યુવાની- ગુજરાતી નૈતિક વાર્તા ભાગ 1(Youth Gujarati moral story part 1)

By

નમસ્તે મિત્રો આપ સૌનું અમારા બ્લોગ In Gujarati માં ખુબ ખુબ સ્વાગત છે. આજ અપણે એક ગુજરાતી નૈતિક વાર્તા (Gujarati moral story) જોવા જય રહ્યા છીએ જેનું નામ યુવાની છે. જો તમારી ઉમર પણ અત્યારે વધુ હોય તો તમને તમારા યુવાની ના દિવસો જરૂર યાદ આવતા હશે અને હાજી મન માં આનંદ અનુભવતા હશો.

આ વાર્તા થોડી મોટી હોવાને કારણે બે ભાગ માં વહેંચવામાં આવી છે. પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે તમને એક સાથેજ બંને ભાગ આ બ્લોગ માં આસાની થી મળી જશે.

યુવાની- ગુજરાતી નૈતિક વાર્તા ભાગ 1

મારા પૂ. બાપુજીના ઉછેરથી જ સત્સંગનો મજબૂત પાયો નંખાયો હતો. પોતે એક વખત આર્થિક સંકટ વેઠી ઘણી હાડમારી વેઠી હતી. આની અસર તેમના ઉપર એવી પડી કે તેઓ દ્રઢ પણે માનવા લાગ્યા કે જીવનના મુલ્યો માં ધર્મ, ભક્તિ, દયા વગેરે મુખ્ય છે, પૈસો ગૌણ છે. તેમણે આધ્યાત્મિક શબ્દોમાં કહીએ તો ઘર્મને પિતા કર્યા, ભક્તિને માતા કર્યા એટલે હદયના સિંહાસન પર ધર્મ-ભક્તિના પુત્ર ઘનશ્યામ મહારાજ વિરાજ્યા.

આ રંગ તેમના પૂ બા, ૫ મોટાભાઈ, મારા પૂ ભાભુ તથા પૂ. માતુશ્રીને પણ લાગેલો તેમાં દિન-પ્રતિદિન વૃધ્ધિ થઈ ગઈ. પાટણમાં આશરે સંવત ૧૯૭૪ માં ડૉક્ટર તરીકે પ્રેકટીસ શરૂ કરી ત્યારે ઈન્ફલુએન્ઝાથી માણસો માખીની જેમ મરતા હતા. મારા પૂ. બાપુજી કોઈ દર્દીને ઘેર વિઝિટે જાય અને તે વખતે તેનું અવસાન થાય તો એક પૈસો પણ લેતા નહિ. કોઈ દર્દીની વિઝિટ સાંજે કરી હોય અને સવારે દેહ મૂકી દે તો બેસણામાં જઈ સાંજે લીધેલા પૈસા સવારે પાછા આપી દે.

ગામના ડૉક્ટરોને થતુ કે ડૉક્ટર આવા દર્દીઓને ઘેર વિઝિટમાં જય ત્યારે પોતે એક ભયંકર દઈના ચેપનું જોખમ લે છે. એટલે તેમની દષ્ટિએ આ રીતે દયા કરવાથી કદાચ પોતાનું કુટુંબ રઝળી પડે. આ સમયે ડૉક્ટરને વિ2િ તેડી જવા થોડા ગાડી લઈને પેશન્ટ આવતા જે દર્દીના સગા પહેલા આવે તેની ઘોડાગાડીમાં પહેલા પેશન્ટને જોઈ યોગ્ય સારવારની વ્યવસ્થા કરી બીજા પિશન્ટના કટુંબની ઘોડાગાડી લાવ્યા હોય તેમાં બેસે.

આ રીતે દવાખાના પાસે ઘોડા ગાડીઓ કમવાર ગોઠવાઈ જતી કામ પુષ્કળ રહેતું દયા રાખવા છતાં શ્રી હરિ સારી એવી કમાણી આપતા. આ અરસામાં સંવત ૧૯૭૫ માં મારા પૂ. બા ને પૂ. લાભુભાઈના જન્મ નિમિત્તે તેમના પિયર વઢવાણ જવાનું થયું. પૂ. લાભુભાઈનો જન્મ સંવત ૧૯૭૫ માં થયો. મારા પૂ માતુશ્રી પાટણ આવ્યા ત્યારે લાભુભાઈ પ્રત્યે પાડોશીઓ તથા સત્સંગીઓ ખૂબ હેત બતાવતા. બને ત્યાં સુધી મારા પૂ. બાપુજી પાટણમાં સંધ્યા આરતી વખતે પાટણ સ્વામિનારાયણ મંદિર જતા.

