“સદગુરુ” ગુજરાતી નૈતિક વાર્તા (“Sadguru” Gujarati moral story)

By

નમસ્તે દોસ્તો, આપ સૌ નું મારા બ્લોગ In Gujarati માં સ્વાગત છે. આજ અપને એક વધુ વાર્તા વિષે જોવાના છીએ જેનું નામ છે સદગુરુ ગુજરાતી નૈતિક વાર્તા (“Sadguru” Gujarati moral story). આશા રાખું ચુ કે તમને બધા ને આ વાર્તા ખુબ ગમશે. ચાલો તો વાર્તા તરફ આગળ વધીએ.

“સદગુરુ” ગુજરાતી નૈતિક વાર્તા

બાપાશ્રી સંવત ૧૯૫૬માં કચ્છના નારાયણપરના પ્રેમજીભાઈ સાથે ઉત્તમોત્તમ તીર્થ છપૈયા ગયેલા છપૈયામાં ખૂબ વરસાદ હતો. ગુજરાતમાં દુકાળ હતો. (છપ્પનનો કાળ) બાપાશ્રી કહે અહિં વરસાદ છે અને આપણે ત્યાં દુકાળ છે. પ્રેમજીભાઈને થયું કે નારાયણપરના છોકરાંઓને વાડીમાં કુવાથી પાણી કોસથી સીંચીને પવાય તેટલું જ વાવજો તેમ કહ્યું નથી. આખી વાડીમાં બી વાવશે તો બળી જશે આ સંકલ્પથી ચિંતા થવા લાગી.

બાપાશ્રીએ નહાવાનું નિમિત્ત કરી પ્રેમજીભાઈને સાથે લીધા છપૈયા મંદિરના દરવાજા બંધ હતા. પણ બાપાશ્રીએ કહ્યું “પ્રેમજી ચાવીની જરૂર નહિ પડે, આંખો બંધ કરી દે” આમ કર્યું ત્યાં તો બંને નારાયણ સરોવરના કાંઠે આવ્યા ત્યાં હમહમાટ કરતું દિવ્ય તેજનું વિમાન આવ્યું બંને તેમાં બેઠા અને થોડી જ વારમાં નારાયણપર પ્રેમજીભાઈની વાડીએ આવ્યા.

રાત હતી છોકરાઓને જગાડી, કુવાના પાણીથી પવાય તેટલું જ બી વાવવા ભલામણ કરી ત્યાંથી તરત જ વિમાન બાપાશ્રીની વાડીએ આવ્યું ત્યાં બાપાશ્રીએ પોતાના પુત્રોને આજ ભલામણ કરી વિમાનમાં થોડી જ વારમાં છપૈયા નારાયણ સરોવર આવ્યાં અને મંદિરના દરવાજા સોંસરા ચાલી પોતાના સુવાના આસને આવ્યા. આધુનિક વિજ્ઞાન અવાજ કરતા દસ ગણી ગતિએ જઈ શકે તેવા વિમાનની તૈયારી કરી રહ્યું છે.

સમય જતા પ્રકાશની ગતિએ જઈ શકે તેવા વિમાનની પણ વૈજ્ઞાનિક દષ્ટિએ કલ્પના છે. કાંઈક આવી જ પણ તથિી પર આ ઘટના છે. મહાસભાના કેસ ચાલતા હતા ત્યારે સામા પક્ષના વકીલ શ્રી જમીયતરામ પંડ્યા અમદાવાદની કોર્ટમાં દલીલો કરતા હતાં. તેમાં એમણે આ બાબતનો ઉલ્લેખ કરી કહ્યું બાપા શું પંખી હતા કે ઉડીને આવે ? ન્યાયાધીશ મહારાષ્ટ્રીયન હતા. તેમણે કહ્યું કે, “સંત તો ચાયસો કરે. સંત શાને થારે વંડી ઉડાડી હતી.”

મહાસભા કેસની સેવા અમુ બહેચરભાઈ ગજ્જર કરતા હતા. તેમણે પોતાના વકીલને પોતે સદ્ગુરૂ ઈશ્વરચરણદાસજીને “આકાશમાર્ગે ઉડવા અને તેમના દેહમાંથી નીકળતા દિવ્ય પ્રકાશમાં ચૌદ લોક દેખાતા જેમાં પૃથ્વી આવરણે સહિત છાણા જેવી જોઈ “આ પ્રસંગ તેઓ ધોળકા પાસે ધુમલી ગામે રામચંદ્રજી સંતનો સમાગમ કરવા જતા હતા ત્યાં સ્ટેશનથી ધુમેલી ગાડા રસ્તે જતા હતાં ત્યાં અનુભવેલ.

