યુવાની- ગુજરાતી નૈતિક વાર્તા ભાગ 2(Youth Gujarati moral story part 2)

By

નમસ્તે મિત્રો આપ સૌનું અમારા બ્લોગ In Gujarati માં ખુબ ખુબ સ્વાગત છે. આજ અપણે એક ગુજરાતી નૈતિક વાર્તા (Gujarati moral story) જોવા જય રહ્યા છીએ જેનું નામ યુવાની છે. જો તમારી ઉમર પણ અત્યારે વધુ હોય તો તમને તમારા યુવાની ના દિવસો જરૂર યાદ આવતા હશે અને હાજી મન માં આનંદ અનુભવતા હશો.

આ વાર્તા થોડી મોટી હોવાને કારણે બે ભાગ માં વહેંચવામાં આવી છે. પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે તમને એક સાથેજ બંને ભાગ આ બ્લોગ માં આસાની થી મળી જશે.

Also Read- યુવાની- ગુજરાતી નૈતિક વાર્તા ભાગ 1(Youth Gujarati moral story part 1)

યુવાની- ગુજરાતી નૈતિક વાર્તા ભાગ 1

બીજા કાંઈની જરૂર નથી બાપાશ્રી કહે તો હટયો. નારાયણપૂરથી અમુ ધનજીભાઈ એ આવી પ્રાર્થના કરી એટલે સૌ ત્યાંથી પાછા વૃષપુર આવ્યા એક દિવસ છત્રી પાસે બેઠા હતા અજવાળી રાત હતી બાપાશ્રીએ અમુ સ્વામી ગોપીવલ્લભદાસજી સ્વામી ઉપર રાજી રહેવા સધ, સ્વામી ઈશ્વરચરણદાસ સ્વામીને કહ્યું સદગુરૂ કહે, હું છું તેમ કરે તો રાજી થાઉં અમુ ગોપીવલ્લભદાસજી સ્વામી અમુ સધ સ્વામિને દંડવત કરી કહ્યું સ્વામી તમે તો મારી મા છો. સદ્ સ્વામી ખૂબ રાજી થયા સૌ સંત હરિભક્તો બાપાશ્રી ને દંડવત કરી અરસપરસ મળ્યાં.

એક દિવસ બપોરના અમુ દેવરાજબાપા રામપુરાથી નારાયણપુર બાપાશ્રી પાસે આવ્યા. તેમની આંખે વેલ વધેલ હતી. બાપાશ્રી પૂ. બાપુજીને કહે ઘક્તર અહિં આવો, તમારૂ કામ છે. પૂ. બાપુજીએ જોયુ તો દેવરાજ બાપાની આંખની વેલ વધીને કીકી સુધી આવી ગયેલ. પૂ. બાપુજીએ કહ્યું બાપા આ વેલ તાત્કાલીક કઢાવી નાંખવી જોઈએ. બાપાશ્રી કહે તમે ભૂજ સાથે જઈને ડૉ. દુલેરાય પાસે વેલ કઢાવી નાંખો.

આ રીતે ભૂજ જઈ આ સેવા પૂબાપુજીએ પાસે રહી કરાવી. અમુ દેવરાજબાપાને આ અરસામાં કાંઈએ મનુષ્યભાવ આવે તેવી વાત કરી. એટલે બાપાશ્રી વિષે કાંઈક સંકલ્પ વિકલ્પ થવા લાગ્યા તે સમયે તેમના પત્ની પર વાડીએ ચિત્તાએ હુમલો કર્યો અને દેહ પડી ગયો. આ પ્રસંગ પછી ઘરમાં ઉત્પાત થવા લાગ્યો. પૂ. દેવરાજ બાપા તથા અમુ કાનબાએ વૃષપુર આવી વાત કરી બાપાશ્રીએ સદગુરૂઓને મોકલ્યા અને પછી બીજે દિવસે પોતે ગયા. અમુ દેવરાજબાપાના પત્નિનું બાપાશ્રીએ આત્યંતિક કલ્યાણ કર્યું.

અમુ દેવરાજબાપા બાપાશ્રીને કહે બાપા તમને કેવા જણવા? બાપાશ્રી હસીને કહે જેવા દેખો તેવા જાણો અને જાણો તેવા માણો” તરતજ અમુ દેવરાજ બાપાને બાપાશ્રી તેજીમય દેખાયા અને સદાય સેવાને એવા દર્શન થતા ત્યારથી અમુ દેવરાજબાપા નમતા પહોરે રામપરાથી નીકળી રાત્રે બાપાશ્રીનો સમાગમ કરવા આવે પાછલી રાત્રે નહીં જેવો આરામ કરી વૃષપુર નીકળી રામપુર આવે વરસો સુધી આ સુખ લીધું.