પેશન્ટોને પણ ખબર કે સાંજે ડૉક્ટર મંદિરે મળશે. કોઈ પેશન્ટ ઈમરજન્સી જેવું હોય તો પૂ. બાપુજી મંદિર દર્શન કરી તરત આ મહારાજનું સોંપેલું કર્તવ્ય છે તેવી સમજણ સાથે પેશન્ટના કુટુંબી સાથે જ વિઝીટે જતા. મંદિરમાં તે સમયે અમુક ભાગનું ચણતર ચાલતું હતું. આ ભાગમાં ટિપ્પણી લઈ કીર્તન ગાતા પૂ. બાપુજી સૌ સત્સંગીઓ સાથે ઉમંગભેર ભાગ લેતા આ નિમિત્તે તેમને પ.ભ. જેઠાભાઈ સોની સાથે ગાઢ સંબંધ થયો.

પ.ભ. જેઠાભાઈ એક ખૂબજ પવિત્ર સાચા સત્સંગી. પ.ભ. જેઠાલાલભાઈ હાલ અમદાવાદમાં રહેતા પ.ભ. હિંમતભાઈ સોનીના પિતા થાય. હજી પ.ભ. હિંમતભાઈનો જન્મ થયો ન હતો. આ સમય એટલે આશરે સંવત ૧૯૮૦ આખરમાં મારા પૂ મોટીબાની ઈચ્છા અમે વઢવાણ બાંધેલા તે જમાનામાં ભવ્ય કહી શકાય તે મકાનમાં નિવાસ કરવાની, રહેવા જવાની ઇચ્છા થઈ. આમ કર્યુ હોય તો પાટણની ધીકતી કમાણી છોડવી પડે.

મારા પૂ માતુશ્રીની ઈચ્છા પાટણ છોડવાની નહોતી. વઢવાણ આર્થિક રીતે પાટણથી ઘણું ઉતરતું હતું, પૂ. બાપુજીના પરમ મિત્ર અને હિતેચ્છુ પ.ભ. જેઠાલાલભાઈ સોની કહે ભાઈ તમે છોકરાઓના હિતને નુકશાન થાય તેવું ન કરશો. એક બાજુ ખૂબ દુ:ખ વેઠીને પોતાને મોટા કર્યા તે માં ની ઈચ્છા, બીજી બાજુ ઓછી કમાણી થાય તેની વચ્ચે કપરી નિર્ણય લેવાનો હતો. વિરમગામ મોટા બાપુજી અને મારા પુ. બાપુજીએ મળી આ વઢવાણનું ઘર બાંધ્યું હતું. પૂ. મોટા બાપુજીની ઈચ્છા વિરમગામ છોડવાની નહોતી. પૂ. મોટા બાપુજી ને મારા પૂ. બાપુજી ને લોકો રામ-લક્ષ્મણની જોડ જેવા કહેતા મારા પૂ. બાપુજી જીવનભર માનતા કે બાપાશ્રી વિશે જોડવામાં મોટો ફાળો પૂ. મોટા બાપુજીનો હતો.

આ મહિમાથી જ્યારે જ્યારે પૂ મોટા બાપુજી ને વિરમગામ મળવા જાય ત્યારે નવ નવ હેતે મળે અને દંડવત કરે. પાટણ છોડવાનો મારા પૂ. બાપુજીએ ખૂબજ ભક્તિ પ્રધાન અને ઉર્મિશીલ હતા. પૂ. મોટા બાપુજીને જ્ઞાન, ધ્યાનનું અગ, ધર્મનિષ્ઠા પણ ઘણા પણ વ્યવહારના કામમાં પોતે લીંબડીથી વઢવાણ, વઢવાણથી મુંબઈ અને મુંબઈથી વિરમગામ આવી સ્થિર થયેલા એટલે વઢવાણ રહેવાનો નિર્ણય કરતા ખચકાતા હતા. મારા પૂ. બાપુજીએ મહારાજને સંભારી પોતે નિર્ણય કર્યો કે પોતાની માં ની ઈચ્છા પૂરી કરવા સાહસ કરીને વઢવાણ જવું આ નિર્ણયથી મારા પૂ બાને દુઃખ થતું હતું.