આ અનુભવથી અમુ બહેચરભાઈને થયુ કે “જેના સંત આવા છે તેમના ગુરૂ કેવા હશે ?” આ ઘટના પછી તેઓ રામાનંદી માંથી સહજાનંદી થયા. આ વાત તેમણે પોતાના વકીલને કરી જેમણે મહારાષ્ટ્રીયન ન્યાયધીશને કરી. મહારાષ્ટ્રીયન ન્યાયાધીશે કહ્યું “બહેચરભાઈ ગીતા ઉપર હાથ મુકી કોર્ટમાં આ વાત રેકોર્ડ ઉપર રહે તે હેતુથી કહી શકે છે” અમુ બહેચરભાઈ એ આ રીતે સોગંદ ઉપર કોર્ટમાં આ વાત કરી.

મને અમુ બહેચરભાઈએ કેટલીયે વાર આ વાત કરી કહ્યું છે કે જેટલું શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને દેખાડ્યું એટલે તેમને સ્વામી ઈમરચરણદાસજીએ દેખાડ્યુ છે. આ કોર્ટની ઘટના ખૂબજ જુની છે. એટલે અત્યારે કઈ સાલમાં આ બન્યું તે કહેવું મુશ્કેલ છે. અશક્ય છે. અમુ બહેચરદાસભાઈને ધામમાં ગયા પંદર વરસ થયા ત્યારે તેમની ઉંમર ૯૩ વરસની હતી. આ બહેચરભાઈ ઠીક ઠીક નાની ઉંમરના અને સશક્ત હતા ત્યારની આ વાત છે.

પણ મેં કાનો કાન સાંભળેલી હકીકત છે. બાપાશ્રી અદશ્ય થયા પછી આશરે નવ વરસનો એટલે કે સંવત ૧૯૯૩માં સદ્ સ્વામી ઈશ્વરચરણદાસજી સ્વામી તથા પૂ. અમુ મુનિસ્વામી વઢવાણ કેમ્પ (હાલનું સુરેન્દ્રનગર) આવ્યાં અને ત્યાં મંદિર માં સદ્દગુરૂ આવ્યાના ખબરથી આજુબાજુના ગામોના ઘણા હરિભક્તો દર્શન સમાગમ કરવા આવ્યા પણ પૂ.અમે મુનિસ્વામીના પુર્વાશ્રમના ભાઈ પ્રાગજીભાઈ આવેલા નહિ.

આથી સદ્ગુરૂ એ રતનપુર ના કોઈ હરિભક્તને પૂછ્યું “બધા આવ્યા પણ પ્રાગજીભાઈ કેમ નથી આવ્યા ? એ હરિભક્ત કહ્યું “પ્રાગજીભાઈને ક્ષય થયો છે. અને હવે અંત અવસ્થા જેવું છે.” આથી સદ્ગુરૂએ અમુ મુનિસ્વામીને કહ્યું આપણે પ્રાગજીભાઈને દર્શન દેવા જવું જોઈએ. અમુ મુનિ સ્વામીને પોતાના પુર્વાશ્રમના વતનમાં જવા ઈચ્છા નહિ એટલે વિનયથી કહ્યું સ્વામી આપણે અમદાવાદની ગાડી ચુકીશું. સદ્દગુરૂએ હસીને મંદિરના કોઠારી પાસે ટેક્ષી બોલાવી. પૂ. મુનિને લઈને પ્રાગજીભાઈ પાસે જવાનો નિર્ણય કર્યો એ મુજબ સદ્દગુરૂને ના ન પાડી શકતા સદ્ગુરૂ તથા અમુ મુનિસ્વામી રતનપર આવ્યા.

પ્રાગજીભાઈ સદ્ગુરુ અને ૪ર વર્ષે પધારેલા પોતાના મોટાભાઈનાં દર્શન હેત અને મહિમાથી ઉભા થઈ ગયા અને દંડવત કરવા કોશીષ કરવા લાગ્યા. સદ્ગુરૂ એ પ્રાગજીભાઈને હેતથી ભેટી પૂછ્યું દવા શુ કરો છો ? પ્રાગજીભાઈ કહે, “સ્વામી હવે દવા કરવા જેવું શરીરમાં શું રહ્યું છે ? અને આત્યંતિક કલ્યાણ ના આશીર્વાદ માંગ્યા. સદ્દગુરૂ કહે અમે દવા લાવ્યા છીએ. કહીને મુઠી ભરીને સુકી દ્રાક્ષ આપી અને કહ્યું “આ તમારી દવા.” રોજ થોડા દાણા ખાજો. આજના યુગમાં નવાઈ લાગે પણ આ દ્રાક્ષથી પ્રાગજીભાઈ ઘોડા દિવસોમાં સાવ સાજા થઈ ગયા.

