“વિરહ” ગુજરાતી વાર્તા ભાગ 1 (“Virah” Gujarati Story Part 1)

By

નમસ્તે દોસ્તો, આપ સૌ નું મારા બ્લોગ In Gujarati માં સ્વાગત છે. આજ અપને એક વધુ વાર્તા વિષે જોવાના છીએ જેનું નામ છે “વિરહ” ગુજરાતી નૈતિક વાર્તા (“Virah” Gujarati Story). આશા રાખું છું કે તમને બધા ને આ વાર્તા ખુબ ગમશે. ચાલો તો વાર્તા તરફ આગળ વધીએ.

“વિરહ” ભાગ 1

બાપાશ્રી આ લોકમાંથી અદશ્ય થયા પછી બંને બાપુજીએ કચ્છમાં ભૂજના અમુ. ભોગીલાલભાઈ તથા અમુ મોતીભાઈ સોની સાથે સંપર્ક ચાલુ રાખ્યો હતો. આ રીતે અન્યોન્ય પત્રવ્યવહારથી એક બીજાને માહીતી મળતી અને વિરહ વેદનામાં કાંઈક શાંતિ પણ મળતી. આવો એક પત્ર અમુક ભોગીલાલભાઈનો ભૂજથી આવેલ તે તેમના શબ્દોમાં નીચે મુજબ છે.

શ્રી પુરુષોત્તમના પરમ લાડીલા અનાદી મુક્તરાજભાઈ શ્રી નાગરધસભાઈ તથા મણીલાલભાઈની દીવ્ય સેવામાં, લી. તમારા ભોગીલાલ, આપનો માયાળુ પત્ર મળ્યો. વાંચી ઘણો જ આનંદ થયો છે. અહીં શ્રીજી મહારાજની દયાથી આનંદ છે. તમે આહી વિષે કોઈ વાતે ચિંતા કરશો નહીં આહ નું કામ શ્રીજી મહારાજ તથા મુક્ત પોતાને હાથ રાખ્યું છે અને તે ઘણી જ સરસ રીતે પાર પાડશે એની મને ખાત્રી છે. આખું વીતો ગતીમાન છે. ઠેઠ અક્ષર સુધી સર્વાધાર નીરવિકાર તો અક્ષરધામ છે. તેમાં ભગવાન સ્વતંત્ર બીરાજે છે. તે ભગવાન સાથે એક્તાને પામી ગયા છે.

એવા આપણે છીએ. આ લોક સામે જોયા જેવું નથી. એક્લા ભગવાન સામું જોવુ તો એ પરમ આનંદ મુર્તિને વિષે સર્વે મનોરથ પૂર્ણ થાય છે. આવો પાઠ આપણને અબજીબાપાશ્રીએ ભરાવીને સાક્ષાત્કાર કરાવ્યો છે. અને વગર સંભાર્યે પણ રક્ષા કરીશું એવો વર આપ્યો છે. અને અણુ અણુ પ્રત્યેક મૂર્તિ બિરાજમાન છે. પણ આમ જોઈએ તો દેખાય વિશ્વાસ ન હોય અને ન જોઈએ તો ન દેખાય પણ આપણને આખા પ્રત્યે મૂર્તિમાન સાક્ષાત વીરાજમાન છે.

એમ પ્રત્યક્ષ દેખાય છે. તે જોઈએ તો મંડળને તો ન જોઈએ તો પણ ભગવાન જોરે દેખાશે અખંડ એવો વર આપ્યો છે તે આપણને તો ચાલકરણે ન્યાલ કર્યા છે. વિશ્વાસ રાખી લાભ લેવો જોઈએ. મુર્તિમાં તો રાખ્યા તે રાખ્યા છે. હવે તો તે સ્થીતીમાં મુર્તિના દર્શન અખંડ ક્ય કરવા. આ દર્શનનું સુખ અલૌકીક છે. (It feels never resons) અખંડ ભગવાનના દર્શન કર્યા કરવા. મારા પર રાજી રહેજો લી.