મિત્ર પ.ભ. જેઠાભાઈ સોની તો રોજ રડતા. તે જમાનામાં ડૉક્ટર માટે ગૌરવ કહેવાય તેવી પાટણની બાલાજી કલબે મારા પૂ. બાપુજીનું સન્માન કરી વિદાય આપી. વઢવાણ આવ્યા પછી થોડા સમયે ત્યાં પ્લેગનો ઉપદ્રવ થયો. એટલે પૂ. બા, બાપુજી, પૂ. મોટીબા તથા લાભુભાઈ વિરમગામ આવ્યા.

મારો જન્મ વિરમગામ સંવત ૧૯૮૧ના ફાગણ વદ પાંચમના રોજ થયો. મારા જન્મ પછી લગભગ ૨૬ દિવસે અનાદિ મહામુનિ બ્રહ્મચારી નિર્ગુણાનંદજી ધામમાં ગયા. પ.પૂ. બ્રહ્મચારી મહારાજ ધામમાં ગયા તે નિમિતે ભૂજ મંદિરમાં અમુ લાલશંકર ભાઈએ કથા બેસારેલી આ પ્રસંગે સદ્ સ્વામી ઈશ્વરચરણદાસજી સ્વામી, સદસ્વામી વૃંદાવનદાસજી, સદ્ સ્વામી ઘનશ્યામજીવનદાસજી, શ્રી હરિદાસજી સ્વામી, અમુક ચેતવૈકુંઠદાસ સ્વામી, અમ ધર્મકિશોરદાસજી પુરાણી સ્વામી, અમુ દેવજીવનદાસજી સ્વામી વગેરે અમદાવાદ અને મૂળીના સંતો પધારેલા.

મારા પૂ. બાપુજી સૌ સંતો સાથે જામનગર થઈ રોઝી બંદરના રસ્તે ભૂજ ગયા અને મંદિરમાં ઉતર્યા. બાપાશ્રી પારાયણમાં પધારેલા નહી તેથી તેમને તેડવા પૂ. બાપુજી તથા અમુ મગનભાઈ સોની ભાડાની ધોડાગાડી લઈ વૃષપુર ગયા. વૃષપર સાંજે પહોંચ્યા. બાપાશ્રી મંદિરની ઓસરીમાં પથારીમાં સુતા હતા. પૂ. બાપુજી તથા અમુ મગનભાઈએ બાપાશ્રીને દંડવત કર્યા અને પારાયણમાં પધારવા પ્રાર્થના કરી. બાપાશ્રીએ કહ્યું “છોકરાઓને માતા નીકળ્યા છે હું ભૂજ આવું એ પાછળથી કાંઈ થાય તો શા હાલ થાય ?”

બાપાશ્રીએ અમુ કાનજી બાપાને પૂછ્યું કે કાનજીબાપા કહે “બાપા જવું તો ખપે” બાપાશ્રીએ મારા પૂ. બાપુજીને કહ્યું “સ્વામીને કહેજો કે સમામિ ને દિવસે આવીશું.” પૂ. બાપુજી તથા અમુ મગનભાઈ તેજ ઘોડાગાડીમાં ભૂજ આવ્યા. બરાબર સમાપ્તિના દિવસે વહેલી સવારે બાપાશ્રી ભૂજ આવ્યા. પૂબાપુજી તથા અમુ મગનભાઈ સાયકલ ઉપર ચોકી સુધી સામા ગયા હતા. બાપાશ્રીએ ભૂજ મંદિર પધારી પારાયણ સમાપ્તિ નિમિતે સંતોનું પૂજન કર્યું.

ત્યારપછી બાપાશ્રી અમુ ભોગીલાલભાઈને ત્યાં પધાર્યા અને પછી બાપાશ્રી વૃષપુર પધાર્યા તે વખતે સંતોને કહેતા ગયા કે તમે સૌ સુખપુર થઈને આવજો. સંતો સુખપુર થઈ વૃષપુર પધારતા હતા ત્યાં કીર્તનીયા ખીમજીભાઈ કીર્તન બોલતા સામા મળ્યા. રાત્રે સૌ વૃષપુર પહોંચ્યા. બાપાશ્રી પોતાની પોઢવાની ઓરડી પાસે બહાર ઉભા હતા તે વખતે સદ્દગુરૂને કહ્યું ‘આટલી વાર ક્યાં લગાડી વીરા ?ત્યાર પછી સૌને ખૂબ હેતથી બાપાશ્રી મળ્યા. હવે બાપાશ્રીએ સૌ માટે પાગરણની વ્યવસ્થા કરી. સંતો મોડા જમ્યા હતા એટલે જમવાની ના પાડી.