બાપાશ્રી રામપુર સંતો સાથે આવે ત્યારે રામપુર ગંગાએ સંતો અને રિભક્તો સાથે હોય પુ અમુક વેતવૈકઠદાસજી સ્વામી યમુનામાં નીલે આદિ કિર્તન ગાતા અને મારા પૂ. બાપુજીએ નોંધ કર્યા મુજબ સૌને ખૂબજ સુખ આવતું એવું લાગતું કે મૂર્તિના સુખના મહાસાગરમાં ઝીલીએ છીએ. એક વખત બાપાશ્રી કહે સંતો તમને ગંગા પવિત્ર કરે કે તમે ગંગાને પવિત્ર કરો ? સંતો કહે બાપા શ્રીજી મહારાજની દયાથી સંતો ગંગાને પવિત્ર કરે.

બાપાશ્રી રામપુરથી નીકળી વૃષપુર જવા તૈયાર થયા. ત્યાં દહીંસરાના હરિભક્તોના આગ્રહથી દહીસરા જઈ ત્યાં રાત રોકાવા હા પાડી દહીંસરા પહોંચ્યા ત્યાં અમુ વાલબા ફોઈના ખબર આવ્યા કે અમુ રામજીભાઈ ને આંખે કુલા પડ્યા છે માટે વૃષપુર આવો. બાપાશ્રીએ સંતોને દહીંસરે રોકાવા કહ્યું.

બાપાશ્રી ગાડીને બળદ જોડેલા હતા તે જગાએ અમુ ધનજીભાઈ ઘોડી જોડી બાપાશ્રી મારા બાપુજીને કહે કે તમને ગાડી ચલાવતા આવડે છે? પૂ. બાપુજીને ઘોડે સવારી આવડતી એટલે આમાં વાંધો નહિ આવે તેવી સમજી હા પાડી. અમુ બેચરભાઈ ગજજર પણ ત્યાં હતા તેમને બાપુજી પાસે બેસાર્યા. બાપાશ્રી પાછળ બેઠ. હજી સાંજ પડવાને લગભગ એક કલાકની વાર હતી. પૂ. બાપુજી કૉચમેન બન્યા. કેરા પાસે આવતા રસ્તા સામે એક નાના ડુંગર જેવું લાગ્યું એટલે ગાડી જમણી બાજુ વાળી ત્યાં મોટો ડુંગર આવ્યો અને ખૂબ અંધારૂ થઈ ગયું પૂ. બાપુજી કહે, “બાપા મોટો ડુંગર આવ્યો.

હું રસ્તો ભૂલ્યો હોઉ તેવું લાગે છે.” બાપા કહે “ રસ્તો ભૂલ્યા.” બાપાશ્રીએ પૂ બાપુજી તથા અમુ બહેચરભાઈને રસ્તો જેવા કહ્યું. અંધારૂ બહુ હતું એટલે જમીનને હથ અડાડી રસ્તો જોતા હતા. અમુ બહેચરભાઈ કહે બાપા અહીં તો પાણા છે પાણાં. બાપાશ્રી કહે જુઓ તો ખરા ! ત્યાં તો દહીંસરાથી નીકળ્યા ત્યારે એવું અજવાળું હતું તેવું અજવાળું થઈ ગયું. જમીનથી એક વેંત ઉંચી હતી એટલે બાપા કહે ઘોડીને સડક ઉપર ચઢાવો.

જમણું પૈડું પૂ. બાપૂજી તથા બહેચરભાઈએ લીધું વધું પૈડું બાપાશ્રીએ લીધું અને બોલ્યા મારો જસ ઘોડી સડક પર ચડી તો ખરી પણ બીજી બાજુ ઉતરી ગઈ. તે વખતે ઘોડીને સામાનની એક કડી ક્યાંક ભરાઈ ગયેલી એટલે ઘોડીનું મોટું વાંકુ થઈ ગયેલું. બાપાશ્રી કહે તમારી જે થાય આ ઘોડીનું ડાચું તો જઓ. બાપાશ્રીએ આ સામાનની કડી ઠીક કરી અને ઘોડીના કાન પાસે કહ્યું ચાલ એટલે ઘોડી પોતાની મેળે સડક પર આવી ગઈ.

ગાડીમાં બેઠાને ફરી ઘોર અંધારૂ થઈ ગયું. બાપા પૂ. બાપુજીને કહે હવે સીધે સીધા સાચવીને ગાડી ચલાવજો સામે ઉંટ ગાડી વગેરે આવે તેનું ધ્યાન રાખજો. વૃષપુર પાછળની બાજુએ પહોંચ્યા ત્યાં ગાડીનું પૈડું ગામની શરૂના મકાન પાસે ગામડાના રિવાજ પ્રમાણે કોઈ વાહન અથડાય તો ઘરને વાંધો ન આવે તેવો મોટો પત્થર હતો તેની સાથે થોડુ અથડાયું. બાપાશ્રી કહે તમારી જે થાય તમને હવે નહિ ફાવે કહી પોતે ગાડી ચલાવી બાપાશ્રીના નિવાસસ્થાને આવ્યા.