પ્રાગજીભાઈ વઢવાણ અમારે ઘેર કોઈ નિમિત્તે આવે ત્યારે મારા પૂ. બાપુજીએ મને મુનિસ્વામીના ભાઈ તરીકે ઓળખાવ્યા. તેમના મુખાવિંદ અને તેજ ઉપરથી લાગે કે “ધન્ય પ્રાગજીભાઈ તમારા દર્શન કરે તેને પ્રયાગ કે કોઈ એવા તીર્થમાં જવું ન પડે.” દ્રાક્ષ આપીને તરત જ પપૂ.અમુ સદ્દગુરૂ તથા પૂ. મુનિસ્વામી શ્રેણીમાં મંદિર થઈ સ્ટેશને આવ્યા ગાડી ચુક્યા નહિં દર્શન દીધા. આયુષ્ય દીધું.પૂ.અમુ મુનિસ્વામી ને આ મહાન સદ્દગુરૂએ આતકાળના ધર્મમા થોડો સમય પોતાના વતનમાં લઈ જઈને જેની મરજી વિના તરન્નુ પણ તૂટતુ નથી તે પ્રભુની પ્રેરણાથી દિવ્ય સંભારણું કર્યું.

હવે સદ્દગુરૂને પંચોતેર વર્ષ થયા. અમદાવાદના જૂના સરસપુર મંદિરમાં પાછલી બાજુએ એક ઓરડો હતો તેમાં સદ્ગુરૂએ હેતરુચિવાળા હરિભક્તોની સભા બોલાવી અને કહ્યું “હવે અમારું આયુષ્ય પુરૂ થયું છે. અમને રજા આપો.” અમુ બળદેવભાઈ એક મહાસભાના કેઈસ સ્વામી નહોય તો કેવી રીતે લડાશે? તે વિચારે ગદ્ ગદ્ થઈ ગયા સ્વામીએ કહ્યું, “તમે ઉદાસ થશો નહિં તમે રજા આપશો ત્યારે જ અમે જઈશું.”

ત્યાર પછી સ્વામી કરાંચીમાં હરિભક્તોને પીરસતા પડી ગયા અને પગમાં ઈજા થઈ. મહારાજની ઈચ્છાથી આ સ્વતંત્ર મુક્તને ડાયાબીટીશ હતો એટલે આ ઈજામાંથી ધીરે ધીરે તકલીફો શરૂ થઈ. સદ્દગુરૂની આત્મનિષ્ઠા એવી હતી કે શરીરમાં કાંઈ વ્યાધિ જેવું જણાય નહિ. આવા શરીરે બને સદગુરૂ જોરાવરનગરમાં આમારા આદેશરા ફાર્મસી કરીને આયુર્વેદીક દવા બનાવવાનું નાનું કારખાનું હતું તેના મોટા ખંડમાં હવા ફેરનું નિમિત્ત કરીને રહ્યા.

મારા માસીના દીકરાભાઈ વાડીલાલ માંડલીયા અને હું બંને સને ૧૯૪૦ની સાલમાં રોજ સાયકલ ઉપરથી વઢવાણથી સદ્દગુરૂઓના દર્શને આવતા. વાડીલાલ ભાઈને સાયકલ આવડતી નહિ અને એટલે તેમને સાયકલ પર બેસાડી હું રોજ ત્રણ માઈલ દૂર એટલે રોજ છ માઈલ સફર કરતો. અમે વઢવાણ દાજીરાજ હાઈસ્કૂલમાં મેટ્રીક ભણતા સદ્ગુરૂ રોજ આશીર્વાદ આપે કે પાસ થઈ જશો “રોજના સાયકલના પરિશ્રમના કારણે નું કાંઈ વાંચી શકતો ન હતો.

ભાઈ વાડીલાલભાઈને સંસ્કૃતનો અભ્યાસ અને સ્મૃતિ ખૂબ જ સારી હતી. એક વખત તેમણે સદ્દગુરૂને પૂછ્યું કે, “નિર્ગુણ ઉપર શિક્ષાપત્રીમાં ભાર મૂક્યો છે તો સત્વગુણમાં શું વાંધો ? સદ્ગુરૂ ઈશ્વરચરણદાસજી સ્વામીએ હસીને કહ્યું, “સત્વગુણ પણ ગુણ છે. નિર્ગુણમાં ગુણ નથી.” આવું અમારૂં બાળપણથી ભણતર અને ઘડતર હતું. અને ૧૯૪૧માં હું મેટ્રીક પાસ થઈ કોલેજના પહેલા વરસમાં ગુજરાત કોલેજ હોસ્ટેલમાં આવ્યો.

