રેડમી જલ્દી થી માર્કેટ માં તેનો પ્રથમ ગેમિંગ ફોન પ્રસ્તુત કરવા જય રહ્યા છે.(Redmi is going to introduce its first gaming phone in the market soon.)

By

નમસ્તે દોસ્તો આપ સૌનું અમારી વેબસાઈટ In Gujarati માં સ્વાગત છે. આજ નો આ આર્ટિકલ ટેક ન્યૂઝ વિષે નો છે જેમાં તમને આવતા થોડા સમય માં બજાર માં એક જોરદાર ગેમિંગ ફોને જોવા મળવાનો છે જે ઇન્ડિયા ની લોકપ્રિય બ્રાડ રેડમી દ્વારા હોઈ શકે છે. રેડમી દ્વારા આ તેનો પ્રથમ ગેમિંગ ફોન છે જે ટૂંક સમય માં વૈશ્વિક બજાર માં લોન્ચ તહવાં જય રહ્યો છે. આવો તો આ ફોન વિષે થોડું વધુ જાણીયે.

શું આવતા એકાદ મહિનામાં રેડમી માર્કેટ માં તેનો પ્રથમ ગેમિંગ ફોન પ્રસ્તુત કરશે ? (Will Redmi launch its first gaming phone in the market in the next month or so?)

આવનારા એકાદ મહિનામાં રેડમી પોતાનો પહેલો ગેમિંગ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે, જે શિઓમી સબ-બ્રાન્ડનો એક નવી હેન્ડસેટ સેરીસ હોઈ શકે છે. આ વાનરો ગેમિંગ ફોને ખુબ સરસ છે જે નવા લન્ચ થયેલા મીડિયાટેક ડાયમેન્સિટી 1200 એસસીનો પ્રોસેસર નો ઉપયોગ કરશે.

આ સમાચાર માર્કેટ માં આવતાની સાથે જ ઝિઓમી, વિવો, ઓપ્પો અને રીઅલમે સહિતના ઘણા OEMs એ જાહેરાત કરી છે કે તેઓ નવા એસઓસી દ્વારા સંચાલિત ફોનને જલ્દી થી બજાર માં પ્રસ્તુત કરશે. આ સમાચાર અગાઉના થોડા સમાચારો પર આધારિત છે, જેમાં રેડ્મી જનરલ મેનેજર લુ વેઇબિંગે આ ફોને વિષે નો સંકેત આપ્યો હતો કે રેડમી K30 એક્સ્ટ્રીમ અનુગામી મીડિયાટેક ડાયમેન્સિટી 1200 એસઓસી દ્વારા સજ્જ હશે અને તેને માર્કેટ માં જલ્દી ઉતારવા માં આવશે, જે 6nm આર્કિટેક્ચર પર બનાવવામાં આવી છે અને આ મીડીયાટેક સેરીસ નું અત્યાર સુધી નું સૌથી ફાસ્ટેસ્ટ પ્રોસેસર હશે.

Redmi is going to introduce its first gaming phone in the market soon 2
Redmi is going to introduce its first gaming phone in the market soon

જાણીતા ટિસ્ટર ડિજિટલ ચેટ સ્ટેશનની વેઇબો પોસ્ટ મુજબ જોઈએ તો , રેડ્મી મીડિયાટેક ડાયમેન્સિટી 1200 એસસી દ્વારા સંચાલિત પોતાનો પ્રથમ ગેમિંગ સ્માર્ટફોન લોન્ચ કરશે જે બજાર માં ધૂમ મચાવશે. જોકે ટીપ્સ્ટરમાં હેન્ડસેટ વિશે નામ જેવી વધુ કોઈ માહિતી આપવામાં ના આવી હતી.

આ સમાચાર તાજેતરના વિકાસને અનુસાર છે હજી કંપની દ્વારા કોઈ ઓફિશ્યિલ ન્યૂઝ આપવામાં નથી જેમાં રેડમી જનરલ મેનેજર લુ વેઇબિંગે સંકેત આપ્યો હતો કે કંપની ટૂંક સમયમાં રેડ્મી કે 30 એક્સ્ટ્રીમ સ્માર્ટફોન લોન્ચ કરશે, અને નવા-નવા પ્રારંભિક એસઓસી સાથે અનુગામી રેડમી સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે. જોકે, તેણે હાજી સુધી હેન્ડસેટનું કોઈ નામ નથી આપ્યું પરંતુ અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે તે રેડમી કે 40 હોઈ શકે છે.