તમારી ભોગીલાલ પુ મહેતા… આવો વિરહ નિવારણનો પત્ર પૂ અમુ મનસુખભાઈનો છે આ મહામુક્તના અક્ષરો થોડી જગામાં ઘણું માય તેવા દિવ્ય ઠસાસ છે. એટલે મને વંચાય છે. તેમ લખું છું: વસ્તી શ્રી અક્ષરધામ તુલ્ય વઢવાણ મહાસુભ સ્થાને પ્રગટ પ્રભુના પરમ લાડીલા ને તેજ મુરતીમાં રસબસ રહી અતિ ઉત્કૃષ્ટ સુખના ભોક્તાને દયા કરીને દૃષ્ટિ ગોચર દેખાતા એવા મારા વાલા સગા પ્રાણપ્રીય સરવે દિવ્યગુણે યુક્ત ભાઈ મણીલાલ ખોડીદાસ તથા શાંતીભાઈ તથા લાભચંદ્ર તથા ચિ. કાશીરામ વગેરે સાથે સરવેની દીર્ધાયું. શ્રી બજેવલીથી લી. ભાઈ મનસુખલાલ ગંગારામના ઘણા સ્નેહથી જયશ્રી સ્વામિનારાયણ દીવ્ય સેવામાં અંગીકાર કરશો.

વીશેષ આપનો કીપાપત્ર વાંચી હૃદય સાથે ભીડ્યોને મળ્યા તુલ્ય આનંદ થયો છે. તો તેવી જ રીતે લખવા દીપા (કૃપા) કરશો. બાપાશ્રી સ્વધામ પધાર્યા ને આપણ સરવેને નોધારા કરી ગયાને પ્રત્યક્ષ સુખ હતુ તે જ રીપરંતુ ધણીની જેવી ઈચ્છા અમોને વીરહ નિવૃત્તિને તમે પ્રત્યક્ષ દર્શન દઈને કહ્યું કે અમે એક રૂપે હતા તે હવે બહુ રૂપે થયા છીએ સર્વે હેત રૂચીવાળાની પાસે સદાય છીએ.

જે જે આશીર્વાદ આપ્યા છે. તેમાં જરા પણ મનુષ્યભાવ ન સમજવો વગેરે દયા કરીને કહ્યું. મારે હવે વીરહ ન કરવો ને મસ્તીમાં રહી જે જે સુખને લાભો આપ્યા છે. સંભારીને રાજી થઈ અલમસ્ત રહેવું કે આપણ ને ઓળખાણા તે જ મોટા ભાગ્ય. હવે આપણે શું બાકી છે. તેમની ઇચ્છા પ્રમાણે થીયા કરે છે.

માટે નટની માયાને પાર ૫માતું નથી. તો આતો પ્રગટ પુરુષોત્તમ તેમની લીલાને કેમ પાર પમાય માટે આનંદે ભજન કરવું ને ત્યાં માતુશ્રી તથા અમારા ગોમતીબા તથા શાંતુભાઇના વહુ વગેરે સૌને હીમત આપી એવી વાતો કરવી કે સુખ પ્રત્યક્ષ વધતું જ જાય જેમ બાળક વળી પામતું જાય તેમ. માટે અહોભાગ્ય માની અલમસ્ત થકા ભજન કરવું ચમત્કાર જણાવવો હોય તેને જણાવે ન જણાવે તો પણ જે છે તે સરવે સુખ મુરતીમાં જ છે તે મુરતીમાં આપણને રાખ્યા છે તો આપે સુખને વર્તાવે (દેખાવે) આપણને રાખ્યા છે તો પણ તેમની ઈચ્છા પણ આપણને જરા પણ સુખમાં જપ નથી. આપણે તેમાં જરા પણ ફેર પડવા દેવો નઈ.