તે વખતે સદ્ સ્વામી ઈશ્વરચરણદાસજીને મંદવાડ ધીરે ધીરે વધતો જતો હતો એટલે એકાંત અને હવાફેર નિમિત્તે ૨૨, ચાંપાનેર સોસાયટી વાડજમાં નિવાસ કરીને રહેતા. બંગલાનું ભાડું મહિને ૨ રૂપિયા હતું જે બહેચરભાઈ ગજ્જર આપતા. ગુજરાત કોલેજ હોસ્ટેલથી હું અવાર નવાર સાયકલ ઉપર સ્વામીના દર્શને વાડજ જતો તે વખતે શાહપુર બ્રીજ પછીનો વિસ્તાર લગભગ નિર્જન હતો. રસ્તાની બંને બાજુએ વૃક્ષો પણ ઘણા હતા. સ્વામીની સારવાર કાળુપુર સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા નારાયણશંકર વૈધ કરતા.

આ વૈદ્યના નામ ઉપરથી મંદિરથી ખોડી આંબલી તરફ જતા માર્ગનું નામ વૈધ નારાયણશંકર માર્ગ એવું નામ પાડેલ છે. આધુનિક એલોપેથીક સારવારએક જર્મન ડોક્ટર કરતા જે (M.D.) ભણતા હતા. અને (M.D.) જર્મન તરીકે ઓળખાતા (જર્મન નામો લાંબા અને અટપટા હોય છે એટલે આમ થયું હશે.) આ જર્મન ડોક્ટર સ્વામીની સારવાર કરતાં રહેતા ખૂબ મહિમાથી પગ લાગતા. તે ડોક્ટરને સ્વામીમાં કાંઈક દિવ્ય ભાવ અને મંદવાડમાં અવારનવાર સ્વતંત્રપણું જોવા મળેલું.

આ ઉપરાંત વિરમગામથી મારા પૂ. મોટાબાપુજી લગભગ બે વર* રોજ સદ્ગુરૂની ડોક્ટર તરીકે જોવા સેવા કરવા અને દર્શન કરવા આવતા. સદગુરૂની સેવામાં અમુમુક્તવલ્લભદાસજી ખૂબ સેવા કરતા. અમુ હરિકૃષ્ણ સ્વામી રસોડું સાંભાળી હરિભક્તોની “મા” જેવી સેવા કરતા. અ મુનિસ્વામી વગેરે સંતો તથા ઘણા હરિભક્તોથી આ બંગલો ભર્યો ભર્યો રહેતો. આ અરસામાં પ.પૂ.અમુ. સદ્દગુરૂએ અમુક હીરજીભાઈ ચાવડાને બાપાશ્રીના જીવન ચરિત્ર છપાવાની આશા કરી.

અમુ હીરજીભાઈ કહે “તમે આ પુસ્તક છપાઈ રહે ત્યારે રાજકોટ મારા નિવાસ સ્થાન ઈશ્વરભવનમાં તેની પારાયણ હાજર રહી કરાવો તો હું પૈસા આપું.” અમુ હીરજીભાઈની ઈચ્છા સ્વામી આ લોકમાં વધારે રહે અને તેમનું ઘર પાવન કરે એવી હતી અને આ સદગુરૂને દેહ નથી. સંપૂર્ણ સ્વતંત્ર છે. તેવો વિશ્વાસ હતો. એટલે આવી સૌને હિતકારી શરત મૂકી. સદ્ગુરૂએ કહ્યું “તમારી ઈચ્છા પુરી કરીશું ” બાપાશ્રીના પ્રસાદીના સ્થાનો તથા સમકાલીન મુક્તોના ફોટા લઈ ખૂબ દાખડો કરી.

પૂ.અમુ સોમચંદભાઈએ એક વરસ માથકમાં પૂ.અમુ દિવાળીબા (તેમના બહેન)ના નિવાસ સ્થાનમાં રહી. એક ટંક જમી, એકાંતે દિવ્ય એકાગ્રતતાથી કર્યું છે. સદ્ વૃંદાવનદાસજી સ્વામી પણ અવારનવાર કાલુપુરના મોટા મંદિરમાંથી પગપાળા સદ્દગુરૂ ઈશ્વરચરણદાસજીના આ લોકની રીતે ખબર અંતર પૂછવા આવતા. પૂ. અમુ મુનિ સ્વામી કચ્છમાં બાપાશ્રી પાસે સંવત ૧૯૫૭ સાલથી શ્રીજી મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર કરવા જતા સંવત ૧૯૭૩ થી ૧૩ વર્ષ તો ભૂજમાં જ રહ્યાં.