વળી, ઝિઓમી, વિવો, ઓપ્પો અને રીઅલમે પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે તેઓ નવી એસઓસી દ્વારા સંચાલિત ફોનને બજાર માં જલ્દી થી લોન્ચ કરશે. રિયલ્મે એવો દાવો પણ કર્યો છે કે મીડિયાટેક ડાયમેન્સિટી 1200 એસસી સાથે ફ્લેગશિપ સ્માર્ટફોન રિલીઝ કરનારો તે પ્રથમ ફોને માંનો એક હશે, જે કદાચ મીડિયાટેક ડાયમેન્સિટી 1100 એસસીની સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.

મીડિયાટેક ડાયમેન્સિટી 1200 Soc Specifications

મીડિયાટેક ડાયમેન્સિટી 1200 ઓકતા-કોર એસઓસીમાં 2M એલ 2 કેશ સાથે 3 Ghz સુધી એક એઆરએમ કોર્ટેક્સ-એ 78 અલ્ટ્રા કોર ક્લોક ફીડ કરવામાં આવ્યું છે. ત્યાં ત્રણ એઆરએમ કોર્ટેક્સ-એ 78 સુપર કોર છે જેની ગતિ 2.6GHz સુધી છે અને ચાર આર્મ કોર્ટેક્સ- A55 કાર્યક્ષમતા કોર 2GHz સુધી ક્લોક સુધી હોય શકે છે.

તે આર્મ માલી-જી 77 એમસી 9 જીપીયુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને વધુમાં વધુ 16 જીબી એલડીડીઆર 4 એક્સ મેમરી આ ફોને માં ઉપલબ્ધ કરાવવા માં આવશે , તેમજ આ પ્રોસેસર યુએફએસ 3.1 સ્ટોરેજને સપોર્ટ કરે છે. મીડિયાટેક ડાયમેન્સિટી 1200 મહત્તમ 2,520×1,080 પિક્સેલ્સ અને 168 હર્ટ્ઝ સુધીના ડિસ્પ્લે રેસોલુશન તમને શકે છે.

હવે જો કેમેરા વિષે વાત કરીએ તો તેમાં તમને 16-મેગાપિક્સલના એક ઉપરાંત 200 મેગાપિક્સલનો કેમેરા સેન્સર અથવા બે સેન્સર જે 32-મેગાપિક્સલ સુધી સપોર્ટ કરે છે તેવી સુવિધા સાથે આવી શકે છે. આ પ્રોસેસર એસઓસી માં તમને કનેક્ટિવિટી વિકલ્પોમાં વાઇ-ફાઇ 6, મલ્ટિ-મોડ 5 જી, 4 જી, જીપીએસ, બ્લૂટૂથ 5.2 અને એફએમ રેડિયો જેવા વિકલ્પો જોવા મળી શકે છે. આ પ્રોસેસર ને 5 જી નેટવર્ક માટે TUV રેઇનલેન્ડ પ્રમાણપત્ર પણ પ્રાપ્ત થયું છે.

Summary

જો હાલ 2021 ની વાત કરીએ તો ઇન્ડિયા માં યુથ ગેમિંગ તરફ વળી રહ્યું છે. ઘણા લોકો તેમનો ફ્રી સમય ડિજિટલ ગેમ્સ રમવામાં પસાર કરે છે. તમે યૂટ્યૂબ માં પણ જોશો તો ઇન્ડિયા માં ઘણા લોકો લાઈવ ગેમિંગ કરી રહ્યા છે અને તેમને જોવા વાળા લોકો પણ ઘણા છે. ભવિષ્ય માં લોકો હજુ ગેમ્સ તરફ વધુ ખેંચાય તેની સમભાવના છે.

Leave a Comment