાય છે કે પૂ. બાએ કોઈ વિટામીન કે આહાર વિષેના વિજ્ઞાનને અનુસારનો ખોરાક ખાધો જ નથી.

છતાંય આ લોકમાં ૯૧ વરસ તંદુરસ્ત જીવન જીવ્યા અને દેહ હેમરેજથી દોઢ કલાકમાં જ પડી ગયો. બાપાએ પોતાની દીકરીને એક દિવસ પણ પરવશ રહેવા દીધી નહિં. આ છે ચંદન ના ઝાડવા, પારસથી કેવા પારસ થયા તેમની વાત… હવે પછી થોડા વિસ્તાર અને પ્રસંગ કથાઓ શક્ય તેટલા ટૂંકાણથી કરૂં.

Summary

આશા રાખું છું કે પારસ ગુજરાતી બાળવાર્તા (“Paras” Gujarati Stories For Kids) તમને ગમી હશે. જો તમને આ વાર્તા ગમી હોય તો તમે નીચે કોમેન્ટ કરી અને અમને જણાવી શકો છો. તમે અમને સોશ્યિલ મીડિયા જેમ કે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ માં ફોલ્લૉ કરી શકો છો જ્યાં તમને અવનારા ઉપડતે વિશે ની માહિતી મળતી રહેશે.

Leave a Comment