આ સમય દરમિયાન તેમણે શ્રી અબજીબાપાશ્રીના જીવનવૃતાંત પુસ્તક હસ્ત લેખિત તૈયાર કર્યું. આ પુસ્તકમાં સ્વામિનો બાપાશ્રીનો અપાર મહિમા નિઃસીમ હેત અને માપી ના શકાય તેવા અધ્યાત્મિક જ્ઞાન સાથે બાપાશ્રીના જીવનના પ્રસંગોની સંક્ષેપમાં ગૂંથણી કરી. બાપાશ્રીએ આ પુસ્તકના ૭૫માં વિશ્રામમાં આ પુસ્તકનું પૂજન કરી, પોતાની સહી કરી, અનરાધાર આશીર્વાદ વરસાવ્યા છે.

પ.પૂ. અમું સં સ્વામિ ઈશ્વરચરણદાસજી સ્વામીની ઈચ્છા આ માહિતીનો ખૂબ મોટો વિસ્તાર કરી, ઘણાં પ્રસંગો ઉમેરી, બાપાશ્રીનું મોટું “જીવન ચરિત્ર” લખાય તેવી હતી. ૫.પૂ. અમુમુનિ સ્વામી કહેતા બાપાશ્રી આ સદ્દગુરુને “ઈશ્વર જેવા ઈશ્વર બાવા” નું સંબોધન કરતા. સદ્ગુરુ ની ઈચ્છા મુજબ પૂમમુ સોમચંદભાઈએ જે માહિતી માંગી એ બધી જ ખૂબ ઉમંગ મહિમા, હેત અને આદરથી આપી. પૂઅમુ સોમચંદભાઈ સેવક પ્રેમજીભાઈને લઈને કચ્છના ગામેગામ ફર્યા.

આ રીતે તેમણે ખૂબ દાખડો કરી ઘણી માહિતી મેળવી. પૂ.અમુ સોમચંદભાઈએ બાપાશ્રીના પ્રસાદીના સ્થાનો તથા સમકાલીન મુક્તોના ફોય લઈ ખૂબ દાખડો કરી પૂમમુ સોમચંદભાઈએ એક વરસ માથકમાં પૂ.અમુ દિવાળીબા (તેમના બહેન)ના નિવાસ સ્થાનમાં રહી. એક ટંક જમી, એકાંતે દિવ્ય એકાગ્રહતાથી કર્યું છે. સદ્ વૃંદાવનદાસજી સ્વામી પણ અવારનવાર કાલુપુરના મોટા મંદિર માંથી પગપાળા સદ્દગુરૂ ઈશ્વરચરણદાસજીના આ લોકની રીતે ખબર અંતર પૂછવા આવતા.

પૂ અમુ સોમચંદભાઈ સેવક પ્રેમજીભાઈને લઈને કચ્છના ગામે ગામ ફર્યા. આ રીતે તેમણે ખૂબ દાખડો કરી ઘણી માહિતી મેળવી. મંદવાડ વધતા સદ્ સ્વામીને હાલની માણેકલાલ લાયબ્રેરી સામે ડૉ. મોતીભાઈ જે પ્રખ્યાત સર્જન હતા તેમની હોસ્પિટલ માં લાવ્યા થોડી સારવાર પછી ડૉક્ટર કહે, “હવે પગ કાપવો પડે તેવું છે.” અમુ બળદેવભાઈ શેઠ સદ્ગુરૂને કહ્યું “સ્વામી ખંડિત મૂર્તિના દર્શન આપવા હોય તો હવે તમને આ લોકમાંથી અદશ્ય થવાની મારી રજા છે.”

સદ્દગુરૂએ કહેલું, “તમે રજા આપશો ત્યારે જઈશ”) તરત જ સદ્દગુરૂએ અમુ હીરજીભાઈને ત્યાં રાજકોટ જવાની તૈયારી કરવા કહ્યું. અને માટે અમુ હીરજીભાઈએ સ્વામીને વિરમગામ બદલવું ન પડે તે રીતે મહેસાણા થઈ રાજકોટ લઈ જવા ગોઠવ્યું. સંવત ૧૯૮ની શરદપૂનમના દિવસે અમારું કુટુંબ તથા અમારા મોસાળના સૌ સદગુરૂના શન. વઢવાણ જેશને આવ્યાં.

