“વિરહ” ગુજરાતી વાર્તા ભાગ 3 (“Virah” Gujarati Story Part 3)

By

નમસ્તે દોસ્તો, આપ સૌ નું મારા બ્લોગ In Gujarati માં સ્વાગત છે. આજ અપને એક વધુ વાર્તા વિષે જોવાના છીએ જેનું નામ છે “વિરહ” ગુજરાતી નૈતિક વાર્તા (“Virah” Gujarati Story). આશા રાખું છું કે તમને બધા ને આ વાર્તા ખુબ ગમશે. ચાલો તો વાર્તા તરફ આગળ વધીએ.

“વિરહ” ભાગ 3

અને છપૈયામાં રેલ્વે સ્ટેશન નથી. તેની વાત કરી. નંદાજીએ તે વખતે રેલ્વે મિનીસ્ટર લાલબહાદુર શાસ્ત્રી હતા. તેમને ફોન કરી એપોઈન્ટમેન્ટ લઈ આપી અને ભલામણ કરી. આના પરિપાક રૂપે અમે બન્ને ભાઈઓ તથા મારા પૂ.સૌ. ભાભી અને પત્ની અને સિવાય અવાય નહિ તેવો ખેતરાઉ ૨સ્તો હતો. આમાં પૂ. લાભુભાઈએ સ્વામિનારાયણ છપૈયા સ્ટેશન થયું. ૧૯૭૪માં છપૈયા ગયા ત્યારે સ્ટેશનથી કે અયોધ્યાથી આવવામાં જીપ કે ગાડા બાટલીબોયના ગોંડા જીલ્લાના પોતાના ડીસ્ટ્રીબ્યુટર સાથે વાત થઈ જેમને ત્યાંના મેમ્બર ઓફ પાર્લામેન્ટ સાથે ગાઢ સંબંધ હતો. અમે ૧૯૮૪માં ફરી ગયા ત્યારે છેક મંદિરના દરવાજા સુધી ડામરની સડક હતી. ફરી ૧૯૯૨માં ગયા ત્યારે તો મનોરમા નદી ઉપર પુલ પણ હતો.

આ રીતે છપૈયાની સેવા નિષ્કામભાવે પૂ. લાભુભાઈ દ્વારા મહારાજે કરાવી. આ અગાઉ સંવત ૧૯૦૭માં પ.પૂ.આદિ આચાર્ય મહારાજ ધ.ધુ ૧૦૦૮ અયોધ્યા પ્રસાદજી મહારાજે છપૈયા મંદિરમાં રંગકામ કરાવેલ પછી કોઈએ ફરી રંગ કરાવેલ નહિં. ધર્મદેવ તથા ભક્તિમાતાના અયોધ્યાથી છપૈયા પધારે ત્યારે નારાયણ સરોવરના કાંઠા (દક્ષિણ બાજુ) બે ઓટા હતા ત્યાં વિશ્રામ કરતા આ જગાએ શ્રી હરિનો જેમના દ્વારા આ લોકમાં પ્રાદુર્ભાવ થયો હતો તે માતા- પિતાના અસ્થિ ઉપર બે ઓટા કરાવેલા જે પણ જર્જરિત થઈને ઘણી જગાએથી ભાંગી ગયેલા.

આ રંગકામ અને ઓટાના જીર્ણોદ્વાર નિમિત્તે જ્યારે કોઈ રસ્તા ના હતા અને સાવ નિર્જન હતું. તેવા પણ ઉત્તમોત્તમ તીર્થ છપૈયામાં ત્રણ માસ પૂ. બાં. બાપુજી રહ્યા. અમારા કુટુંબ તથા દિલ્હીના હરિભક્તોએ આર્થિક સેવા કરી. પૂ. બાપુજી ગોંડા જાય, રંગ ભાવ કરીને ખરીદે, ત્યાંથી પેઈન્ટર લાવે અને રંગકામ થાય. આ રીતે જ ધર્મદેવ તથા ભક્તિમાલાના ઓટા પણ પાસે રહીને કરાવ્યા. મારા પૂ. માતુશ્રી અખંડ માળા ફેરવે, વાંચન કરે અને દેવ-દર્શન પ્રદક્ષિણા કરે; એક નાના બાળક જે ભગત છપૈયા મંદિરના તેમના અનુભવની વાતો કરે, કોઈ વખત આકાશમાં દિવ્ય સંગીત રેલાતું ત્યારે મારા પૂ. બા.ને તે આવા કોઈ સમયે આશરે સને ૧૯૫૦માં પૂ.અમુ સોમચંદભાઈ ગયેલા અને એજ રસ્તે પાછા વળવાના હતા.