સદ્દગુરૂએ છત્રી કરાવી છે. ત્યાં પધારશો તો અમારા વતી પ્રાર્થના કરશો કે અનાયાશે આ વક્ત અવાયુ નથી તો બે હાથ જોડી માફી માંગુ છું ને તમારે તે બાપાશ્રીને ક્યાં જુદાઈ છે, સદાય એક્તા છે. માટે અમારી પ્રાર્થના સ્વીકારશો વગેરે જેમ યોગ્ય લાગે તેમ કહેશો. ત્યાર પછી પત્રમાં વ્યવહારીક વાત તેઓના પુત્ર ચિ. માણેકલાલભાઈના પહેલી અંગ્રેજીના ભણતરની છે તે આમાં ઉમેરતો નથી. લી. કાશીરામ આવી રીતે દિવ્ય વિસામામાં હાલતા ચાલતા ખાતા, પીતા, સુતા, જાગતા અમે સૌ સમયના વહેણમાં અખંડ સ્મૃતિ રાખી આગળ વધતા જતા હતા.

કલ્યાણકારી પગથીયા જેમ ચઢવા જઈએ, તેમ નવીન નવીન સુખને પ્રાપ્તિના કેફમાં અહોભાગ્ય માની, અનુભવી, દઢ, નક્કી નકોર, નિસંશય, નિશ્ચયથી ડગ માંડતા હતા. અવરભાવમાં શીરનામા બદલાતા ગયા. કાયમી સરનામું “મૂર્તિ” બન્યુ આવી કૃપાને કોઈ શરત હોતી નથી. આશીર્વાદ ના મુશળધાર વરસાદમાં મસ્તીથી નહાતા, પ્રભુની જળક્રીડા જોતા, ધન્ય બની ડોલતા હતા. રમતા હતા, ઝીલતા હતા.

વૃષપુરમાં બાપાશ્રીના કુટુંબનું આર્થિક પીઠબળ બાપાશ્રી અદૃશ્ય થયા અમુ રામજીભાઈ હતા જે અધ લખીયા કહેવાતા. પછી આ લોકની રીતે અમુ ઝીણા રામજી અને અમે માવજીભાઈ ના પિતા અત્યારે કચ્છમાંથી ઘણા માણસો દેશ પરદેશ જાય છે. ભણતર પણ હવે વધતું જાય છે. પહેલા જોવી હિંસા કે ગેર માર્ગે દોરાય તેવું અંધારૂ દૂર થઈ જ્ઞાનનો પ્રકાશ ફેલાતો જાય છે.

સૌ પોતપોતાની શ્રદ્ધા મુજબ જેનો વિશ્વાસ હોય તેમને માને છે, ભજે છે, અને યથાશક્તિ જેવા ધોળે કપડે કે ભગવા કપડે સંત વિચરણ કરતા હોય તેની સેવા કરે છે. પહેલા જયાં હિંસાનો હાથ ઉપડતો ત્યાં આજે અહિંસાથી હાથ જોડાય છે. આજ જેવું ન હતું ત્યારે બાપાશ્રીના દેહત્યાગ પછી ધીરે ધીરે તેમના કુટુંબીજનોને યેન કેન પ્રકારેણ દુ:ખનો સામનો કરવોપડ્યો. હિંસા વધતી ગઈ તમારા બાપા મોટા કહેવાય છે, એટલે જ્ઞાતિનો આટલો દંડ ભરો કહી પૂ અમુ કાનજીબાપા અને પૂ.અમુ મનજીબાપાને સામાજીક અન્યાય થવા લાગ્યો.

આમા પૂ.અમૂ. રામજીભાઈને મંદિરમાં જ “ચોર ચોર” કહી ખૂબ મૂઢ માર માર્યો. આ મુક્તને ઘેર પહોંચતા લોહીની ઉલ્ટી થઈ. થોડા સમય પછી બાપાશ્રીના બન્ને પુત્રો તેમની બન્ને બાજુએ હાથ પકડી બેઠા હતા અને શ્રી હરિની ઈચ્છાથી આ મુક્ત પ્રભુમાં લીન થઈ ગયા. કાયદાએ કાયદાનું કામ કર્યું.