૫. નાગરદાસ બાપુજી મેરના પગે માંગ કરતા હતા. પણ સદ્દગુરૂના મુખારવિંદ ઉપર દુઃખની કોઈ રેખા દેખાતી નહિં અને સ્વામીના ડબામાં જઈ દર્શન કર્યા પણ દર્શનાર્થીઓ ઘડ્યા હતા. સદ્દગુરૂએ કોઈએ કહ્યુ સિવાય સૌના મનોરથ પૂરો કરવા પોતાની મેળે રેલ્વેના ડબામાં તેમને સુવાડેલા તે પથારીમાં કોણી ભરાવી બારીમાં સૌના ઉપર અમૃત નજર કરી. આ વખતે મારા પૂ. મામાના દીકરી અને બીજી રીતે કાકાની દીકરી (પૂ. નાગરદાસ બાપુજીની) બેન ગુણવંતીષેનના પુત્ર ભાગ્યશાળી ઢં. બિપીનભાઈ સ્વદાસ એક વરસના હતા તે પણ આ ઘવમાં આવી ગયા.

રાજકોટ પહોંચ્યા પછી સરએ પૂછ્યું “પુસ્તક છપાયું ?” મy હીરજીભાઈએ કહ્યું “બાઈનીંગ બાકી છે” સટ્ટર કહે “બાનીંગનું કાંઈ નહિ સૌ મળી છા પાનાની સમુહ પારાયણ કરો.” રાજકોટ પધારી આ પારાયણ કરવાનું વચન પાળી હવે સત્રએ અમદાવાદ જવાની તૈયારી કરવા કહ્યું. અમુ હરહoભાઈ કહે, વામી તમે દેહ ત્યાગ કરો ત્યારે હું હાજર હોઉ તેવું વચન આપો” સ્વામી કહે “તમે હશો” વળી અમુવીરજીભાઈ ધે “વામી વાડજ જશો કે સરસપુર?” સ્વામી કહે “વાડજ.” અમુક હીરજીભાઈ એ અમુ બળદેવભાઈ શેઠને કહ્યું “કદાચ” સ્વામી છેલ્લી ઘડીએ સરસપુર જવાનું કરે તો મને તરત જ ખબર માપશો.

અમદાવાદ ગાડી યાર્ડ માં આવી ત્યાં સરએ પુછ્યું, “અમદવાદ આવ્યુ?” સેવકો કહે હા સ્વામી, સ્વામી કહે “આપણે સરસપુર ઈશું વાડજ નહિં. અમુકશેઠે તરત જ અમુ હીરજીભાઈને ખબર આપ્યાં અમુક હીરજીભાઈ સરસપુર આવ્યા એટલે સ્વામીને સાનથી જમી લેવા કહ્યું. અબુ હીરજીભાઈ જમી રહ્યા ત્યાં સ્વામીની સ્થિતિ ફરવા લાગી મમુ મુક્તવલ્લભદાસજી અમુ હીરજીભાઈ વગેરે એ સદ્દાર ને ભય લેવાની વિધિ કરી, સરએ દેહત્યાગ કર્યો, ત્યાં મોટ તેજના ગોળા શંકુ આકારે ખરર કરતા સ્વામી ઉપર વરસ્યા અમુ.

મુક્તવલ્લભદાસજીને થયું કે આ તણખાથી આજુબાજુ કાંઈ દાઝયું નથી ને ! અમુ હીરજીભાઈ કહે આ તો દિવ્ય પુષ્પોની વૃષ્ટિ હતી. સ્વામિનારાયણ ડિવાઈન મિશન દ્વારા પ્રકાશિત વાત્સલ્ય મૂર્તિ સરૂઓમાં સદ્ગુરૂ પૂર્વાશ્રમ દીયા, અંતિમ યાત્રા વગેરેની વિસ્તૃત માહિતી બિપીનભાઈ સ્વદાસે આપી છે. હવે અત્યાર સુધી આ સદ્ગુરૂની પ્રતિભાથી દબાઈ રહેલાઓને કહ્યું કે સદ્દસ્વામી વૃંદાવનદાસજી સ્વામી આ લોકની દષ્ટિએ નરમ છે.

એટલે તે વખતના સગીર આચાર્ય મહારાજને સમજાવી તેમના વતી વહીવટ કરી રહેલા એક ફોર્મ તૈયાર કર્યું જેમાં ઘણી કલમો હતી જેમાં ચાર વચનામૃત રહસ્યાર્થ પ્રદીપીકા ટીકા ન વાચવી, બાપાશ્રીનું સાહિત્ય ન વાંચવું વગેરે છાપેલું હતું. સદ્ વૃંદાવનદાસજી સ્વામીએ આ કલમો ઉપર લીટો મારી (ચકી નાંખી) સહી કરી આથી બાપાશ્રીના હેતવાળા ઘણામાં હો હો થઈ ગઈ. સરૂને મૌખિક વચન આપવામાં આવ્યું હતું કે થોડા સમયમાં “વચનામૃત રહસ્યાર્થ” ઉપરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવશે. વડનું બી ખસખસના દાણા જેવડું હોય છે.