મારા પૂ. બા-બાપુજી દિલ્હી હતા. મારા ભત્રીજ ચિ. હસમુખભાઈ તથા સૌથી નાનાભાઈ ઘનશ્યામભાઈ પન્ન દિલહી તે વખતે પૂ. લાભુભાઈ સબી મંડીમાં બિરલા મિલ્સ પાસે શક્તિનગરમા અમરભવનમાં એક ઠીક ઠીક મોટો કહેવાય તેવા ફ્લેટમાં રહેતા હતા. પૂઅમુ સોમચંદભાઈ મહામુક્ત તો હતા જ પણ વ્યવહાર કુશળ હતા. તેમને થયું કે બત્રીસ માણસના સંઘ સાથે દિલ્હી જેવા શહેરમાં જઈએ તો. પૂ. લાભુભાઈને તાણ પડે. આ ઉપરાંત આ મુક્તો શોને બોળે માં ખૂબ માને એટલે બેગના બદલે દરેકનો સામાન કંતાનના કોથળામાં હોય.

પૂ. લાભુભાઈના હોદા પ્રમાણે આ કારણથી પણ આ મુક્તરાજને દિલ્હી આવવાનું યોગ્ય લાગતું નહોતું. પૂ.અમુ સોમચંદભાઈએ છપૈયાથી પોતાના જયપુર રસ્તે છપૈયાથી જવાના પ્રોગ્રામની વિગત લખી. તમારા વતી બધે દર્શન કર્યા છે. બ્રહ્મયજ્ઞમાં તમારો ભાગ છે. વગેરે દિવ્યભાવની વાત પણ લખી. આ પત્ર સંઘ છપૈયાથી નીકળવાનો હતો તે દિવસે દિલ્હી પહોંચ્યો. મારા પૂ. બાપુજીએ પૂ. લાભુભાઈને આજ્ઞા કરી કે છપૈયા તાર કરો કે દિલ્હી થઈને જાય. પૂ. લાભુભાઈએ કહ્યું કે આજે સંઘ છપૈયાથી નીકળવાનો છે. એટલે તાર કરીશ તો પહોંચશે નહીં.

તાર મનકાપુર જાય અને ત્યાંથી ટપાલમાં છપૈયા જાય એટલે ઓછામાં ઓછા ચાર દિવસે તાર પહોંચે. બીજી બાજુ પૂ. બાપુજી જેવા ધોળા કપડે સંત જેવા, તેમને બાપાશ્રીએ દીકરા કહ્યા તેમનો વલોપાત જોઈ મહારાજે પૂ.અમુ દિવાળીબાનું કોઈ રેલ્વેસ્ટેશને સ્નાનાદિક ક્રિયા કરતા પડવાનું નિમિત્ત કર્યું અને હાથમાં કેચરનો વહેમ જાય તેથી ઈજા થઈ. પૂ.અમુ દિવાળીબા કહે, “મને મારા ભાઈ પાસે દિલ્હી લઈ જાવ” આવું નિમિત્ત થયું એટલે સંઘ દિલ્હી તરફ વળ્યો. પૂ. બાપુજીને બાપાશ્રીએ નિર્દેશ આપ્યો એટલે તે ભાઈ ઘનશ્યામ તથા ચિ. હસમુખભાઈને કહે આવે સવારની ગાડીમાં સંઘ આવે છે માટે દિલ્હી સ્ટેશને સામા જાવ. મારા પૂ. બા કહે, “તાર-ટપાલ કાંઈ નથી ઠંડી છે.

દિલ્હી સ્ટેશન શક્તિનગરથી ઠીક ઠીક દૂર છે. અને છોકરાને અંધારામાં જમે મોકલવાનું કરો છો ? આમ છતા પૂ. બાપુજીની આજ્ઞા અને આગ્રહથી આ બન્ને કિશોરો રેલ્વે સ્ટેશન ગયા અને સંઘ ઉતર્યો જોઈ નવાઈ પામ્યા. પૂ. લાભુભાઈની વગ ઘણી હતી. તેઓ સ્થાનિક હરિભક્તોનો સ્ટેશનવેગન, મોટર વગેરેની વ્યવસ્થા કરી સંઘને રાજી થાય તેવી રીતે દિલ્હીના મહત્વના જોવાલાયક સ્થળો બતાવ્યા. આવી રીતે પૂ. બા-બાપુજી પૂ. પ્રિયકાન્તભાઈ તથા પૂ. લાભુભાઈએ બાપાશ્રીની આજ્ઞા મુજબનો સેવાયજ્ઞ કે બ્રહ્મયજ્ઞ ચાલુ રાખ્યો. હવે થોડી જુની વાત કરીએ.