આ રીતે માર મારનારને બાપાના કુટુંબનો અકારણ દંડતો શું પણ રાજયનો ખોફ વ્હોરવો પડ્યો. આ મુકતના પૌત્ર અમુ વાલજીભાઈ અત્યારે ઈગ્લેંડમાં છે, સુખી છે. અને બાપાને મુક્યા નથી. આવી ઉપાધિઓ બાઈઓને પણ થવા લાગી પૂઅમુ વાલબા જોઈને વિરોધીઓ કહેતા “તારી ગુજરાત તને કેમ ખણવા આવતી નથી ?” મારા પૂ. બાપુજી તાંબા વરણા અને ભલભલા ઉપર દાબ પડે તેવા તેજસ્વી હતા. વાદળી રંગનો ગરમ ઓવરકોટ, માથે કાન માપની લાલ પાઘડી અને સો માથા જાતરે દે સોંપા છોગાતા જેવા શૂરવીર હતા.

મારા પૂ બાને બાપામાં અડગ વિશ્વાસ હતો. અને આવા પ્રસંગે પૂ. બાપૂજીના પડછાયાની જેમ સાથે સાથે રહેતા. પૂ. બાપુજી દોડાદોડ ભૂજ આવીને વૃષપુર આવ્યા. પૂ. અમુ વાલબા ફોઈ મારા પૂ. માતશ્રીની કોટે વળગી પોકેને પોકે રડવા લાગ્યા “મને લોક મેણા દેતા’તા કે તારી ગુજરાત તને ખણવા કેમ નથી આવતી” મારા ” બાપુજીએ કહ્યું ફોઈ હું દર વરસે એક મહીનો આવીશ. ત્યારથી દવાખાનું મહિનો કંપાઉન્ડરને સૌપી પૂ. બાપુજી કચ્છમાં વૃષપુર એમ નારાયણપુર, ભારાસર, દહીંસરા, સુખપુર, રામપુર એમ ગામે ગામ ફરે.

બાપાન હેતવાળા ઓચ્છવ કરતા તેમનું સામૈયું કરે. અને ખૂબ રાજી થાય. મારા પૂ. બા વિશેષ કરીને વૃષપુર રહેતા અને રામપુર જતા એટલે કચ્છની ઝીણામાં ઝીણી માહિતિ તેમની પાસેથી સાંભળવા મળતી આ રીતે બાપાના હેતવાળા સાથે ખભે ખભા મિલાવી જાગતા કર્યા. આ લોકની રીતે દબાય નહિ તેવા કર્યા. પૂ. મોટાબાપુજી વિરમગામ આજુબાજુના બાપાશ્રીના હેતવાળા હરિભક્તોના સંપર્કમાં રહેતા અને મુળી મંદિરની તથા સત્સંગ સમાજની સેવા કરતા.

પૂ. મોટાબાપુજીના પહેલા પત્નીના પુત્ર અમુ શાંતુભાઈ સંજોગોવસાત મારા પૂ. માતા-પિતા સાથે રહ્યા અને અમે સૌ તેમને મોટાભાઈ કહેતા. પૂ મોટાભાઈ લગ્ન કરી લગભગ અગીયાર વરસ મારા પૂ. બાપુજી પાસે રહ્યા. ત્યાર પછી તેમનું જ્ઞાન સામાન્ય રજીસ્ટર મેડીકલ પ્રેક્ટીશનર કરતા વિશેષ હતું પણ ડૉક્ટરની ડીગ્રી ન હોતી એટલે દવાખાનું કરવાનું તેઓને મન નહોતું. આથી મારા પૂ. બાપુજીએ જોરાવરનગરના આદેશરા ફાર્મસી નામની આયુર્વેદીક અને બાયોકેમીક દવા કરવાનું કારખાનું નંખાવ્યુ આ માટે જાણકાર એક બાવો હતો.