સંત અને હરિભક્તોએ અષ્ટક બોલી બાપાશ્રીને ચંદન ચર્ચા પૂજા કરી લીલા, ચેષ્ટા વગેરે નિત્ય નિયમ કરી સૌ પોઢી ગયા. બાપાશ્રી સવારે વહેલા નાહી પરવારી પૂજા કરે. સૌ બાપાશ્રીની સેવાનો વિવિધ રીતે લાભ લે કોઈ તિલક ચાંલ્લો કરે તો કોઈ બાપાશ્રીને તેમના લાંબા કરેલા હાથ પકડી ઉઠાડે. કોઈ વખત બાપાશ્રી હળવા ફૂલ જણાય અને કોઈ વખત એવો ભાર દેખાડે કે ઘણા સંતો અને મુક્તો ઉભા કરવા કોશિશ કરે તો પણ ઉભા કરી શકે નહિ.

પૂજાની સમાપ્તિ પછી બાપાશ્રીને હાજર હોય તે સંતો અને મુક્તો ઉઘાડા શરીરે મળે. બાપાશ્રીના શરીર અને પગનાં તળિયા સુંવાળ મખમલ જેવા હતા. બાપાશ્રી મંદિર દર્શન કરે. ઘરે પધારે ત્યારે નજીકના સગા એક બાઈ અમુ તેજબા દૂધ લઈને આવે. આ બાઈએ બાપાશ્રીને ધામમાં જતા પહેલાં દૂધ પાયું અને ધામમાં ગયા પછી તેજબાઈના શોકનું નિવારણ કરવા તેમના ઘરમાં બાપાશ્રીનો ફોટો હતો તેમાંથી પ્રગટ થઈ દૂધ પીધું અને કહ્યું કે આ છબીમાં રહી અમે રોજ દૂધ પીશું, હવે શોક માં કરજે.

બાપાશ્રી ને સંતો ભારે ભારે પ્રશ્નો પૂછે અને બાપાશ્રી તેજ ક્ષણે ઉત્તર કરે. બાપાશ્રીની દિવ્યવાણી અગાધ જ્ઞાનની પ્રતિતિ કરાવતા બાપાશ્રી એટલી બધી ઝડપથી ઉત્તર કરતાં કે સાધુ ઈશ્વરચરણદાસ સ્વામી સિવાય કોઈ બધા પ્રશ્ન – ઉત્તર લખી શકે નહિ. આના મારા પૂ. બાપુજી સાક્ષી હતા રાત્રે સૌ મળી વાતો એકત્ર કરી પાકી નોંધ કરી લેતા.

પૂ. બાપુજી બેત્રણ દિવસ મંદિરમાં જગ્યા પણ ભૂજથી અમુ મોતીભાઈ સોની આવ્યા પછી બાપાશ્રીના ઘેર જમવાનું રાખ્યું. બાપાશ્રી પોતાની પાસે બેસારીને જમાડતા જાય અને પોતાના હાથે પ્રસાદી આપતા જાય. જમવામાં રોટલા, ખીચડી, કઢી વગેરે મુખ્ય રહેતા પણ તેમાં જાણે એવો સ્વાદ મુકેલો કે પૂ. બાપુજીએ બાપાશ્રીએ આ ન ફાવતુ હોય તો કેરાથી દાળ મંગાવીએ તેમ કહ્યું ત્યારે પૂ. બાપુજીએ કહ્યું બાપા આ જમું છું. તેમાં તો ખૂબજ આનંદ આવે છે.

Also Read- યુવાની- ગુજરાતી નૈતિક વાર્તા ભાગ 2(Youth Gujarati moral story part 2)

Summary

આશા રાખું છું કે તમને યુવાની નૈતિક વાર્તા (Gujarati moral story) ખુબ ગમી હશે. આ આર્ટિકલ બે ભાગો માં વહેંચાયેલો છે જે બંને ભાગ ની લિંક તમને બંને આર્ટિકલ માં આસાની થી મળી જશે. અને આવું જ અવનવું ગુજરાતી કન્ટેન્ટ જાણવા માટે આ બ્લોગ in Gujarati ની વિઝિટ જરૂર કરતા રહો. જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવશો.

1 thought on “યુવાની- ગુજરાતી નૈતિક વાર્તા ભાગ 1(Youth Gujarati moral story part 1)”

Leave a Comment