આશરે સને ૧૯૩૮માં મારા બાપુજીને વઢવાણ રાજ્યના ઠાકોર સાહેબ સગીર હતા અને ઈગ્લાંડ હતા તેમની જગાએ કાઉન્સીલર શ્રી મણિલાલભાઈ કરીને પાલનપુરના શક્તિશાળી, પ્રમાણિક અને ધર્મપરાયણ મહાનુભાવ હતા. તેમણે મારા પૂ. બાપુજીને વઢવાણ મ્યુનિસિપાલિટીના ચેરમેનની ચુટણીમાં ઉભા રહેવા આગ્રહ કર્યો, મારા પૂ બાપુજીએ કહ્યું કે “હું કોઈ પ્રચાર કે ચુંટણી ખર્ચ નહિં કરું. ચુંટાઈશ તો સેવા કરીશ. સામા પક્ષે મહત્વાકાંક્ષી અને પૈસે ટકે વધારે સુખી ભાઈ ઉભા રહેલા અને તેમણે આ માટે પ્રચાર અને ખર્ચ ઘણું કરેલ. આમ છતાં પૂ. બાપુજીની ખ્યાતિ એક ધર્મરાજા જેવી હતી.

એટલે તે ચુંટાયા. મારા પૂ. બાપુજીએ ગામમાં સાત કાંઠાની પ્રખ્યાત માધાવાવ હતી. તે અને લીંબડીપા માં વિશાળ મોટો ભાથી કુવો હતો. તેનું પાણી ઉલેચી ચોનું કરવા અને વાવના કાંઠામાં નુક્શાન થયું હોય તે રીપેર કરવાનું કામ શરૂ કરાયું. આ માટે જરૂરી પાછી ખેંચવાના ઉપલબ્ધ હોય તેવા પંપ વગેરે કામે લગાડ= માધાવાવના કોઠામા સમાર કામમાં વઢવાણના કડિયાની સંખ્યા છે તે પહોંચી વળે તેવું ન હતું. એટલે કચ્છથી સત્સંગી કડીયા બોલાવ્યા. બીજે ગામમાં આગ બંબો બહુ જુનવાણી અને હાથથી ચાલાવવો . તેવો હતો. નાના બંબા ઉપર જાળી જેવું હોય અને વચ્ચે ખાંચા વાળા કુ જે હોય ને ચલાવે એટલે પાણી છંટાય પણ તે લાભ કે કોઈ ઘરમાં આગ લા- ત્યારે ખૂબ ઉણું ઉતરતું.

આથી આધુનિક અત્યારે જોઈએ છીએ તેવો પણ નાનો બસ જેવો જુના બંબા કરતા ઘણો વધારે મોટો બંબો લાવ્યા. તે વખતે એક ભાઈ જે પાણીવાળા મહારાજ કહેવાતા તેમને કુદરતી બક્ષીસ હતી કે તે જ્યાં જાય ત્યાં જમીન નીચે કેટલું પાણી છે. કેટલે ઉ3 પાણી છે તે કહી શકતા. અને તે સાચું પડતું. આ મહારાજે ભોગાવો નદીમાં અમુક જગાએ અખુટ પાણીનો ભંડાર છે તેમ બતાવ્યું. ત્યાં ખોદાવતા પાણીનો મોટો ધોધ જણાયો. આ આધારે મીઠા પાણીની યોજના પૂ. બાપુજીએ બનાવી પાઈપો આવી ગઈ અને વઢવાણના કોટ ઉપર એક જગાએ ટાંકી બનાવવા લોખંડના સળીયાનું માળખું બનાવ્યું જેમાં સીમેન્ટ ભરવાનો હતો.

એ સમયે કરાંચીથી અમુ ગોપીવલ્લભદાસજી સ્વામીનો તાર આવ્યો કે સુરેન્દ્રનગર વિધાર્થીઓ માટે ગુરૂકુળ (છાત્રાલય) કરવું છે તે માટે તમે આવો તો જરૂરી ધનની સેવા મળી રહે. પૂ. બાપુજી તરત જ કરાંચી ગયા. બીજી બાજુ જે પક્ષ ચેરમેનની ચુંટણીમાં હારેલો તેણે વાત ઉડાડી કે ડૉક્ટર ભાગી ગયા છે. પૂ. બાપુજીએ આવી કાઉન્સીલર મણિલાલભાઈના પ્રમુખ પદે મ્યુનિસિપાલીટીએ મીટીંગ બોલાવી. હોલમાં પાણી નાસ્તા વગેરે તમામ સુવિધા કરી બારણા બંધ કર્યો અને કહ્યું “સભા પુરી ન થાય ત્યાં સુધી કોઈએ બહાર જવાનું નથી.”