તેણે આયુર્વેદીક ભસ્મો વગેરે બનાવતા શીખવાડ્યુ દવા ગુણવત્તાની દૃષ્ટિએ ખૂબ જ શુદ્ધ અને પ્રમાણિક પણે બનાવેલી પણ દવા વેચવા માટે જાહેર ખબર વગેરે માર્કેટીંગ માટેનો અનુભવ પણ નહિ અને કારખાનામાં ઘણા પૈસા રોકાઈ ગયા હતા એટલે આવા ખર્ચાની જોગવાઈ પણ નહિ આથી ફાર્મસીમાં મોટી ખોટ ગઈ. છેવટે પૂ. મોટાભાઈએ દવાખાનું શરૂ કર્યું. ડૉક્ટર તરીકે તેમની નામના મોટી થઈ પણ પૂ. બાપુજીના સંસ્કારે ખૂબ જ દયાળું એટલે આર્થિક ભીંસ રહેતી પણ સમાજમાં એક અસાધારણ પ્રમાણિક અને પ્રતિભાશાળી વ્યક્તિ તરીકે ખૂબ જ સારૂં નામ કમાયા.

મારા પૂ. બાપુજી કહેતા કે “શાંતુભાઈએ જન્મીને કોઈ પાપ કર્યું નથી.” ફાર્મસીના કારણે મકાન મોટું, અમુક ઓરડા મોટા એટલે સાધુ સંતોની સેવા ખૂબ સારી થાય. જોરાવરનગર તે વખતે ચોખ્ખી હવા માટે પણ ખૂબ વખણાતું સેનેટોરિયમ કહેવાતું. એક વખત તો બંને સદ્દગુરૂ આ ફાર્મસીમાં એક મહિનો રહેલા. આ ઉપરાંત સદ્ વેતવૈકુંઠદાસજી સ્વામી, સદ્ ધર્મકિશોરદાસજી સ્વામી અમુ ગોપીવલ્લભદાસજી સ્વામી વગેરેની અંગેની સેવાઓ અલભ્ય લાભ મળતો.

આર્થિક પાસુ પૂ. બાપુજી સંભાળે સાયકલ ઉપર આવા સમયે વઢવાણથી જોરાવરનગર આવે પણ સેવાનું ધામ જોરાવરનગર એટલે એમની સેવા વિશેષ પૂ. મોટાભાઈ સંભાળે. પૂ. મોટાબાપુજીને સને ૧૯૪૯માં હાર્ટ એટેક આવ્યો. ડૉકટરો ભેગા થઈ ગયા પણ અત્યાર જેવી સેવાની સુવિધા તે વખતે ઉપલબ્ધ નહિ. એક વૈધે કહ્યું “નાગરદાસભાઈ મારી પાસે કરતુરી નાંખેલી આયુર્વેદીક દવા છે. જેનાથી મેં આવા કઈસો સાજા કર્યા છે. પણ એમાં લસણ આવે છે એટલે આપ હા કહો તો આપું” પૂ. મોટાબાપૂજી કહે “વૈદ્યરાજ અમારું હાથી જેવું. જીવતા લાખનો અને મરે તો સવા લાખનો મારે લસણવાળી દવા ખાવી નથી.”

Also Read- “વિરહ” ગુજરાતી વાર્તા ભાગ 2 (“Virah” Gujarati Story Part 2)

Also Read- “વિરહ” ગુજરાતી વાર્તા ભાગ 3 (“Virah” Gujarati Story Part 3)

Summary

આ વાર્તા ખુબ મોટી હોવાથી તેને ત્રણ ભાગ માં વહેંચવામાં આવેલી છે, પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમને બધા ભાગ ની લિંક બ્લોગ માં મળી જશે અને બધાજ ભાગ એક સાથે પુબ્લીશ કરવામાં આવેલા છે. જો તમને આ વાર્તા ગમે તો નીચે કોમેન્ટ કરી અને અમને ચોક્કસ જણાવજો.

1 thought on ““વિરહ” ગુજરાતી વાર્તા ભાગ 1 (“Virah” Gujarati Story Part 1)”

Leave a Comment