પણ તેમાંથી ધીરે ધીરે મોટો વડ થાય છે. આવા સત્સંગના વડલા જેવા અનાદિ મુક્તને મહારાજ મોકલે છે જે ધાને પોતા જેવા કરે છે. આવા મુક્તોમાંના એક પૂ. અ.મુ. નારાયણભાઈએ સાક્ષાત્કારના પગથીયા ચડ્યા ! ધ્યાન ની લટક પૂ. અ.મુ. ભગવતસ્વરૂપદાસજી સ્વામીનો જોગ અને દિવ્ય આધ્યાત્મિક સિચન, ૫.પૂ. અ.મુ. ઈશ્વરચરણદાસજીના મંદવાડમાં તેમને તથા તેમના પૂ. મોટાભાઈ ડોં. અમૃતલાલ વાડજના ચાંપાનેર સોસાયટીમાં તેજીમય અને સાવ સાજા હોય તેવા તે બંગલાની અંદરના ચોકની અંદર ફરતા સ્વામીના દિવ્ય દર્શન અને બીજે દિવસે વળી માંદા હોય તેવી લીલા કરતા થયા ખૂબ ધીમા (મંદવાડના કારણે) અવાજે આજ્ઞા કરી કે મોટા મંદિરમાં સદ્ વૃંદાવનદાસજી પાસે જવ.

સદ્ વૃંદાવનદાસજી સ્વામીને પૂ. અમુ, નારાયણભાઈ એ પૂછયું “સ્વામી તમે દીવાલ સોંસરું જોઈ શકો છો. સ્વામી સ્વાભિમાન થી બોલ્યા હું અનંત ‘બ્રહ્માંડ સોસ૩ જોઈ શકું છું. તારે ખાત્રી કરવી હોય તો દિવાલની પાછળ થઈ. તમે દિવાલ સોસ૩ જોઈ શકો છો ?” સ્વામી ખુમારીથી બોલ્યા “હું અનંત કોઈ સંશા કર”, પૂ. અ.મુ ભાઈએ સ્વામીની પરીક્ષા કરવાનું મન ન થયું. આ રાત્રે ૫.પૂ. અ.મુ. સદ્દગુરૂએ છ કલાક વર્તમાન ઉપર જ વાતો કરી અને અંતે જ્યાં જુઓ ત્યા અનંત સુખના ધામમાં હરિના તેજોમય દર્શન થાય તેવા અનુભવના સુખ સાગરમાં રમતા કરી દીધા.

આ સદ્દગુરૂએ પાટડીમાં અમુ જાદવજીભાઈ ને અમદાવાદ મંદિરના રંગ મહોલની મૂર્તિના ધ્યાનમાં દિવ્યાનુભવ કરાવ્યો. ત્યારે અમુ જાદવજીભાઈ કહે. “અહોહો ! દેહ તો મોટા મંદિર જેવડો થઈ ગયો છે.” પાટડીના એક સત્સંગી પોસ્ટમેનને પહેલા ધ્યામાં લય જેવો અનુભવ થયો પણ પછી ગમે તે કારણે વિક્ષેપ પડવા માંડ્યો એટલે સ્વામીને પ્રાર્થના કરી. સ્વામીએ પોતાની પાસે બેસાડીને ધ્યાન કરવા કહ્યું.

ભાગ્યશાળી સત્સંગી પોસ્ટમેન ચાર કલાક ધ્યાનમાં લંડો ઉતરી ગયો. આવા સદ્દગુરૂ રહસ્થાર્થ પ્રદીપીકા ટીકા નો પ્રતિબંધ નથી તે ખબર ન હોય તે બને પણ સ્વામીને બાપાશ્રીના હેતવાળા સમુહથી જુદા પાડવા આ ઘટના બની અને સ્વામીએ આ નિમિત્ત કરી પોતે ઉદાસ થઈ દેહત્યાગ કરવા નિર્ણય કર્યો. આ સત્ શ્રી હરિ સાથે સંપૂર્ણ એક્તા પામેલા અને સ્વતંત્ર મઘમુક્ત હતા. હવે તેઓ ગામે ગામ ફરી “મા માંગવા અને માત્ર આપવા નીકળ્યો છું કહી હસતે મોઢે બાપાશ્રીના હેતવાળા સૌને મળવા નીકળી પડ્યા અમારા કુટુંબમાં આ સર વિષે કોઈને પણ સ્વામી વિરૂદ્ધ સંકલ્પ હતો જ નહિ છતાંય દર્શન દેવા વઢવાણ પધાર્યા.