મારા પૂ. બાપુજી પ્રવચન આપતા જાય અને નાનામાં નાના ખર્ચના વાઉચર મુક્તા જાય. ધીરે ધીરે તેમના ત્રાંબા જેવા ગૌર વર્ણનું તેજ અને પ્રવચનમાં ઊંચો અવાજ અનુભવી વિરોધીઓ નીચું જોઈ ગયા. પૂ. બાપુજીએ કહ્યું “તમે ગામનું ભલુ કરી શક્તા નથી અને જોઈ શકતા નથી અને ખમી શક્તા નથી.” કાઉન્સીલર શ્રી મણિભાઈને પૂબાપુજીની સજ્જનતાનો અનુભવ હતો પણ આજે આધ્યાત્મિકતાના તેજનો દિવ્યાનુભવ થયો.

ત્યારથી તેઓને થતું કે ડૉ. મણિલાલભાઈને અજાણ્યે દુભવવામાં પોતે અજાણ્યે નિમિત્ત બન્યા. બીજી બાજુ ગામના સફાઈ કામદારો મોટા વ્યાજથી શાહુકાર પાસેથી પૈસા લેતા અને હંમેશા દેવાદાર રહેતા. આ સૌને પોતાની માતા-મેલડી માતા વગેરેની મૂર્તિ ઉપર હાથ મુંકાવી દારૂ નહિ પીવે તેવી પ્રતિજ્ઞા કરાવી વગર વ્યાજે મ્યુનિસિપાલીટીમાંથી પૈસા શાહુકારોને ચુકવી દીધા. આ રકમ સરળ હને મ્યુનિસિપાલીટીને પાછી આપી. શ્રી મણિલાલભાઈ (કાઉન્સીલર)ની તીવ્ર ઈચ્છા હતી કે પૂ. બાપુજી ફરી ચેરમેન તરીકે ઉભા રહે. પણ પૂ. બાપુજીએ વિનયપૂર્વક ના પાડી, કાઉન્સીલર શ્રી મણિભાઈએ કહ્યું “આ વિરોધીઓ મીઠા પાણીની યોજના પૂરી નહિ કરે” પૂ. બાપુજી કહે, “મારાથી થાય તેટલું કર્યું હવે પ્રભુની ઈચ્છા હશે તેમ થશે.

ત્યાર પછી એકવાર મ્યુનિસિપાલીટીના પ્રેસીડન્ટ તેમની ટર્મના ત્રણ મહિના બાકી હતા અને ધામમાં ગયા. કાઉન્સીલર શ્રી મણિલાલભાઈના આગ્રહથી મારા પૂ. બાપુજી કેવળ વિવેક ખાતર ત્રણ માસ પ્રમુખ તરીકે રહ્યા. બીજી બાજુ પૂ. અ.મુ. ગોપીવલ્લભદાસજી સ્વામીએ સુરેન્દ્રનગરમાં ભાડાના મકાનમાં છાત્રાલય શરૂ કરાવ્યું જેમાં અમુક કેશવલાલ જગજીવનદાસ ત્રિવેદી ગૃહપતિ હતા. છોકરાઓ સારા સત્સંગી પણ થયા. જીવનમાં સફળ પણ ધર્મજીવનદાસજી બન્યા આ અરસામાં પૂ. શાસ્ત્રી સ્વામીએ રાજકોટમાં મોટું ગુરૂકુળ કર્યું એટલે આ છાત્રાલય વ્યવસ્થિત રીતે સંકેલી તેનું ફર્નીચર વગેરે સ્વામીએ રાજકોટ મોકલી દીધુ ધર્મદાસજી શાસ્ત્રી સ્વામીએ પૂ. ગોપીવલ્લભદાસજી સ્વામીને કહ્યું.