પૂ. બાપાશ્રીએ રામજીભાઈની આંખો જોઈ તો ફૂલા પડ્યા હતા. બાપાશ્રી કહે કાલે સવારે ભૂજ જઈ દવા કરાવજો. બાપાશ્રીએ જમવાનું પૂછ્યું તો બન્નેએ કહ્યું બાપા જમવું નથી રૂચિ નથી. બાપા કહે મંદિર જવ અમે આવીએ છીએ. પૂ. બાપુજી મંદિરના ઓટલા પાસે પહોંચ્યા ત્યાં શરત ચૂકથી અમુ કાનજીબાપાના પૂ. માતૃશ્રી અમુ પૂ. દેવુબા બારીથી ઉભડક પડી ગયા. તેનો મોટો ધબાકો સાંભળી પૂ. બાપુજી દોડાદોડ મંદિરમાં નહિ જતાં પાછા આવ્યા.

બાપાશ્રી કહે ‘દાક્તર જુઓ સાંકળ-બાંકળ તૂટી તો નથી ને ?” (હાડકું ભાંગ્યુ નથી ને?) હાડકાને ઈજા દેખાઈ નહી પણ પછડાટ વાગેલી. બીજે દિવસે આવળ-બાવળ (પલાળી) અને આંબાહળદર-સોજીખાર વગેરે ગરમ કરી પછડાટ ના સ્થળે ભરતા. બાપાશ્રી કહે સૌને સેવાનું સુખ આપવા આ કર્યું છે. પછી એક દિવસ સ્વાસ ઉપડ્યો એટલે બાપાશ્રી કહે વાડી એથી કાનજીભાઈ વગેરેને બોલાવો દર્શન કરી જય.

સદ્ સ્વામી ઈશ્વરચરણદાસજી સ્વામી વગેરે ત્યાં હતા એટલે સદગુર કહે બાપા તમે આટલા મોટા છો અને આ રીતે મા નો દેહ પડે તો લોકો કહે તમે આટલી પણ રક્ષા કરી શક્યા નહિ ? બાપા કહે દેહ તો ગમે તે રીતે પડે અમારે ત્યાં તો ગુલાલ ઉડે ઓચ્છવ થાય વળી કહેશો કે કીધુ નહીં. ધર્મ રાખતા ભક્તિ જાય અને ભક્તિ રાખતા ધર્મ જાય, અંતે સદ્ગુરૂઓના આગ્રહને વશ થઈ બાપાશ્રીએ સદ્દગુરૂઓને કહ્યું તમને આડું આવશે.

સદ્ગુરૂ કહે ભલે એ હું ઉભો રહું અને સંતો (કુલ અઢાર સંતો હતા) તમે મારો પગ ડગાવો ૫. આવે પણ આમ તો માને ન જ લઈ જવાય. આ રીતે એક મહિનો વૃષપુર રહેવાનું થયું. એક વખત બાપાશ્રીએ કહ્યું બાપુજી લખે છે કે બાપાશ્રીનું શરીર પગ ઉપાડવાની કોશિષ કરી રહેલા સંતોના આંચકાથી ઉપરથી હલે પણ પગ ડગે નહીં. બાપાશ્રીનું ઉપરનું શરીર પૂ બાપુજીને આ દિવ્ય લીલામાં સહેજ અથડાયું ત્યાં પૂ બાપુજી બાજુ ઢોલિયો હતો તેમાં લડથડીયું ખાઈ સુઈ ગયા.

બાપાશ્રી હસ્યા ત્યાર પછી સંતોને કહે કે તમે અઢાર સંતો પણ પગ ડગાવી શક્યા નહી ? કોઈ વખત કોઈએ બાપાશ્રીને ગુલાબનો હાર પહેરાવ્યો બાપાશ્રીએ તે હારની પાંદડીએ કરી સંતો ઉપર નાંખી અને કહ્યું આ વીણી લેજો આ વિનગુણ હારની પાંખડીઓ છે. હવે સૌ બાપાશ્રીની આજ્ઞા લઈ જેઠ મહિનામાં ખારી રોડ (અંજાર) થઈ, વહાણમાં બેસી નવલખી આવ્યા ત્યાંથી સૌ સૌના નિવાસસ્થાને ગયા.

Summary

આશા રાખું છું કે તમને યુવાની નૈતિક વાર્તા (Gujarati moral story) ખુબ ગમી હશે. આ આર્ટિકલ બે ભાગો માં વહેંચાયેલો છે જે બંને ભાગ ની લિંક તમને બંને આર્ટિકલ માં આસાની થી મળી જશે. અને આવું જ અવનવું ગુજરાતી કન્ટેન્ટ જાણવા માટે આ બ્લોગ in Gujarati ની વિઝિટ જરૂર કરતા રહો. જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવશો.

1 thought on “યુવાની- ગુજરાતી નૈતિક વાર્તા ભાગ 2(Youth Gujarati moral story part 2)”

Leave a Comment