વઢવાણ જેક્શન સ્વામીને મોટરમાં લઈ આવ્યા. સ્વામી મસ્તીથી પૂ.બાપુજીના દવાખાનામાં ખુરશી ઉપર બેઠા અને “સુખ સંપત કરૂણાનિકેતન વૃત ધન તપ ક્રિયા ફલમ્ સહજાનંદ ગુરૂ ભજે સધ”નો શ્લોક બોલ્યા. દવાખાનામાંથી સ્વામી અમારા પુજના ઓરડામાં આવ્યા. અને આરતી કરી આરતી લઈ ફરતા ફરતા હવે આ લોકમાંથી અદશ્ય થયેલા સ્વામી ઈશ્વરચરદાસજી સ્વામી પાસે આરતી લઈ આવ્યા અને બોલ્યા સ્વામી કહે છે (હસે છે.)

ત્યાર પછી લાંબા હાથાવાળી ખુરશીમાં બેઠા સ્વામી ખૂબ જ અજીપામાં હતા. હાલ અમેરિકા રહેતા મારા પૂ. માસીના દીકરા ડૉ. કેશવલાલ માંડલીયાના દાદ. ૫.ભ. મગનભા એ પોતાની બંડી કડીયા જેવી)ની કસો છોડી, છાતી ખુલ્લી રાખી સ્વામીની ખુરશી સામે બેઠા અને છાતીમાં ચરઘાનંદિ દેવા પ્રાર્થના કરી સ્વામી મસ્તીમાં હતા અને સૌના ઉપર અનરાધાર આશીર્વાદ વરસાવવાજ આવ્યા હતાં. સ્વામીએ છાતીમાં ચરણાવિંદ દીધાં.

હવે તો લાઈન લાગી. જેમાં હુંયે હતો. સૌને છાતીમાં ચરણાર્વિદ દઈ સ્વામીએ છેલ્લું સંભારણું કર્યું. હવે સ્વામીએ દેહત્યાગની વિધિ સૌને યાદ રહે તેમ અમાસની નક્કી કરી. અમદાવાદ મોય મંદિરનમાં સંવત ૨૦૦ના કારતક વદ અમાસના રોજ સ્વામીને રંગ મહોલ પાસે ઈસ્પિતાલ કહેતા તે સ્થાનમાં સાદી કાથીના ખાટલામાં સુવડાવ્યા.

ગળામાં ધણા હજારીના ફૂલના ઘર હતા. ઓરડાનું કીર્તન ગવાતું હતું. સ્વામી આ કીર્તન સાથે હાથથી આનંદદર્શાવતા સુતા સુતાતાલ દેતા હતા. આખો મીંચેલી હતી છતા પૂ.અ. મુ બળદેવભાઈ શેઠ આવ્યા તે પોતાની અમદાવાદીલાલ પાથ ઉતારી સ્વામીને પગે લાગ્યા તેમના માથે હાથ મુક્યો અમુ બહેચરભાઈને શાનનું અંગ અને સ્વામીનો જોગ સમાગમ ખૂબ કરે એટલે હૈયું ભરાઈ આવ્યું. સ્વામીએ આંખો મચેલી છતાં અમુ બહેચરભાઈનું કાં એટલા જોરથી પકડ્યું કે દેહપવાની તૈયારી ત્યારે આવી તાકાત જ ન હોય.

Summary

મારપૂ. બાપુજી ત્યાં હાજર હતા. હું પણ અંતિમ દર્શન કરવા આવ્યો હતો. મારે બીજે દિવસે પરીક્ષા હતી એટલે પૂ. બાપુજી કહે “તું હવે જ સ્વામી આજ દેહ મુકશે પન્ન સમયનું કહેવાય નહિં. સ્વામી જે મુર્તિમાં આવરણ રહિત થઈ અખંડ ઝીલતા તે ઘનશ્યામ મહાજમાં કેવળ આપણને દેખાતા ભૌતિક દેહનો ત્યાગ કરી લીન થઈ ગયા. બત્રે સદ્ગરૂઓ એ અમાસને દિવસે દેહ ત્યાગ કર્યો એટલે અમાસ સર દિન તરીકે ઉજવાતી. બાપા સદગૂરૂ ઈશ્વરચરણદાસજીને કહેતા “આ અમારા તાબેદાર” અને સદ્ વંદાવનદાસજીને કહેતા “આ અમારા ગુરુ.” સઘુર વૃંદાવનદાસજી સ્વામી કહેતા ધ્યાન એકનું વાતો બેની, ગપ્પા હજારના વક્તા ઘણા હોય પણ મારાજમાં જોડે તેવા જજ જ હોય બંને સરૂઓ તેવા હતા.

1 thought on ““સદગુરુ” ગુજરાતી નૈતિક વાર્તા (“Sadguru” Gujarati moral story)”

Leave a Comment