“તમે ગુરૂકુળના આધસ્થાપક છો. રાજકોટ આવો તો છોકરાંને સમાસ પણ થાય.” પૂ. ગોપીવલ્લભદાસજી સ્વામીએ હેત અને વિનયથી કહ્યું.” “તમે મારો સંકલ્પ પૂરો કર્યો છે. હવે હું સદ્ સ્વામી અમુક બ્રહ્માનંદસ્વામીએ બાંધેલા મૂળી મંદિર શાંતિથી નિર્વિકલ્પ થઈ ભજન કરીશ.” આજે સુરેન્દ્રનગરમાં પૂ.અમુ નારાયણસેવાદાસજીએ ગુરૂકુળ કર્યું છે. આ સંત બાલ્યવસ્થામાં પૂ.અમુ. ગોપીવલ્લભદાસજી સ્વામી સાથે વઢવાણ આવતા. પૂ.અમુ ગોપીવલ્લભદાસજી સ્વામી જોરાવરનગરથી ત્રણ માઈલ ચાલી આવે પણ સીધુ લીધા સિવાય કાંઈ અંગીકાર કરે નહિં.

મારા પૂ. માતૃશ્રી પૂ. બાપુજી સાથે આ નાના સંતને ભૂખ લાગી હોય તો તેમના માટે રાજી થઈ સુખડી કરવા દો તેમ પ્રાર્થના પહોંચાડે અને સ્વામીની સંમતિથી આ તેજસ્વી નાના કિશોર સંત મહારાજને સુખડી જમાડે તે તેઓ હજી પણ ખૂબ જ હેતથી સંભારે છે. અમારી વીશા શ્રીમાળી સોની જ્ઞાતિનું મહામંડળ જાણીતા લેખક પૂ. રમણભાઈ સોનીએ ડાકોરમાં પહેલી પરિષદમાં સ્થાપેલું. આની બીજી પરિષદ સને ૧૯૪૧માં વઢવાણ થઈ.

આ પરિષદ ખૂબ જ સફળ રહી અને તેમાં કાઉન્સીલર શ્રી મણિલાલભાઈએ સ્ટેટના ઉતારા, શોભાયાત્રા માટે ગાડી, પાગરણ પરિષદના મંડપ માટે તાડપત્રી વગેરે તમામ વસ્તુઓ વિના મુલ્ય ખૂબજ પ્રેમથી આપેલી આ બીજી પરિષદમાં અમારા કુટુંબને પુ રમણભાઈ સોની સાથે ગાઢ સબંધ થયો કે આજે પર્યંત ચાલુ છે. સ્વ. પૂ. લાભુભાઈ અને પૂ. રમણભાઈ ગાઢ મિત્ર બન્યા અને જીવનભર મિત્રો રહ્યા. આ પરિષદમાં જે રકમ ભેગી થઈ તેમાં વઢવાણ રેલ્વે સ્ટેશનથી નજીક બોડીંગ કરવાનું નક્કી થયું.

કાઉન્સીલર શ્રી મણિલાલભાઈ એ પાણીના મુલ્ય જમીન આપી અને તેમને મારા પૂ. બાપુજીને મ્યુનિસિપાલીટીની મીટીંગમાં જે ઘટના બની ત્યારથી તેમને રાજી કરવાની ઈચ્છા હતી તે પૂરી કરી. તેઓ તથા પૂ. બાપુજી રાજી થયા અને નજીકતો હતા, પણ વધારે નજીક આવ્યા. આ બોડીંગ એકાદ વરસમાંજ તૈયાર થઈ ગઈ અને હવે વઢવાણના ઠાકોર સાહેબ પુ ઉમરના થઈ ઈગ્લાંડથી વઢવાણ આવી ગયેલા તેમના હાથે તે બોડીંગનું ઉદ્ધાટન કર્યું ઠાકોર સાહેબ મારા પૂ. બાપુજીને કહે “ડૉક્ટર સાહેબ ફરી તમે કરી તેવી પરિષદ કરો.” પૂ. બાપુજી વિનયથી કહ્યું, “હવે તે ન થાય.”

Also Read- “વિરહ” ગુજરાતી વાર્તા ભાગ 1 (“Virah” Gujarati Story Part 1)

Also Read- “વિરહ” ગુજરાતી વાર્તા ભાગ 2 (“Virah” Gujarati Story Part 2)

Summary

આ વાર્તા ખુબ મોટી હોવાથી તેને ત્રણ ભાગ માં વહેંચવામાં આવેલી છે, પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમને બધા ભાગ ની લિંક બ્લોગ માં મળી જશે અને બધાજ ભાગ એક સાથે પુબ્લીશ કરવામાં આવેલા છે. જો તમને આ વાર્તા ગમે તો નીચે કોમેન્ટ કરી અને અમને ચોક્કસ જણાવજો.

1 thought on ““વિરહ” ગુજરાતી વાર્તા ભાગ 3 (“Virah” Gujarati Story Part 3)”

Leave a Comment